For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાજમહેલ વિશેની 10 ચોંકાવનારી વાતો જે આપે ક્યારેય નહીં સાંભળી હોય

|
Google Oneindia Gujarati News

આગરા, 21 મે: કહેવાય છે કે પ્રેમ એ એક પ્રાર્થના છે, અને તાજમહેલ એ પ્રેમની પ્રાર્થના માટેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રેમની શાનદાર કારીગરીને જોઇને લોકો આજે પણ પ્રેમ પર વિશ્વાસ કરે છે કારણ કે આ પ્રેમમાં સમર્પણ, ત્યાગ, ખુશી અને તે બધું જ છે જે પ્રેમને યોગ્ય વાતાવરણ પુરુ પાડે છે.

આવો આપને જણાવીએ શાહજહાં દ્વારા બનાવવામાં આવેલ આ બેમિસાલ, સુંદર અને વિશ્વની આઠમી અજાયબી તાજમહેલ અંગેની કેટલીંક અજાણી વાતો...

તાજમહેલ

તાજમહેલ

એ તો સૌ જાણે છે કે શાહજહાએ પોતાની પત્ની મુમતાજની યાદમાં તાજમહેલ બનાવડાવ્યો હતો, પરંતુ મુમતાજ એ શાહજહાંની ત્રીજી પત્ની હતી.

તાજમહેલ

તાજમહેલ

મુમતાજ, શાહજહાની 14મી સંતાનને જન્મ આપતી વખતે સ્વર્ગ સિધાવી ગઇ હતી, તેમના મર્યા બાદ શાહજહાંએ તેમની યાદમાં આ તાજમહેલ બનાવડાવ્યો હતો.

તાજમહેલ

તાજમહેલ

કહેવાય છે કે બુરહાનપુરમાં મુમતાજનું મૃત્યું થયું હતું, તેમને ત્યાં જ દફનાવી દેવામાં આવ્યા હતા અને 6 મહીના બાદ તેમના શબને કબરમાંથી નિકાળીને શાહજહા પોતાની સાથે આગરા લઇ ગયા અને તાજમહેલમાં તેમને દફનાવ્યા હતા.

તાજમહેલ

તાજમહેલ

કહેવામાં આવે છે કે જ્યા સુધી તાજમહેલ બનીને તૈયાર ન્હોતો થયો, ત્યાં સુધી મુમતાજના શબને લેપ લગાવીને મમીના રૂપમાં રાખવામાં આવ્યો હતો.

તાજમહેલ

તાજમહેલ

તાજમહેલનું નિર્માણ 1632માં શરૂ થયું હતું અને તેને બનાવવામાં આખા 22 વર્ષ લાગ્યા હતા.

ખાસ પ્રકારના લાકડાનો ઉપયોગ

ખાસ પ્રકારના લાકડાનો ઉપયોગ

તાજમહેલના પાયામાં એક ખાસ પ્રકારના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે હવે યમુનાનું જળસ્તર ઓછું થવાના કારણે સૂકાતી જઇ રહી છે. જેના કારણે તાજમહેલના અસ્તિત્વ પર ખતરો મંડરાઇ રહ્યો છે.

આઠ દેશોમાંથી સામગ્રી

આઠ દેશોમાંથી સામગ્રી

તાજમેહલના નિર્માણ માટે આઠ દેશોમાંથી નિર્માણ માટે સામગ્રી મંગાવવામાં આવી હતી.

વધતા પ્રદુષણથી ખતરો

વધતા પ્રદુષણથી ખતરો

વધતા પ્રદુષણના કારણે તાજમહેલની સફેદી પર અસર થઇ રહ્યું છે. એટલા માટે તેના કેટલાંક ભાગો પર મુલ્તાની માટીનો લેપ લગાવવામાં આવ્યો, પરંતુ રંગ પર અસર નથી થયો.

દુનિયાની પહેલી અજાયબી

દુનિયાની પહેલી અજાયબી

તાજમહેલને દુનિયાની આઠમી અજાયબીમાં સામેલ કરવા માટે દુનિયાભરમાં વોટિંગ કરવામાં આવ્યું હતું, તાજમહેલને એટલા વોટ મળ્યા હતા કે જેના લીધે તે દુનિયાનું પહેલી અજાયબી બની ગયું.

વિશ્વ ધરોહર

વિશ્વ ધરોહર

તાજમહેલ ફારસી, તુર્ક, ભારતીય અને ઇસ્લામી વાસ્તુકલાના ઘટકોનો એવો અનોખો સંગમ છે. તેના જ પગલે યૂનેસ્કોએ વર્ષ 1983માં વિશ્વ ધરોહર જાહેર કર્યું હતું.

English summary
Beautiful Taj Mahal is symbol of Love. Enjoy these 10 facts about the Taj Mahal in India, then see some India travel basics before you go.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X