For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેક્ટ ચેકઃ શું જૈન સાધ્વી બની ગયા છે વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડ? જાણો સચ્ચાઈ

સોશિયલ મીડિયા પર હાલમાં વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ વિશે એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે જૈન સાધ્વીની દિક્ષા લઈ લીધી છે. જાણો સચ્ચાઈ.

|
Google Oneindia Gujarati News

સોશિયલ મીડિયા પર હાલમાં વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ વિશે એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે જૈન સાધ્વીની દિક્ષા લઈ લીધી છે. મેસેજમાં રાધિકા રાજેના ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલો આ મેસેજ એકદમ નકલી છે. ફેક્ટ ચેકમાં જોવા મળ્યુ છે કે મહારાણી રાધિકા રાજે ગાયકવાડે જૈન સાધ્વીની દિક્ષા લીધી નથી. વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસની ઑફિસ તરફથી આ વિશે એક અધિકૃત નિવેદન જારી કરવામાં આવ્યુ છે.

શું છે સચ્ચાઈ?

શું છે સચ્ચાઈ?

આ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે, 'છેલ્લા અમુક દિવસોથી ઘણા વૉટ્સએપ મેસેજ શેર કરવામાં આવી રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે રાધિકા રાજે ગાયકવાે દીક્ષા લઈ લીધી છે અને જૈન ધર્મ અપનાવી લીધો છે. અમે તમને એ સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે તે આ ધર્મનુ સમ્માન કરે છે પરંતુ તેમણે કોઈ દીક્ષા લીધી નથી. વીડિયોમાં જે સાધ્વી દેખાી રહ્યા છે તે રાધિકા રાજે ગાયકવાડ નથી.' તમને જણાવી દઈએ કે રાધિકા રાજે ગાયકવાડ વડોદરાના મહારાણી છે.

ઈન્સ્ટાગ્રામના ફોટાનો થઈ રહ્યો છે ઉપયોગ

શાહી પરિવારના રાધિકા રાજે ગાયકવાડે વર્ષ 2002માં વડોદરાના મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ સાથે લગ્ન કર્યો હતા. તે લગ્ન પહેલા પત્રકારત્વ કરતા હતા. તેમનો પરિવાર ગુજરાતા વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસમાં રહે છે. વાયરલ થઈ રહેલા મેસેજમાં જે ફોટાનો ઉપયોગ થયો છે તેને પણ રાધિકા રાજેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પરથી કૉપી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે વાયરલ વીડિયોનો ઉપયોગ થઈ રહ્યો છે તે પણ વર્ષ 2018નો છે.

નકલી મેસેજમાં શું કહેવામાં આવી રહ્યુ છે?

નકલી મેસેજમાં શું કહેવામાં આવી રહ્યુ છે?

નકલી મેસેજમાં કહેવામાં આવી રહ્યુ છે, 'મહારાણીના ત્યાગને વારંવાર નમન, વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ છે જેમને ફૉર્બ્ઝ મેગેઝીને ભારતીય રાજ્ય વંશના સૌથી સુંદર મહિલા ઘોષિત કર્યા છે. લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા 700 એકર અને બકિંઘમ પેલેસના 4 ગણા આકારમાં ફેલાયેલુ છે. તે દુનિયાનુ સૌથી મોટુ ખાનગી નિવાસ છે. બધુ છોડીને જૈન સાધ્વીની દીક્ષા લીધી સાથીઓ જ્યારે વિરક્તિના વાદળો આકાશમાં છવાય છે ત્યારે સંસારનો વૈભવ વૃક્ષના સૂકા પત્તાની જેમ મુરઝાવા લાગે છે, સાથીઓ માત્ર ધન તેમજ નામ પાછળ ન દોડો, ચિતામાં કંઈ સાથે નહિ આવે.' આ નકલી મેસેજ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે.

યૌન ઉત્પીડન મામલે મહેશ ભટ્ટઃ હું 3 દીકરીઓનો પિતા છુ, મારા નામનો દૂરુપયોગ કર્યોયૌન ઉત્પીડન મામલે મહેશ ભટ્ટઃ હું 3 દીકરીઓનો પિતા છુ, મારા નામનો દૂરુપયોગ કર્યો

English summary
Fact Check: Baroda maharani Radhikaraje Gaekwad has not taken up diksha, fake news viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X