National Help Line Number
+91-11-23978046
Toll Free No: 1075

Coronavirus FAQs After Lockdown

Oneindia
સામાન્ય પ્રશ્નો
  • શું મ્યૂકોરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસ કોવિડ સંક્રણ બાદનો પ્રભાવ છે?
   ના, આ ફંગલ સંક્રમણ લાંબા સમયથી અસ્તિત્વમાં છે, પરંતુ કોવિડ 19થી રિકવર થઈ ચૂકેલા કેટલાય લોકોમાં મળ્યા બાદ તે વધુ ચર્ચામાં આવી ગયો છે.
  • કોવિડ 19 સંબંધિત મ્યૂકોરમાઇકોસિસ (CAM) શું છે?
   CAM એક એવું સંક્રમણ છે જે ફંગસના એક વિશેષ સમૂહને કારણે થાય છે. કથિત રીતે આ ફંગલ ઈન્ફેક્શન રોગીઓને સ્ટેરૉયડ અને એન્ટીબાયોટિક દવાઓના અંધાધુંધ ઉપયોગ અને ઑક્સીજનની આપૂર્તિ માટે ઉપયોગ કરવામાં આવતા સંક્રમિત પાઈપ અને માસ્કના માધ્યમથી થાય છે.
  • મ્યૂકોરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસના લક્ષણ શું છે?
   નાક બંધ રહેવું, ચહેરામાં સોજો, સુન્નતા, ઝાખું અથવા બમણું દેખાવવું, આંખોથી પાણી જતુ રહેવું તેના સામાન્ય લક્ષણો જણાવવામાં આવ્યા છે પરંતુ આ દરેક કેસમાં અલગ અલગ હોય શકે છે.
  • બ્લેક ફંગસથી મુખ્યત્વે કયા અંગ સૌથી વધુ પ્રભાવિત થાય છે?
   આંખ અને મસ્તિષ્ક. જો સરખી રીતે ઈલાજ કરવામાં ના આવે તો રોશની જઈ શકે છે અથવા તો મૃત્યુ પણ થઈ શકે છે.
  • શું બ્લેક ફંગસનું સંક્રમણ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે?
   ના, ચિકિત્સા નિષ્ણાંતોને હજી સુધી એકેય એવો કેસ નથી મળ્યો જેમાં એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં બ્લેક ફંગસનું સંક્રમણ ફેલાયું હોય.
  • શું કોવિડ 19 પોઝિટિવ આવ્યા વિના મ્યૂકોરમાઇકોસિસ થઈ શકે છે?
   શક્ય છે. મ્યૂકોરમાઇકોસિસના કણ પ્રકૃતિમાં હાજર હોય છે અને માટી અને સડી રહેલી વનસ્પતીમાં મળી આવે છે.
  • કોઈ દર્દીમાં મ્યૂકોરમાઇકોસિસ હોય તે કઈ રીતે ઓળખી શકાય?
   તેની ઓળખ નાકની એંડોસ્કોપિક તપાસ, બાયોપ્સી અને કંટાસ્ટ ગૈડોલીનિયમ-એન્હાંસ્ડ એમઆરઆઈ જેવી માનક તપાસથી કરી શકાય છે.
  • શું માથું દુખવું, ધુંધલાપણું, ચેહરાના દ્દ બધા મામલા મ્યૂકોરમાઇકોસિસના હોય શકે છે?
   ના, જ્યાં સુધી ડૉક્ટર દ્વારા તેની ઓળખ ના થઈ શકે.
  • શું 18-44 વર્ષના લોકો સીધા જ રસીકરણ કેન્દ્રોએ જઈ કોવિડની રસી લગાવી શકે છે?
   હા પરંતુ માત્ર સરકારી રસીકરણ કેન્દ્ર પર જ, પ્રાઈવેટ કેન્દ્રો પર આ સુવિધા ઉપલબ્ધ નથી.
  • શું 18-44 વર્ષના લોકોએ રસીકરણ કેન્દ્ર પર રજિસ્ટ્રેશન કરાવું ફરજીયાત છે?
   રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આદેશ પર નિર્ભર કરે છે.
  • મ્યૂકોરમાઈકોસિસ અથવા તો બ્લેક ફંગસ શું છે?
   મ્યૂકોરમાઈકોસિસને બ્લેક ફંગસ પણ કહેવાય છે જે હાલમાં જ કોરોના પીડિત દર્દીઓ સામે આવ્યો છે.
  • શું મ્યૂકોરમાઈકોસિસનને મહામારી એક્ટ અંતર્ગત અધિસૂચિત કરવામાં આવ્યો છે?
   કેન્દ્ર સરકારે રાજ્યોને આ મહામારી એક્ટ અંતર્ગત અધિસૂચિત કરવા કહ્યું છે.
  • મ્યૂકોરમાઈકોસિસ મહામારી એક્ટ અંતર્ગત આવી જવાથી શું થશે?
   મ્યૂકોરમાઈકોસિસનો દરેક કેસ સ્વાસ્થ્ય મંત્રાલયને રિપોર્ટ કરવામાં આવશે અને તેનું ટેસ્ટિંગ તથા ઈલાજ માટે આઈસીએમઆર અને સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈનનું પાલન કરાશે.
  • એયરોસોલ દ્વારા કોરોનાવાયરસ કેટલી દૂરી સુધી ફેલાય શકે છે?
   નવા અધ્યયન મુજબ 10 મીટરની દૂરી સુધી જઈ શકે છે.
  • કોરોનાથી સુરક્ષા માટે નવા સુરક્ષા ઉપાય શું છે?
   માસ્ક, ફિજિકલ ડિસ્ટેન્સિંગ અને હાથોની સ્વચ્છતા ઉપરાંત ઘર અને ઑફિસમાં પર્યાપ્ત વેંટિલેશન પર જોર આપવામાં આવ્યું છે.
  • કોરોનાના નવા સ્ટ્રેન્સને ધ્યાનમાં રાખી કયું માસ્ક શ્રેષ્ઠ છે?
   એન-95 માસ્ક સારું છે. એકવારના ઉપયોગ માટે સર્જિકલ માસ્ક સારું છે. કપડાનું માસ્ક હોય તો એક સાથે બે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.
  • 2ડીજી શું છે?
   2ડીજી કે જેને ડિઑક્સી ડી-ગ્લૂકોજ પણ કહેવાય છે, જે કોવિડ સંક્રમણના ઈલાજ માટે શોધેલી નવી દવા છે.
  • 2ડીજી કોણે બનાવ્યું છે?
   2ડીજીને ભારતના ડીઆરડીઓ એટલે કે રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને ડેવલપ કરી છે અને ડૉક્ટર રેડ્ડી લેબ તેનું પ્રોડક્શન કરી રહી છે.
  • 2ડીજી કેવી રીતે કામ કરે છે?
   મુખ દ્વારા લેવામાં આવતી આ દવા કોવિડથી સંક્રમિત કોશિકાઓને ઑક્સીજન અને ગ્લૂકોજની સપ્લાઈને રોકી દે છે. જેનાથી વાયરસનો ગ્રોથ અટકી જાય છે અને દર્દી તેજીથી સાજો થાય છે.
  • કોવિડ 19 વિરુદ્ધ 2ડીજી દવા કેટલી પ્રભાવી છે?
   રિસર્ચમાં જાણવા મળ્યું કે દવા લીધા બાદ 42% દર્દીને 3 દિવસમાં ઑક્સીજન પરની નિર્ભરતા ખતમ થઈ ગઈ.
  • શું ડીઆરડીઓ તરફથી ડેવલપ 2ડીજી દવા કોવિડ19ના ઈલાજ તરીકે સામેલ કરવામાં આવી છે?
   હા, ડીસીજીઆઈએ તેના આપાતકાલીન ઉપયોગને મંજૂરી આપી દીધી છે.
  • ભારતમાં 2ડીજી દવાના એક પેકેટની કિંમત શું છે?
   હાલ ઓપન માર્કેટમાં આ દવા ઉપલબ્ધ નથી. મેડિકલ સ્ટોર્સ પર ઉપલબ્ધ થવાની સાથે જ તેની કિંમતનો ખુલાસો પણ થઈ શકશે.
  • મેડિકલ સ્ટોર્સમાં 2ડીજી દવા ક્યાં સુધી ઉપલબ્ધ થવાની સંભાવના છે?
   જૂન મહિનાના અંત સુધી આ દવા મળી શકે છે.
  • 2ડીજી દવાની ઉપલબ્ધતાનું શું સ્ટેટસ છે?
   અત્યારે તેના સીમિત ડોઝ જ ઉપલબ્ધ છે જે હોસ્પિટલમાં આપવામાં આવ્યા છે અને ઈલાજ કરતા ડૉક્ટર જ તેને દર્દીને આપવાનો નિર્ણય લઈ શકે છે.
  • શું ડૉક્ટરના પરામર્શ વિના ટડીજી દવા મેડિકલ સ્ટોરેથી ખરીદી શકાય છે?
   ના, 2ડીજી દવા માત્ર રજિસ્ટર્ડ ડૉક્ટરના પરામર્શના આધારે જ ખરીદી શકાય છે.
  • શું આઈસીએમઆરે કોવિડ 19ના સેલ્ફ ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી દીધી છે?
   હા, જેમને કોવિડ જેવા લણો છે અને કોવિડ સંક્રમિતોના સીધા સંપર્પમાં આવ્યા છે, તેઓ માયલેબ કંપનીની સેલ્ફ ટેસ્ટિંગ કિટ કોવિસેલ્ફથી પોતાનો ટેસ્ટ કરાવી શકે છે.
  • કોવિડ-19 ની રશિયન વેક્સિન સ્પૂતનિક વી ભારતમાં કેટલામાં મળશે?
