For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2018ના આ છે બેસ્ટ સેવિંગ સ્કીમ અને મ્યુચ્યુઅલ ફંડ

2018ના આ છે બેસ્ટ સેવિંગ સ્કીમ અને મ્યુચ્યુઅલ ફંડ

|
Google Oneindia Gujarati News

વર્ષ 2018નુ છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. વર્ષાંતે નવા વર્ષને આવકારવાની તૈયારી ચાલી રહી છે. નવા વર્ષે ક્યાં રોકાણ કરવું છે, ટેક્સ કેવી રીતે બચશે, ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત કરવું આ તમામ પ્લાનિંગ જરૂરી છે. નવા વર્ષે ફાયનાન્સિયલ પ્લાનિંગ કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે આ વર્ષે કઈ સેવિંગ સ્કીમમાં સારુ વ્યાજ મળ્યું અને કયા મ્યુચ્યુઅલ ફંડમાં સારું રિટર્ન મળ્યું. જેથી નવા વર્ષે રોકાણ અને પ્લાનિંગ યોગ્ય રીતે કરી શકાય. વર્ષના અંતે અમે તમને એ સેવિંગ સ્કીમ અને વર્ષના પાંચ બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ વિશે માહિતી આપીશું જેમાં રોકાણ ફાયદાકારક રહ્યું છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

વર્ષ 2018માં પીપીએફને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. પીપીએફમાં રોકાણ કરવા પર ટેક્સમાં લાભ મળે છે, એટલે PPF લોકપ્રિય છે. તેના પર મળતું વ્યાજ પણ ટેક્સ ફ્રી છે, સાથે જ મેચ્યોરિટી પર પણ કોઈ વ્યાજ નથી આપવું પડતું. PPF ઉપરાંત ELSS (ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ્સ) અથવા NPS જેવા ઈક્વિટી પણ 35 વર્ષથી ઓછી ઉંમરના રોકાણકારોને ખૂબ પસંદ આવે છે

પોસ્ટ ઓફિસ મંથલી સેવિંગ સ્કીમ

પોસ્ટ ઓફિસ મંથલી સેવિંગ સ્કીમ

આ બચત યોજના એ લોકો માટે ઉપયોગી છે જે ઉચ્ચક રકમ રોકીને તેના વ્યાજમાં ગુજરાન ચલાવે છે. અથવા માસિક વ્યાજ મેળવવા ઈચ્છે છે. PMIS રિટાયર્ડ કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકોને આકર્ષિત કરે છે. PMIS ખાતામાં મેચ્યોરિટી પિરિયડ 5 વર્ષનો હોય છે. તમે આ સ્કીમમા 1500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા રોકી શકો છો. હાલ PMISમાં 8.4 ટકા વ્યાજ મળી રહે છે.

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)

સારા વળતર માટે NSC ચોક્કસ આવકવાળા વિકલ્પોમાં સૌથી બેસ્ટ છે. જો તમે સુરક્ષિત રોકાણની સાથે સાથે સારું વળતર ઈચ્છો છો તો NSCમાં રોકાણ બેસ્ટ ઉપાય છે. સરકારી કર્મચારીઓથી લઈને બિઝનેસમેન અને ટેક્સપેયર્સ આમાં રોકાણ કરી શકે છે. સૌથી ખાસ વાત છે કે NSCમાં રોકાણની કોઈ મર્યાદા નથી. તમે NSC ટાઈપ 1માં પાંચ વર્ષ સુધી જમા રકમ પર 8.5 ટકા વ્યાજ મેળવી શકો છો. તો ટાઈપ ટુમાં 10 વર્ષની જમા રકમ પર 8.8 ટકા વ્યાજની સાથે સાથે ટેક્સમાં છૂટ પણ મળે છે.

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ

આ સ્કીમ ખાસ કરીને સિનીયર સિટીઝન માટે ડિઝાઈન કરાઈ છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આ એક ઉત્તમ સેવિંગ સ્કીમ છે. તેમા 1000 રૂપિયાથી લઈ વધુમાં વધુ 15 લાખનું રોકાણ કરી શકાય છે. તેનો મેચ્યોરિટી પિરિયડ પાંચ વર્ષનો હોય છે. સૌથી આકર્ષક વાત એ છે કે તેમાં વાર્ષિક 9.3 ટકા વ્યાજ મળે છે. આ ઉપરાંત સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP પણ લોકપ્રિય છે. લાંબા ગાળાના ફાઈનાશ્યિલ ગોલ પૂરા કરવા માટે આ સારો ઓપ્શન છે.

5 બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ

5 બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ

2018ના બેસ્ટ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની પસંદગી સરળ છે. વર્ષ 2018માં ફક્ત 11 ઈક્વિટી ફંડમાં જ 10 ટકાથી વધુ વળતર મળ્યું છે. આ 11 સ્કીમમાંથી 5 ટેક્નોલોજી ફંડ છે. જ્યારે 3 ઈન્ટરનેશનલ ફંડ છે. જો તમે 2018ના બેસ્ટ રિટર્ન આપતા ઈક્વિટી ફંડની વાત કરીએ તો ટાટા ડિજિટલ ઈન્ડિયા ફંડ ટોપ પર છે. આ ફંડમાં 30.20 ટકા રિટર્ન મળ્યું હતું. તો 24.66 ટકા રિટર્ન સાથે ICICI પ્રો ટેક્નોલોજી ફંડ બીજા નંબરે રહ્યો. 23.18 ટકા રિટર્ન સાથે SBI ટેક્નોલોજી ઓપોર્ચ્યુનિટી ફંડ ત્રીજા નંબર પર રહ્યું. 18.9 ટકા રિટર્ન સાથે આદિત્ય બિરડા SL ડિજિટલ ઈન્ડિયા ફંડે 18.9 ટકા વળતર આપ્યું. ફ્રેન્કલીન ઈન્ડિયા ટેક્નોલોજી ફંડના વર્ષ 2018માં 17.40 ટકા રોકાણ સાથે ટોપ 5માં જગ્યા બનાવી હતી.

Year Ender 2018: જાણો 2018ની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ Year Ender 2018: જાણો 2018ની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ

English summary
year end special best saving schemes mutual funds of 2018
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X