For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

200 વર્ષ બાદ પેરિસની મહિલાઓને મળ્યો પેન્ટ પહેરવાનો હક્ક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

women
પેરિસ, 5 ફેબ્રુઆરી: ફ્રાંસની રાજધાની પેરિસમાં મહિલાઓને અંતે પેન્ટ પહેરવાનો અધિકાર મળી ગયો છે. સરકારે સોમવારે મહિલાઓ પર લગાવવામાં આવેલા 200 વર્ષ જૂના પ્રતિબંધને હટાવી દિધો છે. મહિલા અધિકારોની મંત્રી નજત વલૌડ બેલ્કાસેમે પ્રતિબંધને આધુનિક ફ્રાંસના મૂલ્યો અને કાયદાઓની વિપરીત ગણાવ્યો છે.

17 નવેમ્બર 1800થી લાગૂ આ કાયદા હેઠળ પેરિસની મહિલાઓને પેન્ટ પહેરવા પર ફોજદારી કાર્યવાહીનો સામનો કરવો પડતો હતો. પેન્ટ પહેરવા માટે સ્થાનિક પોલીસની પરવાનગી લેવી પડતી હતી. જો કે આ કાયદામાં 1882 અને 1909માં સંશોધન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારે પણ મહિલાઓને પૂર્ણ અધિકાર મળી શક્યો ન હતો. ત્યારે શરત મુકવામાં આવી હતી કે મહિલાઓ સાયકલ અથવા ધોડા પર સવાર છે તો તેમને પેન્ટ પહેરવાની પરવાનગી આપી શકાય છે.

જો કે આ કાયદો ફક્ત કાગળો પર રહ્યો હતો. એક પ્રશ્નના જવાબમાં બ્લેકાસેમે કહ્યું હતું કે આ કાયદા વ્યવહારમાં નિષ્પ્રભાવી રહ્યો હતો. તેમને કહ્યું હતું કે 'પહેલાં આ કાયદો એ માટે બનાવવામાં આવ્યો હતો કે જેથી મહિલાઓને મર્યાદામાં સિમિત રાખી શકાય. પરંતુ આજે મહિલા અને પુરૂષોની સમાનતાના સિદ્ધાંત હેઠળ આ કાયદો નકામો છે.'

તે 1789નો ફ્રાંસીસી ક્રાંતિનો દોર હતો, ત્યારે મહિલાઓને ટ્રાઉજર પહેરવાની માંગણી કરી હતી. મહિલાઓના પરિધાન ફ્રાંસમાં રાજકીય મુદ્દા બનતા હતા. ગત વર્ષે રાષ્ટ્રપતિ ફ્રાંસુઆ ઓલેંડની નવી સરકાર બનતાં જ મે મહીનામાં એક મંત્રીએ મહિલાઓના જીન્સ પહેરવાની ટિકા કરી હતી. ત્યારબાદ નેશનલ એસેમ્બલીમાં જ્યારે તે ઉનાળુ ડ્રેસ પહેરીને આવી તો તેને અપમાન સહન કરવું પડ્યું હતું.

English summary
Women in Paris can finally wear trousers without fear of criminal prosecution after the government said a more than 200-year-old ban no longer had any legal effect.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X