For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાના પતિ કરતાં વધુ કમાઇ છે 24 ટકા મહિલાઓ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

america-woman-600
વોશિંગ્ટન, 26 જૂન: જમાનો બરાબરીનો છે. જી હાં, તે દિવસ ગયા જ્યારે ઘરના પુરૂષ બહાર જઇને કમાતા હતા. અને તેમની કમાણી જ ઘર ચલાવવાનું એકમાત્ર સાધન હોયા કરતી હતી. તો બીજી તરફ ઘરના કામકાજમાં માહિર સ્ત્રીઓનો આખો દિવસ ચાર દિવાલોની અંદર પસાર થતો હતો.

આજે સમય બદલાઇ ગયો છે. આજની મહિલાઓ મુક્ત છે, ઉત્સાહ અને આત્મ વિશ્વાસથી ભરપૂર છે. ઘરના કામકાજમાં બંધાઇને રહેવાની પ્રવૃત્તિમાંથી બહાર આવવાની હિંમત તો મહિલાઓએ વર્ષો પહેલાં જ બતાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ સામાજિક સ્તર પર આજે તેમનું આ પગલું પોતાની છાપ છોડતી દેખાઇ છે.

આ વિશ્વાસનો કમાલ છે કે એક સર્વેક્ષણ અનુસાર અમેરિકામાં 24 ટકા મહિલાઓ પોતાના પતિથી વધુ કમાઇ છે. આ સર્વેક્ષણમાં પરણિત મહિલાઓનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો. 1970માં આ સંખ્યા 7 ટકા જ હતી. ત્યારબાદ તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ જાણકારી વ્હાઇટ હાઉસ દ્વારા ટ્વિટર પર નાખવામાં આવી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એ વાત પર ખુશી વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું છે કે નોકરી દ્વારા આપણે કમાણીની સાથે સાથે માન-મર્યાદા અને પ્રતિષ્ઠા મળી છે. આ કોઇ મહિલા મુદ્દા સાથે જોડાયેલી વાત નથી, પરંતુ મહિલાઓની સફળતા, એક પ્રકારે અમેરિકાની સફળતા છે.

તો બીજી તરફ વ્હાઇટ હાઉસના આધિકારિક ટ્વિટર એકાઉન્ટે ટ્વિટ કરતાં લખ્યું છે કે આ એક ફક્ત એક ક્ષણભર નહી, પરંતુ એક ક્રાંતિ છે. જો કે હાલ ભારતીયો માટે આ ક્ષણ અથવા આ ક્રાંતિ કેટલા વર્ષોમાં સામે આવશે તે સોચનીય છે. જો કે નરેન્દ્ર મોદીના સારા દિવસોથી આપણે કેટલીક આશાઓ રાખી શકીએ.

English summary
24 per cent of married women earn more than their husbands, compared to only 7% in 1970.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X