ગયા મહિને ઓનલાઇન આવ્યા બાદ આજે ભારતીય સ્માર્ટફોન મેન્યુફેક્ચર જોલોએ પોતાનો નવો Q3000 બજારમાં ઉતાર્યો છે. 5.7 ઇન્ચ સ્ક્રીનવાળો નવો જોલો ફેબલેટની સ્ક્રીનમાં 1080 પિક્સલ ડિસપ્લે આપવામાં આવી છે. જોલો Q3000ને 20,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપની અનુસાર નવો ફેબલેટ રીટેલ સ્ટોરની સાથે કોમર્સ સાઇટમાં પણ મળશે.
ફોનમાં આપવામાં આવેલા ફીચર અંગે વાત કરીએ તો જોલો Q3000માં 5.7 ઇન્ચની ફુલ એચડી સ્ક્રીન આપવામાં આવી છે. જે 1920×1080 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. સ્ક્રીનમાં 396 પિક્સલ પર ઇન્ચ આપવામાં આવ્યા છે. ફેબલેટમાં મીડિયાટેક ક્વોડ કોર પ્રોસેસર લાગેલું છે, જે 1.5 ગીગાહર્ટ્ઝ સ્પીડ સાથે રન કરે છે, એટલે કે તમે તેમાં ગેમિંગ અને હાઇડેફિનેશન વીડિયો સહેલાયથી જોઇ શકો છો. સાથે જ VR SGX544 જીપીયુ અને 2 જીબી રેમ ઇનબિલ્ડ છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ફોનમાં આપવામાં આવેલા અન્ય ફીચર્સને.

Q3000ની સ્ક્રીન
Q3000માં 5.7 ઇન્ચની ફુલ એચડી સ્ક્રીન આપવામાં આવી છે, જે 1920×1080 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. સ્ક્રીનમાં 396 પિક્સલ પર ઇન્ચ આપવામાં આવ્યા છે.

પ્રોસેસર
Q3000 ફેબલેટમાં મીડિયાટેક ક્વાડ કોર પ્રોસેસર લાગેલુ છે, જે 1.5 ગીગાહર્ટ્ઝ સ્પીડ સાથે રન કરે છે, એટલે કે તમે તેમાં ગેમિંગ અને હાઇડેફિનેશન વીડિયો સહેલાયથી જોઇ શકો છો. સાથે જ VR SGX544 જીપીયુ અને 2 જીબી રેમ ઇનબિલ્ડ છે.

Q3000ના કેમેરા
જોલોના નવા ફેબલેટમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે, જે 1080 પિક્સલ ક્વાલિટી સાથે વીડિયો રેકોર્ડિંગ કરે છે. આ ઉપરાંત 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે.

Q3000ની કેનેક્ટિવિટી
કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુલ સિમકાર્ડ સ્લોટ, 3જી સપોર્ટ, વાઇફાઇ, બ્લુટૂથ 4.0 જેવા ફીચર આપવામાં આવ્યા છે. એન્ડ્રોઇડ 4.2 જેલીબીન વર્ઝન પર રન કરે છે.

જોલો Q3000ની મેમરી
ફોનની ઇન્ટરનલ મેમરી 16 જીબી છે. કંપની અનુસાર ફેબલેટમાં લાગેલી 4,000 એમએએચ બેટરી 21 કલાક ટોક ટાઇમ અને 634 કલાક સ્ટેંડબાય ટાઇમ આપે છે.