   વાસ્તવીક કિંમત પ્રત્યેક ડોઝ દીઠ 948+ જીએસટી છે, ભારતમાં પ્રત્યેક ડોઝ 995.40 માં મળશે જેમાં જીએસટી પણ સામેલ છે
  • શું રેલવે યાત્રા દરમ્યાન માસ્ક પહેરવું ફરજીયાત છે?
   હા સમગ્ર યાત્રા દરમ્યાન યાત્રા દરમ્યાન તમારે ટ્રેનમાં માસ્ક પહેરીને જ રહેવું પડશે. ઉલ્લંઘન કરનારાઓ દંડના ભાગી થશે.
  • શું વેઈટિંગ લિસ્ટ ટિકિટ વાળા યાત્રીઓને યાત્રા કરવા દેવામાં આવશે?
   ના, માત્ર કન્ફર્મ ટિકિટ વાળા કોવિડ-લક્ષણ રહિત યાત્રીઓને જ ટ્રેનમાં યાત્રા કરવા દેવામાં આવશે
  • શું યાત્રા દરમ્યાન રેલવે તરફથી બિસ્તર અને ધાબડો આપવામાં આવશે?
   ના, કોવિડને ધ્યાનમાં રાખી આ સુવિધા અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે.
  • શું કોવિડની રસી ગર્ભવતિ મહિલાઓ માટે સુરક્ષિત છે?
   મહેરબાની કરી તમારા ડૉક્ટરની સલાહ લેવી
  • મારી ઉંમર 18થી 45 વર્ષની વચ્ચે છે. કોરોના રસીકરણ માટે હું ક્યારે રજિસ્ટ્રેશન કરાવી શકું છું?
   તમે 28 એપ્રિલે સાંજે 4 વાગ્યેથી https://www.cowin.gov.in પર લૉગઈન કરી રજિસ્ટર કરી શકો છો.
  • એક આઈડી/લૉહઈનમાં કેટલા લોકોનું રજિસ્ટ્રેશન કરી શકાય છે?
   પહેલા તબક્કાની વિપરીત, આ વખતે એક વ્યક્તિ અન્ય ચાર વ્યક્તિઓ માટે રજિસ્ટર ના કરી શકે. એક આઈડી પર માત્ર એકવાર જ રજિસ્ટ્રેશન શક્ય છે.
  • શું 18-45 વર્ષ ઉંમર વર્ગના લોકોને પણ ફ્રીમાં રસી આપવામાં આવશે?
   આ વિવિધ રાજ્ય સરકારો પર આધારિત છે.
  • જો હું કોઈ પ્રાઈવેટ હોસ્પિટલમાં રસી લગાવવા માંગું છું તો મારે કેટલો ચાર્જ ચૂકવવો પડશે?
   પ્રાઈવેટ હોસ્પિટલોને કોવિશીલ્ડની એક ડોઝ 600 રૂપિયામાં અને કોવેક્સિન 1200 રૂપિયામાં મળશે. લોકોને આ કેટલામાં મળશે તે હોસ્પિટલ નિશ્ચિત કરશે.
  • જો હું વેક્સીન માટે ચૂકવણી કરી રહ્યો છું તો શું હું વેક્સીન પસંદ કરી શકું છું?
   હા પરંતુ આ વેક્સીનના સ્ટોક પર નિર્ભર કરે છે.
  • જો હું પહેલેથી કોઈ દવા લઈ રહ્યો છું તો શું હું વેક્સીન લઈ શકું છું?
   તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
  • શું એક મહિલા માસિક ધર્મ સમયે આ રસી લઈ શકે છે?
   હા
  • શું આ રસી સ્તનપાન કરાવતી માતાઓને આપી શકાય છે?
   સ્તનપાન કરાવતી મહિલાઓ પર આ રસીનું જોખમ જણાયું નથી.
  • શું 18-45 વર્ષના લોકોને ઘરે રસી આપવામાં આવી શકે છે?
   ના
  • શું વેક્સીનના બે ડોઝ એક જ રસીકરણ કેન્દ્ર પર લેવા ફરજીયાત છે?
   ના
  • શું હું 1લી મેએ આ રસી લઈ શકું છું?
   બહુ ઓછી સંભાવના છે. અનેક રાજ્યોને રસીનો સ્ટૉક 20 મે સુધી મળી શકશે.
  • કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને ઉપલબ્ધ કરાવવામાં આવેલ કોરોના રસી 18-45 વર્ષના લોકોને આપી શકાય છે?
   ના, કેન્દ્ર દ્વારા ફળવાયેલી રસી માત્ર 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે જ છે
  • સીરમ ઈન્સ્ટીટ્યૂટે કોવિશીલ્ડની નવી કિંમતની ઘોષણા કેમ કરી?
   1 મેથી સરકારે 18 વર્ષથી વધુ ઉંમર માટે તમામ ભારતીયો માટે રસીકરણની ઘોષણા કરી છે. જેનો મતલબ છે કે 50 ટકા રસી ખુલ્લા બજારમાં વેચવામાં આવશે.
  • નવી નીતિ અંતર્ગત કોવિશીલ્ડની કિંમત શું છે?
   રાજ્ય સરકાર આ રસીને પ્રતિ શૉટ 300 રૂપિયામાં ખરીદી શકશે જ્યારે ખાનગી હોસ્પિટલ 600 રૂપિયા પ્રતિ શૉટની ચૂકવણી કરશે. જેનો મતલબ કે રાજ્યોએ એક વ્યક્તિને વેક્સીન ખરીદવા માટે 600 રૂપિયા આપવા પડશે અને ખાનગી હોસ્પિટલ 1200 રૂપિયા ચૂકવશે.
  • 1 મે બાદ રસી લગાવવા માટે કોણે ચૂકવણી કરવી પડશે?
   જેમની ઉંમર 18 વર્ષથી 44 વર્ષની છે તેમણે કિંમત ચૂકવવી પડશે. 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કેન્દ્ર સરકારે રસી નિઃશુલ્ક પ્રદાન કરે છે.
  • રાજ્ય સરકાર અને પ્રાઈવેટ હોસ્પિટલે જેટલામાં રસી ખરીદી છે મારે તેટલી જ કિંમત ચૂકવવી પડશે?
   કેટલો ચાર્જ કરવો અને કોનું રસીકરણ કરવું તે રાજ્ય નક્કી કરશે. પ્રાઈવેટ હોસ્પિટલ રસીકરણ શુલ્ક જોડી શકે છે અને તેની લાગત વધારી શકે છે.
  • શું ફાર્મસીથી મને રસી મળી શકે છે?
   ના
  • શું મને મેના પહેલા અઠવાડિયામાં કોવિશીલ્ડની રસી મળી શકે છે?
   આ રસી ખાનગી હોસ્પિટલમાં મેના ત્રીજા અઠવાડિયા સુધી ઉપલબ્ધ થઈ જશે.
  • શું કોરોનાની રસી લગાવવા માટે હું યોગ્ય છું?
   હા, જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોય તો તમે 1 મેથી કોવિડની રસી લગાવી શકો છો.
  • કઈ વેક્સીન તાત્કાલિક ઉપલબ્ધ છે?
   કેવૈક્સીન અને કોવિશીલ્ડ
  • શું સ્પૂતનિક વી વેક્સીન ઉપલબ્ધ છે?
   Sputnik Vના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે પરંતુ આ વેક્સીન ક્યારથી ઉપલબ્ધ થશે તે અંગે સરકાર બહુ જલદી ઘોષણા કરશે.
  • શું કેન્દ્ર સરકારે કોવિડ 19ની રસી આપવામાં આવે તેવાં હોસ્પિટલની યાદી જાહેર કરી છે?
   સરકાર આગામી દિવસોમાં તેની ઘોષણા કરશે.
  • ભારતમાં કોરોના સામે ઉપયોગમાં લેવાતી કેટલી વેક્સીનને મંજૂરી મળી છે?
   3. ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ, જેને ભારતમની સીરમ ઈન્સ્ટીટ્યૂટ બનાવી રહી છે. ભારત બાયોટેકની કોવાક્સિન અને ત્રીજી રશિયાની સ્પૂતનિક વી.
  • શું ભારતમાં સ્પુતનિક વી વેક્સીનને મંજૂરી મળી ગઈ છે?
   હા
  • ભારતમાં રશિયાની સ્પૂતનિક વીના ઉપયોગને કોણે મંજૂરી આપી?
   ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા
  • સ્પૂતનિક વી રસી ક્યાં વિકસિત કરાઈ?
   આ રસીને ગેમાલિયા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજી, મોસ્કોએ વિકસિત કરી છે.
  • ભારતમાં સ્પૂતનિક વીનું મેન્યુફેક્ચરિંગ ક્યાં થશે?
   ઉત્પાદન માટે ભારતીય ફાર્મા દિગ્ગજ ડૉ રેડ્ડીઝ લેબ સાથે કરાર કર્યો છે.
  • રશિયન વેક્સીન સ્પૂતનિક વીને સ્ટોર કરવા માટે આદર્શ તાપમાન કયું છે?
   આ વેક્સીન 2-8 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોર કરવી જરૂરી છે.
  • શું સ્પૂતનિક વેક્સીન સ્ટોર કરવા માટે કોલ્ડ-ચેન વિકસિત કરવાની જરૂરત છે?
   ના, એક સામાન્ય રેફ્રિજરેટરમાં 2-8 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોર કરી શકાય છે.
  • સ્પૂતનિક વી વેક્સીનના કેટલા ડોઝ લેવા જરૂરી છે?
   1 દિવસના અંતરાલમાં 2 ડોઝ લેવા જરૂરી છે.
  • રશિયાની વેક્સીન સ્પૂતનિક વી કેટલી પ્રભાવિ છે?
