For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

31 માર્ચ સુધીમાં PAN અને AADHAAR લિંક ન કરાવ્યું તો થશે આ 10 નુક્સાન

જો તમે હજી સુધી તમારું પેન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તો 31 માર્ચ 2019 એ આખરી તક છે. જો તમે એ બાદ પણ લિંક નહીં કરો તો તમારે 10 મોટા નુક્સાન ભોગવવા પડી શકે છે.

|
Google Oneindia Gujarati News

જો તમે હજી સુધી તમારું પેન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તો 31 માર્ચ 2019 એ આખરી તક છે. જો તમે એ બાદ પણ લિંક નહીં કરો તો તમારે 10 મોટા નુક્સાન ભોગવવા પડી શકે છે. આ નુક્સાનમાં બેન્ક અકાઉન્ટને અસર થવાની પણ શક્યતા છે. જો કે પેન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવવું ખૂબ જ સહેલું છે. તમે ઈચ્છો તો એક SMS દ્વારા પણ તેને લિંક કરી શકો છો. પેન આધાર લિંકિંગ માટે સુપ્રીમ કોર્ટ આદેશ પણ આપી ચૂકી છે. એટલે જો અત્યારે પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવો તો બાદમાં તો કરાવવું જ પડશે, પરંતુ આ દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: જો તમારી પાસે LIC પોલિસી છે તો, આ સમાચાર તમારા માટે ખાસ છે

જાણો કયા નુક્સાન થશે

જાણો કયા નુક્સાન થશે

31 માર્ચ 2019 સુધીમાં જો તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો 10 મોટા નુક્સાનનો સામનો કરવો પડી શકે છે. આ છે એ 10 નુક્સાન...

આ છે પેન-આધાર લિંકિંગ નહીં કરાવો તો થશે આ 10 નુક્સાન

આ છે પેન-આધાર લિંકિંગ નહીં કરાવો તો થશે આ 10 નુક્સાન

1) પેન કાર્ડનો કોઈ ઉપયોગ નહીં થાય
2) પેન કાર્ડથી ડેટા સર્ચ નહીં થાય
3) બેન્ક અકાઉન્ટને થશે અસર
4) બેન્ક 20 ટકા પ્રમાણે ટીડીએસ કાપવા લાગશે
5) આ 20 ટકા ટીડીએસ પર નહીં મળે ટેક્સ બેનિફિટ
6) ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ નહીં કરી શકાય
7) ઈન્કમટેક્સ રિફંડ નહીં મળે
8) કોઈ પણ લોન લેવામાં થશે મુશ્કેલી
9) મોટા નાણાકીય વ્યવહાર નહીં કરી શકો
10) વાહન નહીં ખરીદી શકો

સમજો કેવી રીતે થશે નુક્સાન

સમજો કેવી રીતે થશે નુક્સાન

પાન કાર્ડ તમામ લોકોના બેન્ક અકાઉન્ટથી જોડાયેલા છે. જો તમે 31 માર્ચ સુધીમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તો તમારું પાન ઈનવેલિટ થઈ જશે. જેવું પાન કાર્ડ ઈનવેલિડ થશે કે તેની અસર તમારા બેન્ક ખાતા પર પડશે. બેન્ક ખાતા સાથે લિંક કરેલું પાન બેકાર થઈ જશે અને બેન્ક તેને પાન કાર્ડ વગરનું માનીને પગલાં લેશે. જો તમારો ટીડીએસ કપાય છે તો બેન્ક તેને 20 ટકાના દરથી કાપવા લાગશે. આ ટીડીએસ પર તમને ટેક્સ છૂટ પણ નહીં મળે.

આ ઉપરાંત બેન્ક તમારી પાસેથી કોઈ પણ પ્રકારની લોન કે નાણાકીય વ્યવહાર માટે પેન કાર્ડ અને ઈન્કમટેક્સ રિટર્ન માગે છે. એ નહીં હોય તો લોન નહીં લઈ શકો. લોન વગર વાહન ખરીદવામાં પણ મુશ્કેલી થશે.

