For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વતંત્રતા દિવસ વિશેષ: ભારત સાથે જોડાયેલા તથ્યો પર એક નઝર

|
Google Oneindia Gujarati News

સ્વતંત્રતા દિવસના અવસરે એક સવાલ જે સૌથી વધારે વાયરલ થઇ રહ્યું છે, તે છે આઝાદીની પરિભાષા શું છે? કોઇ કહે છે, 'હું વગર રોકટોક અને પૂછપરછ વગર ક્યાંય પણ આવા જવાની આઝાદી ઇચ્છું છું. એવી આઝાદી જેની પર એક યુવતી હોવાના કારણે કોઇ પ્રતિબંધ ના લગાવવામાં આવે.' તો કોઇ કહે છે આઝાદીથી ક્યાંય જવાનો અધિકાર નથી, અમારી અંદર હંમેશા કોઇને કોઇ ભય રહેતો હોય છે તો પછી શેની આઝાદી?

દેશના યુવાનોના દિમાગમાં આઝાદીની વ્યાખ્યા જ ધુંધળી પડી ગઇ છે. વાત જ્યારે દેશની આવે છે, તો મોટાભાગના લોકોના વિચાર નકારાત્મક હોય છે. તમામ લોકો એવા છે, જે ઘર, દુકાન પર બેઠા-બેઠા અથવા કિનારા પર પાન અથવા ચ્હાની કિટલી પર ઉભા રહીને દેશના સિસ્ટમ અંગે ગાળો બોલે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે માત્ર ગાળો બોલવાથી કંઇ નથી થવાનું. એક સકારાત્મક વિચાર પણ વિકસિત કરવાની પણ જરૂર છે, કારણ કે ત્યારે જ આપ પણ દેશના વિકાસમાં યોગદાન આપી શકશો.

આ સકારાત્મક વિચાર દેશના ઇતિહાસના પાના ફંફોસવાથી આવશે. કાળા અધ્યાયોની સાથે તમામ એવા અધ્યાય પણ છે, જે દેશનું ગૌરવ બન્યા. જેની આપણે ગૌરવ કરી શકીએ છીએ. દેશ માટે એક સકારાત્મક વિચાર વિકસિત કરવા માટે જ અમે આપની સમક્ષ મૂકી રહ્યા છીએ આપણા દેશને લગતા આ 40 તથ્યો, જેના વિશે લગભગ જ આપે વાંચ્યું હશે.. અથવા એવું પણ બને કે આ તથ્યો વાંચીને આપ આશ્ચર્યમાં પડી જાવ....

'ઇન્ડિયા' નામની ઉત્પત્તિ

'ઇન્ડિયા' નામની ઉત્પત્તિ

'ઇન્ડિયા' નામની ઉત્પત્તિ ઇંડ્યુસ નામની નદીથી છે જે ઇન્ડ્યુસ વૈલી નામની ઘાટીમાંથી વહેતી હતી.

નામ:

નામ:

અધિકારીક સંસ્કૃત નામ હિન્દુસ્તાનનું 'ભારત ગણરાજ્ય' છે. જેને આજે લોકો માત્ર ભારત કહે છે.

કેટલું મોટું છે ભારત

કેટલું મોટું છે ભારત

ભારત વિશ્વમાં સૌથી મોટો વિસ્તાર ધરાવતા દેશોના લિસ્ટમાં સાતમાં નંબર પર છે.

ભારતમાં કરોડો કરોડપતિ

ભારતમાં કરોડો કરોડપતિ

ભારતમાં કરોડો કરોડપતિ છે પરંતુ ભારતમં શ્રીમંત-ગરીબની વચ્ચે ખૂબ જ અંતર છે જેના કારણે અત્રે ગરીબીનું પ્રમાણ વધારે છે.