   પરીક્ષણમાં 91.5 ટકા પ્રભાવી જણાઈ
  • શું સ્પૂતનિક વેક્સીનની એકેય સાઈડ ઈફેક્ટ છે?
   રશિયન સમાચાર એજન્સીએ દાવો કર્યો કે માત્ર 0.1 ટકા મામલામાં સાઈડ ઈફેક્ટ્સની સૂચના આપવામાં આવી છે.
  • ભારતમાં સ્પૂતનિક વીના એક ડોઝની કિંમત કેટલી છે?
   ભારત માટે સત્તાવાર રીતે ઘોષણા કરાઈ નથી, પરંતુ દુનિયામાં તેની કિંમત 10 ડૉલર છે.
  • શું કર્ણાટકમાં જીમ ખુલ્લાં છે?
   હા, માત્ર 50 ટકા કેપેસિટી સાથે
  • શું કર્ણાટકમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ચાલુ છે?
   હા પરંતુ સીમિત સિટીંગ કેપેસિટી સાથે
  • શું કર્ણાટકમાં શાળાઓ ખુલી છે?
   6 થી 9 ના વર્ગો સ્થગિત કરાયા છે. 10, 11 અને 12 ના વર્ગો હાલના મોડમાં ચાલુ રાખી શકે છે. વ્યક્તિગત હાજરી ફરજિયાત નથી.
  • શું મૂવી થિયેટર ખુલ્લાં છે?
   હા, 50 ટકા સિટીંગ કેપેસિટી સાથે
  • શું ધાર્મિક મેળાવડાંને મંજૂરી છે?
   ના, પરંતુ તમે મંદીરની મુલાકાત લઈ શકો
  • શું જાહેર સભાઓને મંજૂરી છે?
   ના
  • શું બાર, પબ્સ અને રેસ્ટોરાં ખુલ્લાં છે?
   હા, 50 ટકા કેપેસિટી સાથે
  • કયાં રાજ્યોમાં કોવિડ ટેસ્ટ ફરજીયાત છે?
   મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન,પશ્ચિમ બંગાળ, ગુજરાત, મધ્ય પ્રદેશ, કેરળ, આસામ, મેઘાલય, મિઝોરમ, ઓરિસ્સા, ત્રિપુરા, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને નિકોબાર દ્વીપ સમૂહ
  • શું મધ્ય પ્રદેશમાં સાત દિવસીય ક્વોરેન્ટાઈન ફરજીયાત છે?
   હા, મહારાષ્ટ્રથી આવતા તમામ યાત્રીઓ માટે સાત દિવસીય ક્વોરેન્ટાઈન ફરજીયાત કરવામાં આવ્યું છે. ભોપાલ અને ઈન્દોરમાં રાતના 10 વાગ્યેથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે.
  • શું તમિલનાડુમાં ઈ પાસ ફરજીયાત છે?
   તમિલનાડુએ વિદેશી અને કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને પાડોસી પોંડીચેરીના ઘરેલૂ યાત્રીઓને છોડી આને ફરજીયાત કરી દીધું છે જો કે આ રાજ્યોના લોકોના પ્રવેશ પાસે પ્રવેશ માટે ઈ પાસ હોવો ફરજીયાત છે.
  • શું ગુજરાત માટે કોવિડ ટેસ્ટ ફરજીયાત છે?
   ગુજરાતમાં અન્ય રાજ્યોથી આવતા લોકો માટે નેગેટિવ કોવિડ 19 આરટીપીસીઆર પરિક્ષણ રિપોર્ટ ફરજીયાત છે. અગાઉ માત્ર પાડોસી રાજ્ય મહારાષ્ટ્રથી આવતા લોકો માટે જ જરૂરી હતું.
  • શું બેંગ્લોરમાં પ્રવેશ કરવા માટે કોવિડ નેગેટિવ આરટી પીસીઆર પરીક્ષણ રિપોર્ટ ફરજીયાત છે?
   હા, જો તમે 1 એપ્રિલ કે તે બાદ કર્ણાટક રાજ્યની રાજધાની બેંગ્લોરની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો તમારો નેગેટિવ RT-PCR કોવિડ 19 પરીક્ષણ રિપોર્ટ લઈ જવો ભૂલતા નહિ. અગાઉ માત્ર મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ રાજ્યોથી કર્ણાટકમાં પ્રવેશ કરનારા લોકોને જ કોવિડ 19 નેગેટિવ પરીક્ષણ રિપોર્ટ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું.
  • સ્થાનિક યાત્રીઓ માટે કોઈ પ્રતિબંધ ના હોય તેવાં રાજ્યો
   ગોવા, બિહાર, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા અને ઝારખંડ.
  • લદ્દાખ જવા માટે કોવિડ ટેસ્ટ ફરજીયાત છે?
   લદ્દાખ પહોંચનારા તમામ યાત્રીઓ માટે આગમન પર નેગેટિવ કોવિડ 19 રિપોર્ટ (72 કલાકથી વધુ જૂનો ના હોવો જોઈએ) જરૂરી છે.
  • દિલ્હીમાં પ્રવેશ કરવા માટે કોવિડ ટેસ્ટ ફરજીયાત છે?
   કોવિડ 19 પરીક્ષણની આવશ્યકતા નથી. જો કે આગમન પર તમામ યાત્રીઓ માટે થર્મલ સ્ક્રીનિંગ કરાશે.
  • શું અન્ય રાજ્યોથી ગુજરાતમાં આવતા લોકો માટે આરટી-પીસીઆર નકારાત્મક અહેવાલ ફરજિયાત છે?
   હા, 1 એપ્રિલથી અન્ય રાજ્યોથી ગુજરાતમાં આવતા લોકો માટે આરટી-પીસીઆર નકારાત્મક અહેવાલ ફરજિયાત છે.
  • શું મહારાષ્ટ્રમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે?
   હા, 28 માર્ચ, 2021 થી સમગ્ર રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લાગુ થશે.
  • મહારાષ્ટ્રમાં રાતના કર્ફ્યુ કયા સમયથી રહેશે?
   રાત્રે 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી.
  • શું મહારાષ્ટ્રમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન શોપિંગ મોલ ખુલ્લા રહેશે?
   નહી, રાજ્યભરમાં શોપિંગ મોલ રાત્રિના 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી બંધ રહેશે
  • શું મહારાષ્ટ્રમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન વાહનો ચલાવવાની પરવાનગી હશે?
   હા, વાહનો ચલાવવાની પરવાનગી છે પરંતુ એક જગ્યાએ પાંચથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે
  • શું મહારાષ્ટ્રમાં ફરિથી લોકડાઉન થશે?
   હજુ સુધી કોઇ અધિકારીક સુચના અપાઇ નથી.
  • શું રાજ્યોને નવેસરથી લૉકડાઉન લગાવવાની મંજૂરી આપવામાં આવી?
   રાજ્ય અને સંઘ શાસિત પ્રદેશ સ્થિતિના આંકલનના આધારે જિલ્લા/ઉપ-જિલ્લા અને શહેર/ વોર્ડ સ્તરે સ્થાનિક પ્રતિબંધો લગાવી શકે છે.
  • શું આંતરરાજ્ય અને રાજ્યની અંદર યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો?
   આંતરરાજ્ય અને રાજ્યની અંદર વ્યક્તિઓ અને સામાનની અવરજવર પર કોઈ પ્રતિબંધ નથી.
  • શું આંતરરાજ્ય અને રાજ્યની અંદર યાત્રા કરવા માટે મારે ઈ-પાસની વિશેષ મંજૂરી લેવી પડશે?
   આવા પ્રકારના અવરજવર માટે અલગથી મંજૂરી/ઈ- પરમિટની જરૂરત નથી.
  • શું કર્ણાટકમાં આંતરરાજ્ય યાત્રાની મંજૂરી છે?
   હા પરંતુ 1 એપ્રિલથી, તમારે બેંગ્લોરથી કોઈ અન્ય રાજ્યમાં પ્રવેશ કરવા માટે આરેટી પીસીઆર નેગેટિવ રિપોર્ટ દેખાડવો ફરજીયાત છે.
  • શું આંતરરાષ્ટ્રીય ઉડાણો પર પ્રતિબંધ છે?
   આંતરરાષ્ટ્રીય ઉડાણો પરના પ્રતિબંધને 30 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવ્યો છે. જો કે મામલાના આધારે સક્ષમ પ્રાધિકારી દ્વારા પસંદિત માર્ગ પર આંતરરાષ્ટ્રીય અનૂસૂચિત ઉડાણોને મંજૂરી આપવામાં આવી શકે છે.
  • શું બેંગ્લોરમાં માસ્ક/ ફેસ કવર ફરજીયાત છે?
   હા, માસ્ક ના પહેરવા પર અને સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન ના કરવા પર 250 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.
  • શું કોવિડ 19 રસી લેવા માટે હું યોગ્ય છું?જો તમારી ઉંમર 45 વર્ષ અને તેનાથી વધુ હોય તો.
   હા જો તમારી ઉંમર 45 વર્ષ કે તેનાથી વધુ હોય તો.
  • શું કોવિડ 19ની બીજી લહેરને ધ્યાનમાં રાખી સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાન બંધ છે?
   રાજ્યના આદેશને આધીન. કેટલાક રાજ્યોએ કેમ્પસ ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કર્યો છે.
  • શું લૉકડાઉન ફરી લગાવાયું છે?
   નાગપુરમાં 15થી 21 માર્ચ દરમ્યાન
  • શું નાગપુરમાં સરકારી કાર્યાલય બંધ રહેશે?
   સરકારી કાર્યાલય 25 ટકા ક્ષમતા સાથે ખુલશે.
  • શું મહારાષ્ટ્રમાં રાત્રી કર્ફ્યૂ લગાવવમાં આવ્યું છે?