સહેલું પેન સાથે આધાર લિંકિંગ

સહેલું પેન સાથે આધાર લિંકિંગ

જો તમારી પાસે 5 મિનિટનો પણ સમય છે, તો તમે પેન આધાર લિંક કરાવી શકો છો. આજે તમામ લોકો પાસે સ્માર્ટ ફોન છે, આ સ્માર્ટ ફોનથી જ 2 પ્રકારે પાન આધાર લિંક થઈ શકે છે. એક એપ દ્વારા અને બીજું SMS દ્વારા.

લિંકિંગ માટે એક સરખું નામ છે જરૂરી

લિંકિંગ માટે એક સરખું નામ છે જરૂરી

પેન આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે બંને જગ્યાએ માહિતી સરખી હોવી જરૂરી છે. નામ ઉંમર વગેરે. જો આ માહિતી જુદી જુદી હશે તો પાન અને આધાર લિંક નહીં થઈ શકે. એટલે પહેલા પાન અને આધારમાં કરેક્શન કરો બાદમાં જ તે લિંક થશે.

જો બંને જગ્યાએ માહિતી સરખી છે તો આ રીતે કરો લિંક

જો બંને જગ્યાએ માહિતી સરખી છે તો આ રીતે કરો લિંક

સૌથી પહેલા તમારા ફોનમાં Link Adhar to PAN card નામની એપ ડાઉનલોડ કરો. આ એપ ફ્રી છે. એપ ડાઉનલોડ કર્યા બાદ હોમ પેજ પર Link Aadhar with Pancardનું ઓપ્શન આવશે. આ ઓપ્શન ખોલશો તો તેમાં તમારે માહિતી ભરવી પડશે. આ માહિતીમાં પેન કાર્ડ નંબર અને આધાર નંબર આપવો પડશે.

બાદમાં આટલું કરો

બાદમાં આટલું કરો

બાદમાં તમારે કેપ્ચા કોડ ભરવો પડશે. એટલે enter the code as in above image લખેલું આવશે. આ કેપ્ચા કોડ ભર્યા બાદ લિંક આધારનું બટન દબાવો. મોબાઈલ સ્ક્રીન પર પેન લિંકિંક પ્રોસે કમ્પ્લિટ લખેલું આવશે. એનો અર્થ છે કે તમારું પેન કાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક થઈ ગયું છે.

SMS દ્વારા આ રીતે કરો લિંક

SMS દ્વારા આ રીતે કરો લિંક

પેન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની બીજી સહેલી રીત છે SMS. આ માટે મોબાઈલ ફોનના મેસેજ બોક્સને ખોલો અને આ રીતે ટાઈપ કરો. UIDPAN <સ્પેસ><12 અંકનો આધાર નંબર><સ્પેસ><10 આંકડાનો પેન નંબર>

આ રીતે સમજો પ્રોસેસ

આ રીતે સમજો પ્રોસેસ

SMS દ્વારા પેન અને આધાર લિંક થઈ શકે છે. જેમ કે UIDPAN 123456789456 ABCDE0123D. આ રીતે ટાઈપ કર્યા બાદ મેસેજને 567678 અથવા 56161 પર સેન્ડ કરો. જેવો એસએમએસ જશે કે આધાર અને પેન લિંક થઈ જશે.

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની સાઈટ પર જઈને કરો લિંક

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની સાઈટ પર જઈને કરો લિંક

પેન અને આધાર કાર્ડ લિંક કરવાનો ત્રીજો ઓપ્શન આવક વેરા વિભાગની વેબસાઈટ પણ છે. વેબસાઈટ છે https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaarHome.html

આ વેબસાઈટ પર જઈને તમે થોડાક સ્ટેપમાં જ આ કામ આસાનીથી કરી શકો છો. અને અહીં તમે તમારું પેન અને આધાર લિંક છે કે નહીં તે પણ જાણી શકો છો.

English summary
what is the last date for linking pan and aadhaar how can link pan and aadhar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X