For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઝલ ગુરુ અને કસાબ પર ચર્ચા કરવા સમય છે, શહિદ સૈનિકો માટે નહીં!

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના પંપોરમાં પાછલા 48 કલાકથી ચાલતું એન્કાઉન્ટર હવે પૂરું થઇ ગયું છે. 48 કલાકના આ ઓપરેશનમાં ભારતીય સેનાએ તેના 23 વર્ષીય કૈપ્ટન પવન કુમાર બેનીવાલ, 26 વર્ષ કેપ્ટન તુષાર મહાજન અને 32 વર્ષીય લાંસ નાયકને ગુમાવ્યા છે. સાથે જ સીઆરપીએફના બે જવાનો પણ આ એન્કાઉન્ટમાં શહીદ થયા છે. પણ જો તમે આ વખતે ટીવી ખોલી બેઠા હશો કે પછી સોશ્યલ મીડિયા સાઇટ પર હશો તો તમને ટ્રેન્ડિંગ ટોપિકમાં બજેટ, જેએનયૂ વિવાદ, અફઝલ ગુરુ જેવા ટોપિક મળશે.

અને આંગળીના વેઠે ગણી શકાય તેવા મળશે જેમણે શહીદને શ્રદ્ઘાંજલિ આપવાની વાત કરી હશે. કારણ કે આપણી તે જ માન્યતા છે કે કાશ્મીરમાં તો આવા એકાઉન્ટર થતા રહે છે. અને કોઇને કોઇ સામ સામે પક્ષે મરતું રહે છે. અને આમ પણ સૈનિકોનું કામ શું છે તે તો દેશ માટે શહિદ જ થવાનાને!

ગત વર્ષે રક્ષામંત્રી મનોહર પાર્રિકરે પણ આ વાતનો સ્વીકારી હતી કે હવે ભારતીય નાગરિકો સૈનિકોને તેટલું સન્માન નથી આપતા. જ્યારે જ્યારે કોઇ યુદ્ધ થાય છે કે કોઇ મોટી ધટના થાય છે ત્યારે શહીદોને અને સેનાને યાદ કરવામાં આવે છે. ત્યારે આ હકીકત કંઇ નવી વાત નથી. પણ આ હકીકત એક શર્મનાક વાત જરૂર છે. કારણ કે આપણી પાસે અફઝલ ગુરુ અને કસાબ પર ચર્ચા કરવા સમય છે, શહિદ સૈનિકો માટે નહીં!

રક્ષા મંત્રીએ સ્વીકાર્યું

રક્ષા મંત્રીએ સ્વીકાર્યું

રક્ષા મંત્રી મનોહર પર્રિકરે ગત વર્ષે કહ્યું હતું કે લોકોમાં ભારતીય સેના માટે પહેલા જેવું સન્માન નથી રહ્યું. રક્ષા મંત્રી આ સમયે તે કમાન્ડિંગ ઓફિસર્સની વાત કરી. જેમણે જિલ્લા પ્રશાસનને તેમનું ધ્યાન રાખવાને લઇને કેટલાક પત્રો લખ્યા હતા.

ખાલી યુદ્ધથી જ મળે છે સન્માન

ખાલી યુદ્ધથી જ મળે છે સન્માન

રક્ષા મંત્રી કહ્યું કે ભારતે પાછલા કેટલાક વર્ષોથી કોઇ મોટું યુદ્ધ નથી લડ્યું. આજ કારણ કે લોકોમાં સેનાને લઇને સન્માન ઓછું છે. જો કે હકીકતમાં પાક દ્વારા આતંકી ધુસણખોરીમાં પાછલા વર્ષોમાં ચાર ગણો વધારો થયો છે. જે એક સુરક્ષાકર્મી માટે એક વોરની સ્થિતિ સમાન જ છે.

જેએનયૂ પર ચર્ચા શહિદ પર બે શબ્દ નહીં

જેએનયૂ પર ચર્ચા શહિદ પર બે શબ્દ નહીં

પાછલા 15 દિવસમાં જેએનયૂ પર 24 કલાક ચર્ચાઓ કરાતી જોવા મળી છે. આ બધુ તે દિવસે થયું હતું જ્યારે સિયાચીનથી લાંસ નાયક હનુમાનથપ્પાને દિલ્હી લાવવામાં આવ્યો હતો.

અફઝલ ગુરુ પર વાત કરતા પહેલા વિચારો

અફઝલ ગુરુ પર વાત કરતા પહેલા વિચારો

તમને દર વર્ષે ફેબ્રુઆરીમાં અફઝલ ગુરુની ફાંસી યાદ આવી જાય છે. તેની પર સેમિનાર બોલવાનો સમય છે પણ કારગિલમાં શહિદ થયેલા 530 સેનિકોના પરિવારનો શું હાલ છે તે જાણવાની તસ્દી લેવાનો સમય નથી. એટલું જ નહીં વર્ષ 2000 થી 2012માં કુલ 3,987 સૈનિકો શહીદ થયા શું તેમના પરિવારને સ્થિતી તેમની મુશ્કેલીઓ પર ચર્ચા કરવાનો ટાઇમ છે તમારી પાસે?