   પુણેમાં રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જ્યારે નાસિકમાં સાંજ 7થી સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.
  • શું પુણે અને નાસિકમાં હોટલ, બાર અને મૉલ બંધ રહેશે?
   હા, પુણેમાં રાતે 10 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે
  • શું પુણે અને નાસિકમાં સ્કૂલો બંધ છે?
   સ્કૂલ અને કોલેજ 31 માર્ચ સુધી બંધ રહેશે.
  • શું ઉત્તરાખંડમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું છે?
   મસૂરીના ગૈલવે કોલેજ ક્ષેત્ર અને સેંટ જ્યોર્જ સ્કૂલ, બાર્લો ગંજ ક્ષેત્રમાં પૂર્ણ લોકડાઉન છે. આગલી ઘોષણા સુધી તમામ દુકાનો અને કાર્યાલયો બંધ રહેશે અને એક પરિવારના માત્ર એક વ્યક્તિને જ જરૂરી વસ્તુઓ ખરીદવા માટે બહાર જવાની મંજૂરી મળશે.
  • શું પંજાબમાં રાતે કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે?
   પટિયાલા, લુધિયાણા, મોહાલી અને ફતેહગઢ સાહિબમાં રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે.
  • શું મધ્ય પ્રદેશમાં એક રાતનું કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે?
   ઈન્દોર અને ભોપાલમાં 17 માર્ચથી રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા વચ્ચે રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે.
  • શું મધ્ય પ્રદેશમાં વ્યવસાયિક પ્રતિષ્ઠાન ખુલશે?
   રાતના કર્ફ્યૂ દરમ્યાન નહિ ખુલે. જજબલપુર અને ગ્વાલિયરમાં વ્યવસાયિક પ્રતિષ્ઠાનો રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુદી ખોલવાની મંજૂરી નહિ હોય. ભોપાલ, ઈન્દોર જબલપુર, ગ્વાલિયર, ખરગોન, ઉજ્જૈન, રતલામ, છિંદવાડા બુરહાનપુર અને બૈતૂલમાં હોળી અને રંગ પંચમી પર જુલૂસ કાઢવાની મંજૂરી નહિ હોય.
  • શું ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ લાવવામાં આવ્યું છે?
   જી હાં, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 17 માર્ચથી રાતે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા વચ્ચે.
  • કોવિડ -19 રસીકરણનો બીજો તબક્કો ક્યારે શરૂ થશે?
   1, માર્ચ 2021
  • રસીકરણના બીજા તબક્કામાં કોણ પાત્ર છે?
   જેની ઉંમર 60 વર્ષથી ઉપર છે અથવા 45 વર્ષથી ઉપરની વ્યક્તિને જે એક થી વધુ રોગથી પીડાય છે
  • 45 વર્ષથી ઉપરની ઉમરના લોકો માટે કઇ કઈ કોમોરબિડીસ સામેલ છે
   પાછલા વર્ષોમાં હાર્ટ ફેલ બદલ હોસ્પિટલમાં દાખલ થતા, મધ્યમ અથવા ગંભીર વાલ્વુરલ હાર્ટ રોગ, કોરોનરી ધમની રોગ, સીટી / એમઆરઆઈ ડોક્યુમેન્ટેડ સ્ટ્રોક, 10 વર્ષથી વધુ કોમ્પલીકેશન સાથે ડાયાબિટીસ, હાયપરટેન્શન, હેમોડાયલિસિસ પર અંતિમ તબક્કો કિડની રોગ, કોઈપણ પ્રકારનુ કેન્સર અથવા જે 2000 પછી જેની ખબર પડી હોય. કોઈપણ પ્રકારના કેન્સરની થેરેપી.
  • હું રસીકરણ માટે કેવી રીતે નોંધણી કરું?
   તમે Co-Win 2.0 પોર્ટલ ડાઉનલોડ કરી શકો છો અથવા 28 ફેબ્રુઆરી પછી આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા નોંધણી કરાવી શકો છો, સરકાર હાલમાં Co-Win 1.0 થી Co-Win 2.0 પર અપડેટ કરી રહી છે.
  • સરકારી હોસ્પિટલમાં રસી લગાવવાનો કેટલો ખર્ચ થશે?
   કોવિડ રસી સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે આપવામાં આવશે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તેની ચુકવણી કરવી પડશે.
  • ખાનગી હોસ્પિટલમાં રસીનો કેટલો ખર્ચ થશે?
   ખાનગી હોસ્પિટલો રસીના ડોઝ દીઠ 250 રૂપિયા ચાર્જ કરી શકે છે
  • ખાનગી હોસ્પિટલો રસીના ડોઝ દીઠ 250 રૂપિયા ચાર્જ કરી શકે છે
   હું ખાનગી હોસ્પિટલોની સૂચિ ક્યાંથી મેળવી શકું?
  • હું ખાનગી હોસ્પિટલોની સૂચિ ક્યાંથી મેળવી શકું?
   આ તમામ ખાનગી હોસ્પિટલોની સૂચિ આરોગ્ય મંત્રાલય અને નેશનલ હેલ્થ ઓથોરીટીની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.
  • શું લોકોને રસીનો વિકલ્પ આપવામાં આવશે?
   સરકાર તરફથી હજી આ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.
  • આંતરરાષ્ટ્રીય યાત્રા સંબંધી FAQ કોને લાગૂ પડે છે?
   બ્રિટેન, યુરોપ અને મધ્ય પૂર્વના લોકો સિવાયાના ભારત આવતા તમામ આંતરરાષ્ટ્રીય યાત્રીઓને.
  • શું વિદેશ યાત્રા શરૂ કરતા પહેલાં મારે સ્વ-ઘોષણા પત્ર જમા કરાવવું પડશે?
   હા, એક સ્વ ઘોષણા પત્ર ઓનલાઈન એર સુવિધા પોર્ટલ- www.nedelhiairport પર નિર્ધારિત સમય પહેલાં જમા કરાવવું પડશે.
  • શું મારે એક પ્રમાણપત્ર જમા કરાવવું પડશે?
   હા, એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ કોવિડ 19 આરટી પીસીઆર રિપોર્ટ સબમિટ કરવો
  • ભારતની યાત્રા કરતા પહેલાં મારે ક્યારે ટેસ્ટ કરાવવો પડશે?
   યાત્રાના 72 કલાક પહેલાં પરીક્ષણ કરવું જોઈએ.
  • જો મારે ઈમરજન્સી યાત્રા કરવી પડે તો શું થશે?
   નેગેટિવ રિપોર્ટ વિનાભારતમાં આગમન માટે માત્ર એવા લોકોને જ મંજૂરી આપવામાં આવશે જે પરિવારમાં મૃત્યુ માટે યાત્રા કરી રહ્યા છે. આવા મામલામાં તમારે બોર્ડિંગના 72 કલાક પહેલાં એર સુવિધા પોર્ટલ પર છૂટ માટે અરજી કરવી પડશે.
  • જો શું સમુદ્ર કે બંદર પર ઉતરી રહ્યો હોવ તો શું થશે?
   એરલાઈન યાત્રા માટે એ નિયમો લાગૂ રહેશે.
  • જો હું કોવિડ 19 માટે આરટી પીસીઆરનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરું છું પરંતુ હું સિમ્પટોમૈટિક છું તો મને હવાઈ યાત્રા કરવાની મંજૂરી મળશે?
   ના, ઉડાણ પર બોર્ડિંગ માટે લક્ષણ રહિત યાત્રીઓને જ મંજૂરી રહેશે.
  • જો કે કોવિડ 19 નકારાત્મક રિપોર્ટ વિના ભારતમાં લેન્ડ કરે તો શું થશે?
   ઈમરજન્સી સ્થિતિમાં કોવિડ19 નેગેટિવ રિપોર્ટ વિના સફર કરનાર યાત્રીઓનું એરપોર્ટ પર ફરજીયાત રૂપે પરીક્ષણ કરાશે.
  • ભારતમાં લેન્ડ કરવા પર જો રોગના લક્ષણો જોવા મળે તો શું થશે?
   લક્ષણ વાળા તમામ યાત્રીઓને એક નિર્દિષ્ટ ચિકિત્સા કેન્દ્રમાં લઈ જવામાં આવશે.
  • જો મારે અન્ય ભારતીય શહેરો માટે કનેક્ટિંગ/ ટ્રાંજિટ ફ્લાઈટ લેવાની જરૂરત હોય તો શું થશે?
   કોવિડ 19 નેગેટિવ રિપોર્ટ વાળા લોકો T પ્રમાણપત્ર સાથે આગળ જઈ શકે છે. ઈમરજન્સીની આપાતકાલીન અને નેગેટિવ રિપોર્ટ વિનાના યાત્રીઓને પરીક્ષણ બાદ આગળ જવા માટે નેગેટિવ રિપોર્ટ પ્રાપ્ત કરવો ફરજીયાત છે.
  • એરપોર્ટ પર કોવિડ 19 પરીક્ષણ માટેની ચૂકવણી કોણ કરશે?
   એરપોર્ટ પર કોવિડ 19 ટેસ્ટનો ખર્ચો યાત્રીએ ઉઠાવવો પડે છે
  • શું ભારતમાં આંતર-રાજ્ય યાત્રા માટે કોઈ પ્રતિબંધ છે?
   ના, પરંતુ કેરળથી કર્ણાટકની યાત્રા કરનારાઓએ કોવિડ 19 રિપોર્ટ દેખાડવો જરૂરી છે.
  • શું મહારાષ્ટ્રમાં લૉકડાઉન લંબાવાયુ છે?
   હા, મહારાષ્ટ્ર સરકારે 28 ફેબ્રુઆરી સુધી લૉકડાઉન લંબાવ્યુ છે.
