For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ? જાણો ફોટાની સચ્ચાઈ

અમિતાભ બચ્ચનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે સાથે જ તેના વિશે ઘણા પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. જાણો તેની હકીકત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી બૉલિવુડમાં હોબાળો ચાલુ છે. હાલમાં જ કંગના રનૌત અને ભાજપ સાંસદ રવિ કિશને બી ટાઉનમાં ડ્રગ્ઝનો મુદ્દો ઉઠાવ્યો હતો જેના પર જયા બચ્ચને પલટવાર કર્યો. ત્યારબાદ સુશાંત અને કંગનાના ફેન્સના નિશાના પર બચ્ચન પરિવાર છે. આ દરમિયાન અમિતાભ બચ્ચનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે સાથે જ તેના વિશે ઘણા પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે.

amitabh-daud

અમિતાભ બચ્ચનનો ફોટો શેર કરીને એક ટ્વિટર યુઝરે લખ્યુ કે અમિતાભ સાથે ફોટામાં કોણ છે. શું આ મોસ્ટ વૉન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહીમ છે. શું અમિતાભ હજુ પણ દાઉદના સંપર્કમાં છે. અંતમાં ટ્વિટર યુઝરે લખ્યુ કે હું નથી જાણતો કે આ સાચુ છે કે નહિ, આ ફોટો મે ફેસબુકમાંથી લીધો છે. ત્યારબાદ અમિતાભ બચ્ચના ટીકાકારો આ ફોટોને ઝડપથી વાયરલ કરવા લાગ્યા.

જ્યારે અમારી ટીમે તપાસ કરી તો ફોટાનુ સત્ય કંઈ બીજુ નીકળ્યુ. આ ફોટામાં અમિતાભ બચ્ચન સાથે દેખાઈ રહેલ વ્યક્તિ મહારાષ્ટ્રન પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ છે. ફોટો ઘણો જૂનો અને ધૂંધળો છે જેના કારણે ઘણા લોકો અશોક ચવ્હાણને દાઉદ ગણાવીને ખોટા દાવા સાથે ફોટો વાયરલ કરી રહ્યા છે. આ પહેલા બીજો એક ફોટો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દીપિકા રણબીર દાઉદ સાથે હતા, તે દાવો પણ ખોટો નીકળ્યો હતો.

ગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતીગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી

Fact Check

દાવો

દાઉદને છે અમિતાભ સાથે સંબંધ

નિષ્કર્ષ

દાવો ખોટો નીકળ્યો, ફોટામાં અમિતાભ સાથે છે અશોક ચવ્હાણ.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
Fact Check: Amitabh Bachchan shake hands with most wanted Dawood Ibrahim, Know the truth here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X