For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યાં રાજ્યએ પેટ્રોલ પર કેટલો ટેક્સ ઘટાડ્યો, આ રહ્યાં તમામ આંકડા!

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના નિર્ણય બાદ 22 રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો છે. સરકારે અહેવાલ આપ્યો છે કે 22 રાજ્યોએ અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના નિર્ણય બાદ 22 રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો છે. સરકારે અહેવાલ આપ્યો છે કે 22 રાજ્યોએ અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યો છે, અને 14 રાજ્યોએ ઘડાટો કર્યો નથી. કર્ણાટકમાં પેટ્રોલના ભાવમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે, ત્યારબાદ પુડુચેરી અને મિઝોરમનો નંબર આવે છે. આ રાજ્યોમાં પેટ્રોલના ભાવમાં અનુક્રમે 13.35 રૂપિયા, 12.85 રૂપિયા અને 12.62 રૂપિયાનો ઘટાડો થયો છે.

કર્ણાટકે સૌથી વધુ વેટ ઘટાડ્યો

કર્ણાટકે સૌથી વધુ વેટ ઘટાડ્યો

પેટ્રોલ ઉપરાંત, ડીઝલમાં પણ સૌથી વધુ ઘડાટો કર્ણાટક દ્વારા કરવામાં આવ્યો છે, જ્યાં ભાવ પ્રતિ લિટર 19.49 રૂપિયા ઘટ્યાં છે, ત્યારબાદ પુડુચેરી અને મિઝોરમ છે. આ ઘટાડો આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં મોટા વધારા બાદનો મોટો ઘટાડો છે. ભારતના તમામ મોટા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરની ઉપર પહોંચી ગયું હતું, ડીઝલ પણ દોઢ ડઝનથી વધુ રાજ્યોમાં આ સ્તરને વટાવી ગયું હતું.

સરકારની ટીકા થઈ રહી હતી

સરકારની ટીકા થઈ રહી હતી

5 મે, 2020 ના રોજ એક્સાઈઝ ડ્યુટીમાં રેકોર્ડ સ્તરે વધારો કરવાના સરકારના નિર્ણય પછી પેટ્રોલના ભાવમાં એકંદરે વધારો 38.78 રૂપિયા પ્રતિ લિટર હતો. આ દરમિયાન ડીઝલની કિંમતમાં 29.03 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. બળતણના ભાવમાં સતત વધારાની વિરોધ પક્ષ, ખાસ કરીને કોંગ્રેસ દ્વારા સખત ટીકા કરવામાં આવી હતી અને એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની માંગ કરી હતી. સામાન્ય માણસો પણ અવાજ ઉઠાવી રહ્યાં હતા. ભાજપને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ સરકારે ભાવ ઘટાડ્યા છે.

સરકારને કેટલી આવક ગુમાવવી પડશે?

સરકારને કેટલી આવક ગુમાવવી પડશે?

એપ્રિલ-ઓક્ટોબરના વપરાશના ડેટાના આધારે, એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાથી સરકારને દર મહિને 8,700 કરોડની આવકનું નુકસાન થશે. ઉદ્યોગ નિષ્ણાતોના મતે, આ આંકડો વાર્ષિક 1 લાખ કરોડ આસપાસ છે. જ્યારે વર્તમાન નાણાંકીય વર્ષમાં 43,500 કરોડ હશે. કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) તરફથી ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે, એપ્રિલ-સપ્ટેમ્બર 2021 દરમિયાન એક્સાઈઝ ડ્યુટી કલેક્શન વધીને 1.71 લાખ કરોડ થયું હતું, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 1.28 લાખ કરોડ હતું. સમગ્ર 2020-21 નાણાકીય વર્ષ માટે, એક્સાઇઝ ડ્યુટી કલેક્શન 3.89 લાખ કરોડ હતું અને 2019-20માં તે 2.39 લાખ કરોડ હતું.

GSTથી શું બદલાયું?

GSTથી શું બદલાયું?

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ થવાથી માત્ર પેટ્રોલ, ડીઝલ, ATF અને કુદરતી ગેસ પર જ એક્સાઈઝ ડ્યુટી વસૂલવામાં આવે છે. અન્ય તમામ સામાન અને સેવાઓ GST હેઠળ છે.

સરકારને કેટલી આવક થઈ?

સરકારને કેટલી આવક થઈ?

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ જુલાઈમાં સંસદમાં જણાવ્યું હતું કે 31 માર્ચ, 2021 (નાણાકીય વર્ષ 2020-21)ના રોજ પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકારનું ટેક્સ કલેક્શન 88 ટકા વધીને 3.35 લાખ કરોડ થયું છે. એક વર્ષ પહેલા તે 1.78 લાખ કરોડ રૂપિયા હતું. કોરોના પહેલા 2018-19માં એક્સાઈઝ ડ્યુટીનું કલેક્શન 2.13 લાખ કરોડ હતું.

English summary
Which state has reduced the tax on petrol, here are all the statistics!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X