  • મહારાષ્ટ્રમાં લૉકડાઉનના આ તબક્કા હેઠળ કઈ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે?
   રાજ્ય સરકાર દ્વારા સમયે સમયે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાઓને આધીન તમામ પ્રવૃત્તિઓને મંજૂરી છે.
  • લોકો અને માલસામનની આંતર રાજ્ય અને આંતરિક રાજ્ય પરિવહન પર પ્રતિબંધ છે?
   ના, અમુક કન્ટેનમેન્ટ ઝોન સિવાય પ્રતિબંધો નથી
  • કન્ટેનમેન્ટ જોનના પ્રોવિઝનનો નિર્ણય કોણ લેશે?
   રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો
  • આંતર કે આંતરિક રાજ્ય પ્રવાસ માટે ઈ પરમિટ કે સ્પેશિયલ પરમિશનની જરૂરત પડશે?
   રાજ્યો અને કેન્દ્ર શાસિત યાદવ આધારિત સ્પેશિયલ પરમિશન અથવા ઈ પરમિટની જરૂર જણાશે.
  • શું સામાજિક, ધાર્મિક, સ્પોર્ટ્સ, એન્ટરટેઈનમેન્ટ, એજ્યુકેશનલ, કલ્ચરલ ગેધરિંગની મંજૂરી મળશે?
   હા, હૉલ કેપિસિટીના 50 ટકા, બંધ રૂમમાં 200 વ્યક્તિની મર્યાદા સાથે.
  • સિનેમા હોલમાં કઈ કેપિસિટી મંજૂર છે?
   50 ટકા દર્શકોને આવવા દેવાની મંજૂરી છે. વધુ માટે કેન્દ્રીય ઈન્ફોર્મેશન મંત્રાલય અલગથી ગાઈડલાઈન જાહેર કરશે.
  • સ્પિમિંગ પૂલની મંજૂરી છે?
   અગાઉ માત્ર સ્પોર્ટ્સ પર્સન માટે જ મંજૂરી હતી. રિવાઈઝ્ડ એસઓપી પ્રમાણે હવે બધાને મંજૂરી મળશે.
  • એક્ઝિબિશન હોલ ખોલવાની મંજૂરી છે?
   અગાઉ માત્ર બીઆરબી એક્ઝિબિશન હોલને મંજૂરી હતી. હવે બદા જ એક્ઝિબિશન હોલને મંજૂરી આપવાની ગાઈડલાઈન જાહેર કરાશે.
  • શું કોવિડ -19 નિષેધ પ્રથા લાગુ કરવામાં આવશે?
   હા, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ ફેસ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું હાથ ધોવું અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપતું રહેવું.
  • માસ્ક પહેરવું ફરજીયાત છે?
   હા, જાહેર સ્થળોએ કામના સ્થળો અને પ્રવાસ કરતી વખતે માસ્ક પહેરવું ફરજીયાત છે,
  • શું જાહેરમાં થુકવું દંડનીય છે?
   હા, નિયમનો ભંગ કરનારને રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશના નિયમો પ્રમાણે દંડ ફટકારવામાં આવશે.
  • શું આરોગ્ય સેતુ એપનો ઉપયોગ ફરજીયાત છે?
   આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ પ્રોત્સાહિત કરવામાં આવશે.
  • શું આંતરરાષ્ટ્રીય એર ટ્રાવેલને મંજૂરી આપવામાં આવે છે?
   આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીની શરૂઆત માટે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય ગૃહ મંત્રાલય સાથે કન્સ્યુલેશનમાં નિર્ણય લેશે
  • ડોઝ કેટલો હોવો જોઈએ?
   28 દિવસના સમયગાળામાં વેક્સીનના 2 ડોઝ લેવા પડશે. બીજા ડોઝના 2 અઠવાડિયાં બાદ સામાન્ય રીતે એન્ટીબોડીનું સુરક્ષિત સ્તર વિકસિત થઈ જશે.
  • શું કોવિડડ 19 વેક્સીન લાંબા સમય સુધી સુરક્ષા આપશે?
   કોરોના વેક્સીન લાંબા સમય સુધી સુરક્ષા આપશે કે નહિ તે જણાવવું ઉતાવળું પગલું હશે. જો કે ઉપલબ્ધ આંકડાઓ જણાવે છે કે મોટાભાગના લોકો કોવિડ 19થી ઠીક થઈ જાય ચે તેમનામાં એવી ઈમ્યૂન સિસ્ટમ વિકસિત થઈ જાય છે જે અમુક સમય સુધી બીજીવાર સંક્રમણથી સુરક્ષા પ્રદાન કરે છે.
  • શું કોવિડ વેક્સીન લગાવ્યા બાદ પણ કોવિડ-19થી સંક્રમિત થઈ શકો છો?
   ધ્યાન રાખવું જોઈએ કે વેક્સીનને ઈમ્યૂનિટી બનાવવામાં સમય લાગે છે. કોઈ વ્યક્તિ જો વાયરસના સંપર્કમાં આવી ચૂક્યો હોય તો વેક્સીન બીમારીના લક્ષણ વિકસિત થતાં રોકી શકે છે. પરંતુ શું આ વેક્સીન ઈન્ફેક્શન રોકી દે છે અને આવા પ્રકારની બીમારીઓને બીજા સુધી સંક્રમિત થતાં રોકે છે- તેમાં ઘણો તફાવત છે. લોકો રસી લાગ્યાના ઠીક પહેલાં કે ઠીક બાદ કોરોના વાયરસના સંપર્કમા આવી શકે છે અને ત્યારે તેમના શરીરને ઈમ્યુન વિકસિત કરવાનો સમય નહિ રહે. જેનો મતલબ એ શક્ય છે કે કોઈ વ્યક્તિ વેક્સીન લગાવ્યાના તરત પહેલાં અથવા તરત બાદમાં વાયરસના સંપર્કમાં આવી કોવિડ-19થી સંક્રમિત થઈ શકે છે અને બીમાર પણ પડી શકે છે.
  • શું આપણે કોવિડ-19 રસીના ડોઝને મેળવી/બદલી શકીએ છીએ?
   ના, ગાઈડલાઈન્સ મુજબ એક વયસ્કને એક જ કોવિડ વેક્સીનના આખા બે ડોઝ આપવામાં આવશે. અસામાન્ય કેસમાં ડૉક્ટર નક્કી કરશે.
  • આ કોવિડ વેક્સીન કેટલી વયના વર્ગ માટે છે?
   હજુ સુધી સરકાર 14 વર્ષથી ઉપરના બધા લોકો માટે આનુ સૂચન આપ્યુ છે.
  • કોવિડ વેક્સીન માટે ક્યાં અને કેવી રીતે રજિસ્ટર કરવાનુ છે?
   કોવિડ વેક્સીન ઈન્ટેલીજન્સ નેટવર્ક(Co-WIN)સિસ્ટમ- એક ડિજિટલ પ્લેટફોર્મ છે - જેનો ઉપયોગ વાસ્તવિક સમયના આધારે વેક્સીનેશન અને કોરોના વાયરસ વેક્સીન માટે સૂચિબદ્ધ લાભાર્થીઓને ટ્રેક કરવા માટે કરવામાં આવશે. કેવી રીતે રજિસ્ટર કરવાનુ છેઃ વેક્સીન માટે રજિસ્ટર કરતી વખતે તમારે પેન કાર્ડ, પેંશન કાર્ડ, પાસપોર્ટ, મતદાતા ઓળખ પત્ર, મનરેગા જૉબ કાર્ડ કે ડ્રાઈવિંગ લાયસન્સ જેવા ઓળખ પત્રની જરૂર પડશે. માત્ર આ જ પ્રમાણ તેના માટે માન્ય હશે. તમારા રાજ્યના સ્થાનિક નિગમ જલ્દી ઑનલાઈન રજિસ્ટ્રેશન સુવિધા શરૂ કરશે. ત્યાં સુધી તમારે ધીરજ રાખવાની જરૂર છે. ઑનલાઈન રજિસ્ટ્રેશન બાદ તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક એસએમએસ મળશે. આમાં વેક્સીનની તારીખ, સ્થળ અને સમય બતાવવામાં આવશે.
  • શું કો-વિન(Co-WIN)એપને કોઈ પણ ડાઉનલોડ અને ઉપયોગ કરી શકે છે?
   ગૂગલ પ્લે સ્ટોરથી કોઈ પણ એપને હમણાં ડાઉનલોડ કરવાનુ ટાળો કારણકે અધિકૃત એપ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, તેમછતાં પણ પ્લે સ્ટોર પર ઘણી એપ્સ છે જેને CoWIN કહેવામાં આવે છે. એપ હજુ ઉત્પાદન-પૂર્વ અવસ્થામાં છે અને ગૂગલ પ્લે અથવા એપ સ્ટોર પર લાઈવ કરવામાં આવ્યુ નથી. આમાં એ આરોગ્ય અધિકારીઓનો ડેટા છે જે વેક્સીનેશન કરાવવા માટે પહેલી લાઈનમાં હશે. 75 લાખથી વધુ આરોગ્ય અધિકારીઓએ પહેલા જ રજિસ્ટ્રેશન કરાવી લીધુ છે.
  • રસીકરણ બાદની સ્થિતિનુ મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવશે?