સોશ્યલ મીડિયા ચૂપ

સોશ્યલ મીડિયા ચૂપ

કોઇ ફિલ્મના રિલિઝ, કોઇ નવા પ્રોડક્ટના લોચિંગ કોઇ એક્ટરના ટ્વિટ રિટ્વિટ પર હૈશટેગ સાથે તમે ધણું કહો છો. આને ટ્રેડિંગ ટોપિક્સમાં લાવો છો. પણ પંપોર એન્કાઉન્ટર અને કેપ્ટન પવન જ બાહદુર સૈનિકોની શહીદી પર કેમ ચૂપ છો?

શું કેન્ડલ માર્ચ નહીં કરો?

શું કેન્ડલ માર્ચ નહીં કરો?

કેપ્ટન પવન કુમાર અને કેપ્ટન તુષારની સાથે દેશના દરેક સૈનિક અને પૂર્વ સૈનિકની પાસે જેએનયૂની ડિગ્રી છે. પણ શું કોઇ ઓફિસરની શહીદી પર કોલેજ કેમ્પસમાં કેન્ડલ માર્ચ કે બે મિનિટનું મૌન રખાય છે? કે ખાલી અફઝલ ગુરુ અને યાકૂબ મેમણ જેવા લોકો માટે જ તમને સમર્થન આપવું જરૂરી લાગે છે?

રિયલ હિરો માટે રીલ હિરો

રિયલ હિરો માટે રીલ હિરો

આપણા દેશનું દુભાગ્ય છે કે એલઓસી જેવી ફિલ્મમાં અભિષેક બચ્ચન જેવા હિરો કેપ્ટન વિક્રમ બત્રાનો જેવા રિયલ હિરોનો રોલ પ્લે કરે છે. અને તેને શહાદતને યાદ કરવા માટે આપણે અભિષેક બચ્ચન રોલને યાદ કરવાનો વારો આવે છે.

સૈનિકોના માનવઅધિકાર માટે કોણ લડશે

સૈનિકોના માનવઅધિકાર માટે કોણ લડશે

કારગિલ વોરના સમયે કેપ્ટન સૌરભ કાલિયા અને અન્ય પાંચ જવાનોને પાકિસ્તાને જે રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો. તે વાત વિષે પૂરી દુનિયા જાણે છે. આ માટે આજે તેમના માતા-પિતા એકેલા લડી રહ્યા છે. તો કેમ તેમના જેવા સૈનિકો માટે કોઇ માનવઅધિકારની લડાઇ નથી લડતું. કેમ અઝમલ કસાબ જેવા આતંકી માટે માનવઅધિકારોની વાત કરવામાં આવે છે?

એન્કાઉન્ટર વખતે દેશવિરોધી નારા

એન્કાઉન્ટર વખતે દેશવિરોધી નારા

જે સમયે પંપોરમાં ભારતીય સેનાના સુરક્ષાબળના જવાનો લશ્કર એ તૈયબાના આતંકીઓથી લડી રહ્યા હતા. ત્યારે ત્યાં હાજર લોકો પાકિસ્તાન ઝિંદાબાદની નારા લગાવી રહ્યા હતા. નવાઇની વાત છે કે આ જ વસ્તુ દિલ્હીમાં થાય છે તો બધા બૂમો પાડે છે પણ આતંકીઓથી લડતા સૈનિકોને જ્યારે પોતાના જ લોકો ગાળો આપે છે ત્યારે બધા ચૂપ હોય છે.

દેશની સેવા માટે જ બન્યા છે

દેશની સેવા માટે જ બન્યા છે

સામાન્ય રીતે જ્યારે દેશનો કોઇ સૈનિક શહીદ થાય છે ત્યારે કોઇ નેતા અને લોકો બે -ત્રણ દિવસ માટે આ પર બોલે છે પછી બધા બધુ ભૂલી જઇને પોત પોતાના જીવનમાં વ્યસ્ત થઇ જાય છે. પણ સવાલ છે કે ક્યાં સુધી આપણે આવા રહીશું. ચર્ચા કરવી જોઇએ એ લોકશાહીનો હક છે પણ ચર્ચા કેવા વિષય પર કરવી જોઇએ તે પણ એક ચર્ચાનો સવાલ છે.

English summary
From Saturday to Monday India witnessed lose of five bravehearts. Five security personnel including two young captains lost their lives but you can’t find people talking about them neither on social media nor on news channels.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X