For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેરરીતી કેસમાં વર્લ્ડ બેંકે 6 મહિના માટે L&T પર પ્રતિબંધ મૂક્યો

|
Google Oneindia Gujarati News

larson and toubro
વોશિંગ્ટન, 9 માર્ચ : વિશ્વ બેંકે લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી)ના એક વરિષ્ઠ અધિકારી દ્વારા ગેરરીતી આચારવામાં આવી હોવાના કેસમાં કંપની સાથે કામ કરવા પર છ મહિનાનો પ્રતિબંધ મૂકી દીધો છે. વિશ્વ બેંક હવે 6 મહિના સુધી એલ એન્ડ ટી સાથે કોઇ વેપાર નહીં કરે, સાથે જ વિશ્વ બેંક દ્વારા આપવામાં આવતી આર્થિક યોજનાની ફાળવણીમાં તેનો સમાવેશ નહીં કરે.

વિશ્વ બેંક દ્વારા મૂકવામાં આવેલો આ પ્રતિબંધ 6 સપ્ટેમ્બર સુધી અમલી રહેશે. આ કારણે ત્યાં સુધી એલ એન્ડ ટી વિશ્વ બેંક પાસેથી મળનારી કોઇ પણ આર્થિક સહાય માટે પાત્ર નહીં રહે. આ ઉપરાંત તેઓ બેંક પાસેથી ધિરાણ મેળવવા માટે અથવા વિશ્વ બેંક દ્વારા આર્થિક મદદની કોઇ પણ યોજનામાં પણ ભાગીદાર બની શકશે નહીં.

વિશ્વ બેંક દ્વારા 7 માર્ચના રોજ જાહેર કરવામાં એક આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રતિબંધના સમયગાળા દરમિયાન એલ એન્ડ ટી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણવાળા તેના કોઇ પણ એકમને વિશ્વ બેંક દ્વારા આપવામાં આવતી આર્થિક સહાયમાં ઉપ ઠેકેદાર, સલાહકાર, વિશેષ નિર્માતા, પુરવઠો પૂરો પાડનાર ઉપરાંત સેવા આપનારનું પણ નામ આપી શકાશે નહીં.

આ સમગ્ર કેસએ બોલી મામલા સાથે સંકળાયેલો છે જેમાં એલ એન્ડ ટીના ચિકિત્સા ઉપકરણ અને પ્રણાલી એકમના કારોબારી પ્રમુખ દ્વારા તમિલનાડુમાં વિશ્વ બેંકની એક યોજના માટે સોંપવામાં આવ્યા હતા.

English summary
World bank ban L and T for six months in forgery case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X