   કોવિડ-19 સામે પહેલી વાર કરોડો વયસ્કો સહિત એક અબજ લોકોનુ રસીકરણ કરવુ એક અભૂતપૂર્વ પડકાર હશે. જો કે લોકોએ સાવચેતી રાખવી જોઈએ અને રસી લગાવ્યા બાદ પણ કોરોના વાયરસથી બચાવ માટે નિયમોનુ કડકાઈથી પાલન કરવુ જોઈએ કારણકે અમે હજુ પણ નથી જાણતા કે આ વાયરસના સંક્રમણના જોખમને કેવી રીતે પ્રભાવિત કરે છે. જો કે અમે આશા રાખીએ છીએ કે કોવિડ-19 બાદ દુનિયામાં ભારત કૉમ્પ્લેક્સ મૉડર્ન મલ્ટીનેશન સપ્લાઈ ચેનના ગ્લોબલ નર્વ સેન્ટર તરીકે ઉભરશે, જેમાં ભૌતિક અને વર્ચ્યુઅલનુ યોગ્ય મિશ્રણ હશે.
  • શું કોવિડ રસીમાં સૂવરનુ માંસ/સૂવર જિલેટિન હોય છે?
   ઉત્પાદકો તરફથી જે માહિતી આપવામાં આવી છે તે મુજબ ભારતમાં બનેલી રસીમાં સૂવરનુ માંસ કે સૂવર જિલેટિનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
  • શું કોરોના વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરતી વખતે એકેય દસ્તાવેજ આપવાં પડશે?
   ફોટો સાથે નીચે આપેલી કોઈપણ આઈડીને રજિસ્ટ્રેશન સમયે દેખાડી શકાય છે. આધાર કાર્ડ ડ્રાઈવિંગ લાઈસન્સ શ્રમ મંત્રાલયની યોજના અંતર્ગત જાહેર હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ મનરેગા જોબ કાર્ડ એમપી/એમએલએ/એમએલસીને જાહેર સત્તાવાર ઓળખ પત્ર પાન કાર્ડ બેંક/ પોસ્ટ ઑફિસ દ્વારા જાહેર પાસબુક પાસપોર્ટ પેંશન દસ્તાવેજ કેન્દ્ર/ રાજ્ય સરકાર/ પીએસયૂ/ પબ્લિક લિમિટેડ કંપની દ્વારા જાહેર ફોટો વાળું સર્વિસ ઓળખ પત્ર મતદાતા ઓળખ પત્ર એનપીઆરને અધીન આરજીઆઈ દ્વારા જાહેર સ્માર્ટ કાર્ડ
  • શું હું પ્રાઈવેટ મેડિકલ સ્ટોરમાં વેક્સીન લઈ શકુ છુ?
   ઘણા કારણોથી લોકોને લાઈન તોડીને ખાનગી બજારોમાં જવા દેવુ એક ખરાબ વિચાર છે. જો કે હજુ ભારતમાં વેક્સીનની ઉપલબ્ધથા સીમિત હશે. જો બજાર પર છોડી દેવામાં આવશે. તો કિંમતો ખૂબ જ વધી જશે અને પહોંચથી બહાર હશે. પરંતુ ખરીદીમાં જ્યારે સરકાર શામેલ છે તો વેક્સીનની કિંમત ઓછી રહેશે.
  • જો મને સરકારી રસીકરણ સેન્ટર પર રસી લાગે તો શું મારે પૈસા આપવા પડશે?
   16 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલ રસીકરણના પહેલા ફેઝમાં 3 કરોડથી વધુ લોકોને કોવિડ-19 રસી લાગશે જેનો બધો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે.
  • કોવિડ વેક્સીનનો એક ડોઝની કિંમત શું હશે?
   સીરમની કોવિશીલ્ડ વેક્સીન 200 રૂપિયા પ્રતિ ડોઝ ઉપલબ્ધ થશે. જે ઑર્ડર આપવામાં આવ્યા છે તે મુજબ રસીના એક ડોઝની કિંમત 200 રૂપિયા હશે અને 10 જીએસટી સાથે 210 રૂપિયામાં પડશે. સીરમના સીઈઓ અદાર પૂનાવાલાએ નવેમ્બરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે ભારતના બજારોમાં રસીનો એક ડોઝની કિંમત લગભગ 1,000 રૂપિયા(13.55 ડૉલર ) હશે અને સરકારને એક ડોઝ લગભગ 250 રૂપિયા(3.40 ડૉલર)માં પડશે.
  • શું તેને પણ વેક્સીન લગાવવાની જરૂર પડશે જે પહેલા સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમાં એંટીબૉડી વિકસિત થઈ ચૂકી છે?
   હા, કોવિડ-19થી સંક્રમણનો ઈતિહાસ હોવા છતાં કોવિડ વેક્સીનનુ શિડ્યુલ પૂરુ કરવુ ઉચિત છે. આનાથી બિમારી સામે મજબૂત ઈમ્યુન વિકસિત કરવામાં મદદ મળશે.
  • ભારતમાં કોવિડ વેક્સીન માટે કેટલા તાપમાનની જરૂર છે?
   ભારતમાં વિકસિત કરવામાં આવી રહેલ બધી વેક્સીનને 2-8 ડિગ્રી સેલ્સિયલ પર સ્ટોર કરવામાં આવી શકે છે કારણકે તાપમાનના ફેક્ટરને જોતા આ રીતના લૉજિસ્ટીક પર કામ કરવામાં આવ્યુ છે.
  • શું કોવિડ વેક્સીનથી વાંઝિયાપણુ આવે છે?
   એવુ નથી માનવામાં આવતુ કે કોવિડ-19 રસીકરણથી ભવિષ્યમાં પ્રજનન પર અસર પડશે.
  • શું એક ગર્ભવતી મહિલા કોરોના વેક્સીન લગાવી શકે છે?
   જો કે ઉપલબ્ધ આંકડા ગર્ભાવસ્થાના સમયે કોઈ સુરક્ષાની ચિંતા કે નુકશાનના સંકેત નથી આપતા પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન કોવિડ-19 વેક્સીનના નિયમિત ઉપયોગની ભલામણ કરવા માટે પુરાવા અપૂરતા છે.
  • શું જે માતાપિતાને વેક્સીન લાગી ચૂકી હોય તેમના સંતાનો કોવિડ-19થી પ્રતિરક્ષિત હશે?
   જ્યારે કોઈ વ્યક્તિને કોઈ બિમારી સામે રસી મૂકવામાં આવે તો તેના સંક્રમણનુ જોખમ પણ ઘટી જાય છે. માટે બીજામાં વાયરસ કે બેક્ટેરિયાના સંક્રમણની સંભાવના પણ ઘટી જાય છે.
  • કોવિડ રસીની સામાન્ય / જાણીતી આડઅસરો શું છે?
   કોવિડ 19 રસી સલામત અને અસરકારક રહેશે, પરંતુ તેમાં હળવા આડઅસર પણ થઈ શકે છે, જેમ કે તાવ, ઈન્જેક્શન વાળી જગ્યાએ દુખાવો વગેરે. આવું કોઈપણ વેક્સીન સાથે થઈ શકે છે.
  • કોરોના વેક્સીન લગાવશે તેમને શું સરકાર/ કંપની ઈન્સ્યોરન્સ ઉપલબ્ધ કરાવશે?
   ફક્ત અમુક આરોગ્ય વીમા પોલિસી જ કોવિડ -19 રસીના ખર્ચને આવરી લેશે. સામાન્ય આરોગ્ય વીમા પોલિસી સામાન્ય રીતે હોસ્પિટલમાં દાખલ કરવાના ખર્ચ ઉપરાંત સ્રાવ પહેલાં અને પછી બીલને આવરી લે છે. જો કોઈ વ્યક્તિને કોરોના વાયરસ પરીક્ષણ હકારાત્મક છે, તો તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને રસી આપવામાં આવે છે, તો પછી રસીનો ખર્ચ તમામ આરોગ્ય વીમા પોલિસીમાં આવરી લેવામાં આવશે. જો કે, કોવિડ -19 રસી મેળવવાના બધાને હોસ્પિટલમાં રહેવાની જરૂર નથી. જેમની હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીમાં આઉટ-પેશંટ ડિપાર્ટમેન્ટ કવર થાય છે માત્ર તેમને જ વેક્સીનનો ખર્ચ મળશે.
  • કોવિડ વેક્સીન લાગ્યા બાદ જો મારું સ્વાસ્થ્ય ખરાબ થાય છે તો જવાબદારી કોની રહેશે?
   દેશમાં રેગ્યુલેટરી બૉડી દ્વારા સુરક્ષા અને પ્રભાવશીલતાના આધારે આને મંજૂરી આપ્યા બાદ જ રસી લગાવવામાં આવશે. ભારતમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાની આગેવાની વાળી સેંટ્રલ ડ્રગ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન જ મંજૂરી પર ફેસલો લે છે. વેક્સીન વિકાસનું વિજ્ઞાન એવું છે કે એક રસી એક રસી તેને લગાવનારના સરીરમાં રોગ પેદા નથી થતો. એવાં કોઈ સબૂત નથી જેના આધારે કહી શકાય કે મંજૂર કરવામા ંઆવેલ વેક્સીનથી તેને લગાવવામાં આવનારને બીમારી પેદા થાય છે.
  • શું ભારતના રાજ્યોને કોવિડ વેક્સીન માટે એક ડેડિકેટેડ કોલ્ડ સ્ટોરેજની જરૂરત છે?
   મંત્રાલયના અધિકારીઓ મુજબ ભારતના 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ 28,932 કોલ્ડ ચેન પોઈન્ટ ઉપલબ્ધ છે. આ ઉપરાંત 44226 આઈસ-લાઈનેડ રેફ્રિજરેટર, 40792ડીપ ફ્રીજર અને 294 સોલર યૂનિટ વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે.
  • શું બધા રાજ્યોમાં કોવિડ વેક્સીન ડિપો છે?
