For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check : ભાવનગરના ડોનને પોલીસે જાહેરમાં ઢોર માર માર્યો?

ઘાટલોડિયાથી ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ઘાટલોડિયાથી ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. આ રાજકીય ઘટનાક્રમ વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસવીર અને વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પોલીસ અધિકારી જાહેરમાં કેટલાક લોકોને માર મારતો જોવા મળે છે.

Bhavnagar Don

સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીરો શેર કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે, રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર બનતાની સાથે જ પોલીસ ગુનેગારોને પકડવા માટે એક્શન મોડમાં આવી ગઈ છે.

સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરમાં કેટલાક પોલીસ અધિકારીઓ જાહેરમાં કોઈને માર મારતા જોવા મળી રહ્યા છે. તસવીર શેર કરતા લખવામાં આવ્યું છે કે, ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બનતાની સાથે જ તેની અસરો દેખાઇ રહી છે. ભાવનગરમાં પોલીસે મોટા ડોનની ધરપકડ કરી અને તેને ચોકમાં માર માર્યો હતો.

આ તસવીર શેર કરીને કરવામાં આવેલો દાવો ભ્રામક છે. વાસ્તવમાં આ તસવીર વર્ષ 2018ની એક ઘટનાની છે, જે ગુજરાતના ભાવનગરમાં બની હતી.

Bhavnagar Don

જાણો શું છે સત્ય?

ફોટામાં જોઈ શકાય છે કે, મેટ્રો ઇન્ડિયા ન્યૂઝ નો લોગો ઉપર જમણા ખૂણા પર મૂકવામાં આવ્યો છે. ફોટા સાથેના લખાણમાં લખ્યું છે કે, ભાવનગરના કુખ્યાત ડોનને પોલીસે ઢોર માર માર્યો.

જ્યારે તેમના કિવર્ડ્સ યુટ્યુબ પર સર્ચ કરવામાં આવ્યા, ત્યારે ઓરિજિનલ વીડિયો મળી આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ દાવામાં જે ફોટો દેખાય છે, તે એ જ વીડિયોનો સ્ક્રીનશોટ છે. આ વીડિયો 8 સપ્ટેમ્બર, 2018ના રોજ યુટ્યુબ ચેનલ 'મેટ્રો ઇન્ડિયા ન્યૂઝ' પર અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં પોલીસ અધિકારી દોરડાથી બાંધીને ત્રણ શખ્સોને માર મારતા જોઈ શકાય છે.

Fact Check

દાવો

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બનતાની સાથે જ ભાવનગરની પોલીસે ડોનની ધરપકડ કરી અને તેને મધ્યમ ચોકડી પર ઢોર માર માર્યો.

નિષ્કર્ષ

હકીકતમાં આ તસવીર 2018ની એક ઘટનાની છે, જે ભાવનગરમાં બની હતી.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
BJP MLA Bhupendra Patel from Ghatlodia was sworn in as the new Chief Minister of Gujarat on September 13. After the resignation of Vijay Rupani, Bhupendra Patel has become the new Chief Minister of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X