For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: જોયાલુક્કાસના માલિકનું કોરોનાથી મોતના સમાચાર ખોટા

Fact Check: જોયાલુક્કાસના માલિકનું કોરોનાથી મોતના સમાચાર ખોટા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ફેક ન્યૂજ અને અફવા ફેલાતી રોકવી મોટો પડકાર છે. જેથી કોઈપણ સમાચાર પર ભરોસો કરતા પહેલા તમારે તેની પુષ્ટિ કરવી જોઈએ. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સંદેશ શેર કરવામાં આવી રહ્યો છે કે યૂએઈમાં જોયાલુક્કાસના સંસ્થાપકનું કોરોના વાયરસને કારણે મોત થયું છે. સોશિયલ મીડિયા પર આ અહેવાલ વાયરલ થયા બાદ લોકોમાં ભ્રમ ફેલાઈ ગયો કે જોયાલુક્કાસના માલિકનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. જે બાદ ખુદ કંપની તરફતી આ નિવેદન જાહેર કરી સ્પષ્ટતા આપવાાં આવી છે.

joyalukkas

જણાવી દઈએ કે દુબઈના એકક ઉદ્યોગપતિ જૉય અરક્કલનું હાલમાં જ મૃત્યુ થયું હતું, લોકોએ તેમને જોયાલુક્કાસના માલિક જૉ અલુક્કા સમજી લીધા અને સોશિયલ મીડિયા પર અફવા ફેલાઈ ગઈ કે કોરોના વાયરસના કારણે જોયાલુક્કાસના માલિકનું મોત થઈ ગયું. જણાવી દઈએ કે જોયાલુક્કાસ એક જાણીતી ગોલ્ડ જ્વેલરી બ્રાન્ડ છે, જે દક્ષિણ ભારમતાં ઘણી લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર ફેલાયેલ અફવા બાદ કંપની તરફથી એક પ્રતિનિધિએ નિવેદન જાહેર કરી આ સમાચાર ખોટા હોવાની પુષ્ટિ કરી.

joyalukaks

કંપની તરફથી આપવામાં આવેલ જાણકારીમાં કહેવામાં આવ્યું કે જૉય લુક્કાસને લઈ ખોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે. અમે આ વિશે તમને જાણકારી આપવા માંગીએ છીએ કે જૉય લુક્કાસ સંપુર્ણપણે સુરક્ષિત છે અને સ્વસ્થ છે. સોશિયલ મીડિયા પર જે ભ્રમિત કરનાર સમાચાર વાયરલ થઈ રહી છે તે દુબઈના બીજા ઉદ્યોગપતિ જોય અરક્કલના નિધનના ચે, જૉય અરક્કલનો જોયાલુક્કાસ સાથે કોઈ સંબંધ નથી. જોયાલુક્કાસ, જૉય અરક્કલના નિધન પર દુખ વ્યક્ત કરે છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના જાહેર કરે છે.

Fact Check: શું સરકારે કેન્દ્રીય કર્મચારીઓની રિટાયર્ટમેન્ટની ઉંમરમાં કર્યો ઘટાડો? જાણો વિગતFact Check: શું સરકારે કેન્દ્રીય કર્મચારીઓની રિટાયર્ટમેન્ટની ઉંમરમાં કર્યો ઘટાડો? જાણો વિગત

English summary
Fact check: joyalukkas founder is alive and healthy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X