   કવિડ વેક્સીનની ડિલિવરી માટે ભારતમાં 41 જગ્યાઓ ફાઈનલ કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી અને કરનાલને ઉત્તર ભારતમાં કોરોના વેક્સીનની ડિલિવરી માટે મિની હબ બનાવવામાં આવ્યું છે. પૂર્વી ક્ષેત્ર માટે કોલકાતા હબ હશે અને તે ઉત્તરપૂર્વ માટે પણ નોડલ પોઈન્ટ હશે. જ્યારે પુણે સેંટ્રલ હબ હશે અને ચેન્નઈ તથા હૈદરાબાદ દક્ષિણ ભારતના હબ હશે.
  • શું વેક્સીન લગાવનાર ઘરે- ઘરે જશે?
   રસીની સંભાવિત ઉપલબ્ધતાના આધારે ભારત સરકારે પ્રાથમિકતા વાળા સમૂહોની પસંદગી કરી છે, જેમને પ્રાથમિકતાના આધારે રસી લગાવવામાં આવશે, કેમ કે તેમને વધુ જોખમ છે. પહેલા સમૂહમાં હેલ્થકેર અને ફ્રંટલાઈન વર્કર શામેલ છે. કોવિડ 19 વેક્સીન પ્રાપ્ત કરનાર બીજા સમૂહમાં 50 વર્ષથી વધુ વ્યક્તિ અને કોમૉર્બિડ કંડીશન વાળા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો શામેલ હશે.
  • દિલ્હીના કયા વિસ્તારોમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલાં છે?
   રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ જે દિલ્હીના દિલશાદ ગાર્ડન ક્ષેત્રમાં પૂર્વી દિલ્હીમાં આવેલ છે, 650 બેડની ક્ષમતાવાળા શહેરના સૌથી મોટાં હોસ્પિટલમાંથી એક છે.
  • ઉત્તર પ્રદેશના કયાં શહેરથી કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલ છે?
   વેક્સીન સ્ટૉકમાં આવવા પર લખનઉના 2 વેક્સીન ડિપોમાં સ્ટોર કરવામાં આવશે. પ્રયાગરાજમાં, જિ્લાના મુખ્ય ટીકા ભંડારણ કેન્દ્રના રૂપમાં તેજ બહાદુર સપ્રૂ હોસ્પિટલમાં મીટિંગ હોલને ચિહ્નિત કરવામાં આવ્યું છે. મેરઠ મંડલમાં જેમાં મેરઠ, ગાઝિયાબાદ, નોઈડા, હાપુડ, બુલંદશહર અને બાગપતના છ જિલ્લા શામેલ છે, સ્વાસ્થ્ય અધિકારીઓએ લાલા લાજપત રાય મેમોરિયલ મેડિકલ કોલેજના ભંડારણ કેન્દ્રમાં કોવિડ 19 વેક્સીનના ભંડારણની પર્યાપ્ત વ્યવસ્થા કરી છે.
  • ઉત્તરાખંડના કયા શહેરમા કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલ છે?
   રાજ્ય સરકારે હજી સુધી કોઈપણ કોવિડ 19 વેક્સીન સ્ટોરેજ સેંટરની ઘોષણા નથી કરી. રસીકરણ સંબંધિત અપડેટ માટે Co-Win એફ પર નજર બનાવી રાખો.
  • બિહારના કયા શહેરમમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલ છે?
   કોવિડ ટીકાના પટના પહોંચવા પર ફ્રીજર વેનથી પટનાના નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમા ંઆવેલ વેક્સીન સ્ટોરમાં પહોંચાડવામાં આવશે. રાજ્યના વેક્સીન સ્ટોરથી પછી તેને વિવિધ જિલ્લામાં મોકલવામાં આવશે. ટીકા 9 સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલો, 5 ખાનગી કોલેજો, 21 સિવિલ હોસ્પિટલો, 17 ઉપ વિભાગીય હોસ્પિટલો, 208 પ્રાથમિક અને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રો, 1 નર્સિંગ સ્કૂલ, 3 રેફરલ હોસ્પિટલો અને બાકી 36 ખાનગી સંસ્થાઓમાં સ્ટોર કરાશે.
  • ઝારખંડના કયા શહેરમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલ છે?
   ઝારખંડમાં પહેલેથી જ 275 કોલ્ડ ચેઈન પોઈન્ટ છે અને સ્ટોરેજ ક્ષમતા વધારવા માટે એડિશનલ 30 કોલ્ડ ચેઈન પોઈન્ટ પ્રસ્તાવિત છે. સાકચીના ધાલભૂમ રોડ પર ઓળ્ડ સિવિલ સર્જન કાર્યાલય પરિસરમાં આવેલ છે, આ સુવિધામાં વૉક ઈન કૂલર અને વૉક ઈન ફ્રિજ હશે.
  • પશ્ચિમ બંગાળના કયા શહેરમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલ છે?
   પશ્ચિમ બંગાળમાં 958 કોલ્ડ ચેન સુવિધાઓ છે. કોલકાતા એરપોર્ટ પર ઉતર્યા બાદ ટીકાને શરૂમાં બાગબાજાર મેડિકલ સ્ટોર પર સંગ્રહિત કરાશે.
  • ત્રિપુરાના કયા શહેરમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલ છે?
   અગરતલામાં વેક્સીન સ્ટોર બનાવવામાં આવ્યું છે, જ્યારે આઠ જિલ્લા વેક્સીન સ્ટોર, જિલ્લા મુખ્યાલય પર હસે અને સ્વાસ્થ્ય કેનદ્્ર સ્તર પર 145 કોલ્ડ ચેન પોઈન્ટ તમામ કોલ્ડ ચેન ઉપકરણો સાથે વેક્સીન સ્ટોરેજ માટે તૈયાર કરવામાં આવ્યા છે.
  • આસામના કયા શહેરમા કોવિડ વેક્સીન સ્ટોરેજ પોઈન્ટ આવેલ છે?
   જિલ્લા સ્તરે મોકલતા પહેલાં કોવિડ 19 વેક્સીનને મુખ્ય રૂપે 5 ક્ષેત્રીય વેક્સીન સ્ટોર્સની સાથોસાથ રાજ્યના વેક્સીન સ્ટોર ગુવાહાટીમાં સ્ટોર કરાશે.
  • મેઘાલયના કયા શહેરમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલ છે?
   રાજ્ય સરકારે હજી સુધી કોઈપણ કોવિડ 19 વેક્સીન સ્ટોરેજ સેંટરની ઘોષણા નથી કરી. ટીકાકરણ સંબંધિત અપડેટ માટે Co-Win એપ પર નજર બનાવી રાખો.
  • મણિપુરના કયાં શહેરમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલ છે?
   રાજ્ય સરકારે હજી સુધી કોઈપણ કોવિડ 19 વેક્સીન સ્ટોરેજ સેંટરની ઘોષણા નથી કરી. ટીકાકરણ સંબંધિત અપડેટ માટે Co-Win એપ પર નજર બનાવી રાખો.
  • મિઝોરમના કયાં શહેરમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલ છે?
   રાજ્ય સરકારે હજી સુધી કોઈપણ કોવિડ 19 વેક્સીન સ્ટોરેજ સેંટરની ઘોષણા નથી કરી. ટીકાકરણ સંબંધિત અપડેટ માટે Co-Win એપ પર નજર બનાવી રાખો.
  • અરુણાચલ પ્રદેશના કયાં શહેરમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ આવેલ છે?
   રાજ્ય સરકારે હજી સુધી કોઈપણ કોવિડ 19 વેક્સીન સ્ટોરેજ સેંટરની ઘોષણા નથી કરી. ટીકાકરણ સંબંધિત અપડેટ માટે Co-Win એપ પર નજર બનાવી રાખો.
  • નાગાલેંડના કયા શહેરમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલ છે?
   રાજ્ય સરકારે હજી સુધી કોઈપણ કોવિડ 19 વેક્સીન સ્ટોરેજ સેંટરની ઘોષણા નથી કરી. ટીકાકરણ સંબંધિત અપડેટ માટે Co-Win એપ પર નજર બનાવી રાખો.
  • ઓરિસ્સાના કયાં શહેરમાં કોવિડ વેક્સીન સેંટર આવેલ છે?
   વેક્સીન કંપનીઓથી રસી ભુવનેશ્વર આવ્યા બાદ તેને ક્ષેત્રીય વેક્સીન સ્ટોરમાં લાવવામાં આવશે અને પછી વિશેષ વેનના માધ્યમથી ભુવનેશ્વર, કટક, ગંજમ, બાલાસોર, બાલાસિર, કંધમાલ, કોરપૂટ, સંબલપુર અને સુંદરગઢમાં ક્ષેત્રીય વેક્સીન સ્ટોરમાં લઈ જવાશે.
  • આંધ્ર પ્રદેશના કયાં શહેરમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલાં છે?
   ગન્નાવરમને રાજ્ય વેક્સીન સ્ટોરના રૂપમાં ચિહ્નિત કરવામાં આવ્યું છે. આ મુખ્ય હબ હશે જ્યાંથી ટીકાને ક્ષેત્રીય વેક્સીન સ્ટોર્સમાં મોકલવામાં આવશે. કુલ ચાર ક્ષેત્રીય વેક્સીન સ્ટોર હશે જ્યાંથી રાજ્યના 13 જિલ્લામાં ટીકા મોકલવામાં આવશે. કુરનૂલ, કડપ્પા, ગુંટૂર અને વિજાગને ક્ષેત્રીય વેક્સીન સ્ટોરના રૂપમાં નક્કી કરવામાં આવ્યા છે.
  • તેલંગાણાના કયા શહેરમા કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલ છે?
   આંતરરાષ્ટ્રીય એપોર્ટ પર વેક્સીન પરિવહન માટે કોલ્ડ ચેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • તમિલનાડુના કયા કયા શહેરમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલાં છે?
