Yahoo Layoff : હવે યાહુમાં થશે છટણી, 20 ટકાથી વધુ કર્મચારીઓને છૂટા કરાશે
Yahoo Layoff : યાહૂમાં કામ કરતા કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે, કંપનીના 12 ટકા એટલે કે એક હજાર કર્મચારીઓની છટણી કરવામાં આવશે, જે બાદ આગામી 6 મહિનામાં કંપની બાકીના 8 ટકા એટલે કે 600 લોકોની છટણી કરશે.
Yahoo Layoff : એમેઝોન અને ટ્વીટર બાદ યાહુ આઇએનસીમાં છટણીની તૈયારી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, yahoo inc પોતાના 20 ટકાથી વધુ કર્મચારીઓને છૂટા કરી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કંપની પોતાના એડ ટેક્નોલોજી યુનિટના મોટાપાયે રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે આ યોજના બનાવી રહી છે.

1,600 થી વધુ લોકો પ્રભાવિત થશે
આ અહેવાલો મુજબ કંપની આ એકમમાંથી તેના કુલ કર્મચારીઓના 20 ટકાથી વધુ લોકોની છટણી કરવામાં આવી શકે છે. આ રિપોર્ટઅનુસાર, આ છટણી યાહૂના એડ ટેક કર્મચારીઓના 50 ટકાથી વધુને અસર કરશે. તેનાથી લગભગ 1,600 થી વધુ લોકોને અસર થશે.

પહેલા એક હજાર કર્મચારીઓને અસર થશે
આ પહેલા ગુરુવારના રોજ યાહૂમાં કામ કરતા કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે, કંપનીના 12 ટકા એટલે કે એક હજાર કર્મચારીઓનેકંપનીમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે.
જે બાદ આગામી 6 મહિનામાં કંપની બાકીના 8 ટકા એટલે કે 600 લોકોની છટણી કરશે.એક ઈન્ટરવ્યુમાં યાહૂના સીઈઓએ જણાવ્યું હતું કે, નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય આર્થિક સમસ્યાઓના કારણે નથી.

ડિઝનીમાં પણ છટણી કરાશે
આ અગાઉ મનોરંજનની દુનિયામાં પોતાનું નામ બનાવનાર ડિઝનીમાં પણ છટણી કરવાની શરૂઆત થઇ ગઇ છે. કંપનીએ તેના સાત હજારકર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના સીઈઓ બોબ ઈગરે આ અંગે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, બોબે ગયા વર્ષેજ સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.

ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને કાઢી મૂક્યા
અત્રે નોંધનીય છે કે, અમેરિકામાં ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. બુધવારના રોજ જ ટેક કંપની ઝૂમે તેના1300 કર્મચારીઓને હટાવવાની જાહેરાત કરી હતી. જે પહેલા સોમવારના રોજ ડેલે તેના છ હજારથી વધુ કર્મચારીઓની છટણી કરવાનીજાહેરાત કરી હતી.












Click it and Unblock the Notifications
