For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World Rich List 2021: દુનિયાભરના અમીરોના લિસ્ટમાં મુકેશ અંબાણીનુ 8મુ સ્થાન, એલન મસ્ક સૌથી અમીર

દુનિયાભરના અમીરોનુ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દુનિયાભરના અમીરોનુ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. કોરોના સંકટ અને લૉકડાઉન છતાં દુનિયાભરના અમીરોની સંપત્તિમાં વધારો થયો છે. પ્રતિષ્ઠિત હુરુન ગ્બોલલ રિચ લિસ્ટ 2021માં દુનિયાના ધનકુબેરોની આખી સૂચિ જાહેર કરવામાં આવી છે જેમાં સૌથી ઉપર અમેરિકાના ઈનોવેટીવ બિઝનેસમેન એલન મસ્ક છે. તેણે દુનિયાના અમીરોના લિસ્ટમાં પહેલુ સ્થાન મળ્યુ છે. વળી, આ લિસ્ટમાં ભારતના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીને 8મુ સ્થાન મળ્યુ છે.

મુકેશ અંબાણી દુનિયના અમીરોની લિસ્ટમાં 8માં સ્થાને

મુકેશ અંબાણી દુનિયના અમીરોની લિસ્ટમાં 8માં સ્થાને

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2021માં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને 8મુ સ્થાન મળ્યુ છે. 63 વર્ષના મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 24 ટકાનો વધારો થયો છે. આ લિસ્ટ મુજબ અંબાણી પાસે કુલ 83 બિલિયન ડૉલરની સંપત્તિ છે.

ટૉપ 10ની લિસ્ટ

ટૉપ 10ની લિસ્ટ

આ લિસ્ટમાં સૌથી ઉપર ટેસ્લાના એલન મસ્કનુ નામ છે. તેમની કુલ સંપત્તિ 197 બિલિયન ડૉલર આંકવામાં આવી છે. 49 વર્ષના એલન મસ્કની સંપત્તિમાં ગયા વર્ષની સરખામણીમાં 328 ટકાનો વધારો થયો છે. વળી, એેમેઝોનના માલિક જૈફ બેજોસ બીજા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 189 બિલિયન ડૉલર આંકવામાં આવી છે. વળી, ત્રીજા નંબરે ફ્રાંસના ફ્રેંચેન બનાર્ડ અમાલ્ટ છે જેમની સંપત્તિ 114 અબજ ડૉલર છે. વળી, ચોથા સ્થાને માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ છે જેમની સંપત્તિમાં ચાર ટકાનો વધારો થયો છે. બિલ ગેટ્સની સંપત્તિ 110 અબજ ડૉલર આંકવામાં આવી છે. વળી, પાંચમાં સ્થાને ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ છે જેમની સંપત્તિમાં ગયા વર્ષની સરખામણીમાં 20 ટકાનો વધારો થયો છે. વળી, છઠ્ઠા સ્થાને વારેન બફેટ, સાતમાં સ્થાને જોંગ શાનશાન છે.

લિસ્ટમાં કયા કયા ભારતીય શામેલ

લિસ્ટમાં કયા કયા ભારતીય શામેલ

અમીરોની આ લિસ્ટમાં ભારતના 40 અબજપતિઓએ જગ્યા બનાવી છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2021માં મુકેશ અંબાણી ઉપરાંત ગૌતમ અદાણી, શિવ નાદર, લક્ષ્મી એન મિત્તલ, સાઈરસ પૂનાવાલા જેવા ભારતીય અજબપતિઓએ જગ્યા બનાવી છે. આ લિસ્ટમાં કુલ 3288 અબજપતિઓને શામેલ કરવામાં આવ્યા છે. આ વર્ષે આ લિસ્ટમાં 421 નવા અબજપતિ શામેલ થયા છે.

ડિજિટલ મીડિયા પત્રકાર પર કાર્યવાહીને કેન્દ્રએ કહ્યુ અતિક્રમણડિજિટલ મીડિયા પત્રકાર પર કાર્યવાહીને કેન્દ્રએ કહ્યુ અતિક્રમણ

English summary
World Rich List 2021: Mukesh Ambani 8th Richest man inHurun Global Rich List 2021, Elon Musk at top.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X