   વેક્સીન પુણેથી એર-કાર્ગો દ્વારા પહોંચશે. આવ્યા બાદ ટીકાને પેરીમેટમાં કેન્દ્રીય ગોડાઉનમાં સ્થનાંતરિત કરી દેવામાં આવશે. જ્યાંથી ટીકાને આખા રાજ્યમાં ક્ષેત્રીય ગાઉનોમાં ઠંડા ભંડારણ લૉજિસ્ટિક્સ માધ્યમથી મોકલવામાં આવશે. ટીકાના પરિવહન માટે લગભગ 51 મોબાઈલ વર્કિંગ કૂલર લગાવવામાં આવ્યા છે.
  • કેરળના કયા શહેરમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ આવેલ છે?
   રાજ્ય સરકારે હજી સુધી કોઈપણ કોવિડ 19 વેક્સીન સ્ટોરેજ સેંટરની ઘોષણઆ નથી કરી. ટીકાકરણ સંબંધિત અપડેટ માટે Co-Win એપ પર નજર બનાવી રાખો.
  • કર્ણાટકના કયા શહેરમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ ઉપલબ્ધ છે?
   સ્ટોકને બેંગ્લોર અને બેલાગાવી કોલ્ડ ચેન કેન્દ્રોમાં સ્ટોર કરાશે અને ત્યાંથી આ રેફરિજરેટેડ ટ્રકના માધ્યમથી જિલ્લા સ્તરે વેક્સીન સ્ટોરમાં વિતરિત કરાશે.
  • ગોવાના કયા શહેરમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલ છે?
   રાજ્ય સરકારે પાંચ સરકારી હોસ્પિટલો અને ત્રણ ખાનગી હોસ્પિટલોની ઓળખ કરી છે, જ્યાં સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને વેક્સીન આપવામાં આવશે. સૂચીબદ્ધ સરકારી હોસ્પિટલ- ગોવા મેડિકલ કોલેજ, હોસ્પીસિયો હોસ્પિટલ, અસિલો હોસ્પિટલ, ચિકલિમ હેલ્થ સેંટર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (પોંડા). ખાનગી હોસ્પિટલ- મણિપાલ હોસ્પિટલ (પણજી પાસે), હેલ્થવે હોસ્પિટલ (ઓલ્ડ ગોવા) અને વિક્ટર હોસ્પિટલ (મડગાંવ)
  • મહારાષ્ટ્રના કયાં શહેરમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલ છે?
   મુંબઈમાં પોલિયોની રસી માટે અત્યાર સુધીનું મુખ્ય ભંડારણ કેન્દ્ર પરેલ કાર્યાલય છે, જ્યાં કાર્યકારી સ્વાસ્થ્ય કાર્યલયના મુખ્યાલય પણ છે. કાંજુરમાર્ગ ફેસિલિટી કોવિડ 19 રસી માટે એક વિશેષ સેંટરના રૂપમાં કામ કરશે. પુણે, પુણે ડિવીજન માટે પણ વિશેષ સેંટર હશે જેમાં સોલાપુર, સતારા, કોલ્હાપુર અને અહમદનગર જિલ્લા પણ શામેલ છે.
  • ગુજરાતના કયાં શહેરમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલ છે?
   રાજ્ય સરકારે હજી સુધી કોઈપણ કોવિડ 19 વેક્સીન સ્ટોરેજ સેંટરની ઘોષણા નથી કરી. ટીકાકરણ સંબંધિત અપડેટ માટે Co-Win એપ પર નજર બનાવી રાખો.
  • રાજસ્થાનના કયાં શહેરમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આપેલ છે?
   રાજ્ય સરકારે હજી સુધી કોઈપણ કોવિડ 19 વેક્સીન સ્ટોરેજ સેંટરની ઘોષણા નથી કરી. ટીકાકરણ સંબંધિત અપડેટ માટે Co-Win એપ પર નજર બનાવી રાખો.
  • મધ્ય પ્રદેશના કયા શહેરમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલ છે?
   રાજ્ય સરકારે હજી સુધી કોઈપણ કોવિડ 19 વેક્સીન સ્ટોરેજ સેંટરની ઘોષણા નથી કરી. ટીકાકરણ સંબંધિત અપડેટ માટે Co-Win એપ પર નજર બનાવી રાખો.
  • છત્તીસગઢના કયા શહેરમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલ છે?
   છત્તીસગઢની રાજધાની બાલોદનું જિલ્લા વેક્સીન સ્ટોરેજ એખ મોડલ વેક્સીન સ્ટોરના રૂપમાં બનાવવામાં આવ્યું છે. જિલ્લા સ્તરે આવેલ જિલ્લા વેક્સીન સ્ટોર ક્ષેત્રીય અને રાજ્ય વેક્સીન સ્ટોરથી આ આપૂર્તિ પ્રાપ્ત કર્યા બાદ હરેક મહિને પોતાના સત્તાવાર ક્ષેત્રની અંર આવતા તમામ કોલ્ડ ચેન પોઈન્ટ્સને ટીકા માટે સીરિંજ જેવી જરૂરી સામાનની આપૂર્તિ કરશે.
  • હરિયાણાના કયાં શહેરમા કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલ છે?
   રાજ્ય સરકારે હજી સુધી કોઈપણ કોવિડ 19 વેક્સીન સ્ટોરેજ સેંટરની ઘોષણા નથી કરી. ટીકાકરણ સંબંધિત અપડેટ માટે Co-Win એપ પર નજર બનાવી રાખો.
  • પંજાબના કયા શહેરમા કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલ છે?
   પંજાબમાં વેક્સીનના રોલ આઉટ માટે એખ રાજ્ય સ્તરીય વેક્સીન સ્ટોર ઉપરાંત 22 જિલ્લા વેક્સીન સ્ટોર અને 127 બ્લૉક સ્તરીય સ્ટોર તૈયાર કરાયા છે, જેમાં 570 કોલ્ડ ચેન પોઈન્ટ પણ હશે. ફિરોજપુરમાં એક વૉક ઈન ફ્રીજરનો ઈંતેજામ કરાયો છે.
  • હિમાચલ પ્રદેશના કયા શહેરમાં કોવિડ વેક્સીન સ્ટોરેજ સેંટર આવેલ છે?
   રાજ્ય સરકારે હજી સુધી કોઈપણ કોવિડ 19 વેક્સીન સ્ટોરેજ સેંટરની ઘોષણા નથી કરી. ટીકાકરણ સંબંધિત અપડેટ માટે Co-Win એપ પર નજર બનાવી રાખો.
  • શું ઈંગ્લેન્ડતી ભારત આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે?
   હા 22 ડિસેમ્બર 2020 રાત્રિના 11.59 વાગ્યાથી 31 ડિસેમ્બર 2020, રાત્રીના 11.59 વાગ્યા સુધી ઈંગ્લેન્ડથી આવતી વાયુસેવા પર રોક છે.
  • એવા યાત્રીઓનું શું થશે જેઓ પહેલેથી જ ઉડાણ ભરી ચૂક્યા છે અથવા 22 ડિસેમ્બર સુધી ભારત પહોંચશે?
   તેમને આવવા દેવામાં આવશે
  • ઈંગ્લેન્ડથી ભારત આવતા યાત્રીઓ માટે શું નિયમ છે?
   તેમણે સંસ્થાગત આઈસોલેશનમાં રહેવું પડશે અને આવતાની સાથે જ ફરજીયાત રૂપે આરેટી પીસીઆર કરાવવો પડશે.
  • શું જીનોમ સિક્વેંસિંગ પણ કરાશે?
   હા પરંતુ માત્ર ઈંગ્લેન્ડથી 22 ડિસેમ્બરથી આવતા કોવિડ 19 પોઝિટિવ યાત્રીઓ માટે
  • શું આ દિશા-નિર્દેશ માત્ર ઈંગ્લેન્ડથી આવતા યાત્રીઓ પર જ લાગૂ રહેશે?
   આ માનક પ્રક્રિયા ઈંગ્લેન્ડ અથવા વાયા ઈંગ્લેન્ડ પાછલા ચાર અઠવાડિયામાં આવતા યાત્રીઓ પર લાગૂ થશે.
  • શું ઈંગ્લેન્ડથી આવતા યાત્રીઓએ સંસ્થાગત ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે?
   હા, સંક્રમિત યાત્રીઓ સાથે સમાન પંક્તિ અને આગળ પાછળ ત્રણ પંક્તિઓમાં બેઠેલા સહયાત્રીઓની સાથોસાથ 21 અને 22 ડિસેમ્બર વચ્ચે ભારતીય એરપોર્ટ પર પહોંચનાર ક્રૂના ચિન્હિત સભ્યોએ પણ સંસ્થાગત ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.
  • શું ઈંગ્લેન્ડથી દિલ્હી આવતા તમામ યાત્રીઓ માટે કોરોના તપાસ કરાવવી ફરજીયાત છે?
   હા, ઈંગ્લેન્ડથી દિલ્હી આવતા તમામ યાત્રીઓના આગમન સાથે જ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો ફરજીયાત છે.
  • જો ઈંગ્લેન્ડથી આવતા યાત્રી કોરોના પોઝિટિવ મળે તો શું કરાશે?
   કોરોના પોઝિટિવ મળતા યાત્રીઓને 14 દિવસ માટે ફરજીયાત સંસ્થાગત ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.
  • ઈંગ્લેન્ડથી આવતા કોરોના નેગેટિવ યાત્રીઓ માટે શું નિયમ છે
   કોરોના નેગિટિવ મળી આવતા યાત્રીઓએ પહેલાં 7 દિવસ સંસ્થાગત ઈન્સ્ટીટ્યૂટમાં ક્વોરેન્ટાઈન અને પછી 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈન રહેવું પડશે.
  ઝડપી સમાચાર અપડેટ
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X