ભારતની કોઇ રાષ્ટ્રીય ભાષા નથી

ભારતની કોઇ રાષ્ટ્રીય ભાષા નથી

ભારતની કોઇ રાષ્ટ્રીય ભાષા નથી, હિન્દી અધિકારીક ભાષા છે જે દેશના ઘણા રાજ્યોમાં બોલવામાં આવે છે. આ ઉપરાંત અંગ્રેજી પણ ઘણા રાજ્યોમાં બોલાય છે, આ ઉપરાંત દેશમાં તમિલ, તેલૂગુ, મલિયાલમ, કન્નડ, મરાઠી અને બાંગલા જેવી ભાષાઓ 22 રાજ્યોમાં બોલાય છે. ભારતમાં 1652 બોલીઓ અને ભાષાઓ બોલવામાં આવે છે.

સૌથી વધારે અંગ્રેજી ભાષા બોલાય છે

સૌથી વધારે અંગ્રેજી ભાષા બોલાય છે

ભારતમાં હિન્દી બાદ સૌથી વધારે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત વિશ્વનો 24મો દેશ છે જ્યાં સૌથી વધારે અંગ્રેજી ભાષા બોલાય છે. ભારતમાં 22 રાજ્ય છે જ્યાં હિન્દી અને અંગ્રેજી માનક ભાષાના રૂપમાં ઉપયોગ કરાય છે.

વિશ્વવિદ્યાલય

વિશ્વવિદ્યાલય

700 ઇસા પૂર્વ ભારતનું પહેલું વિશ્વવિદ્યાલય તક્ષશીલા ખોલાયું હતું, જેમાં ભણેલા હજારો વિદ્યાર્થીઓએ વિશ્વના ખુણે ખુણે સુધી દેશની સુવાસ ફેલાવી.

સૌથી મોટી ટપાલ વ્યવસ્થા

સૌથી મોટી ટપાલ વ્યવસ્થા

વિશ્વની સૌથી મોટી ટપાલ વ્યવસ્થા માત્ર ભારતની પાસે જ છે.

વારાણસી

વારાણસી

દેશની પવિત્ર નગરી વારાણસી વિશ્વનું સૌથી જુનું શહેર છે.

આગરાનો તાજમહાલ

આગરાનો તાજમહાલ

આગરાનો તાજમહાલ વિશ્વની સાત અજાયબીમાંથી એક છે જેને મુગલ શાસક શાહજહાંએ પોતાની પત્ની મુમતાજની યાદમાં બનાવડાવ્યો હતો.

સૌથી મોટુ માર્ગ નેટવર્ક

સૌથી મોટુ માર્ગ નેટવર્ક

વિશ્વની સૌથી મોટી માર્ગ વ્યવસ્થા અને રોડ નેટવર્ક ભારતની પાસે છે જે 1.9 મિલિયન માઇલના વિસ્તારોને જોડે છે.

શતરંજ

શતરંજ

શતરંજ જેને આપણે chessથી પણ ઓળખીએ છીએ તેની ઉત્પત્તી પણ ભારતમાં જ થઇ હતી. તેને 'ચતુરંગ સંસ્કૃત'ના નામથી ઓળખાતું હતું જેનો અર્થ થાય છે 'એક સેનાના ચાર સભ્યો'

હીરો

હીરો

વર્ષ 1986 સુધી ભારત એકલો જ એવો દેશ હતો જ્યાં અધિકારીક રીતે ડાયમન્ડ મેળવી શકાતો હતો.

નિકાસ

નિકાસ

હજારો વર્ષોથી ભારત કાપડની નિકાસ કરતું આવ્યું છે. આ ઉપરાંત સ્લીલ, કૃષિ વસ્તુઓ, અને આ પ્રકારની ટેકનોલોજી અથવા ચિકિસ્તા સાથે જોડાયેલા ઉત્પાદનોની નિકાસ ભારત કરે છે.

ઉંમર વર્ગ

ઉંમર વર્ગ

ભારતમાં 50 ટકાથી વધારે લોકો 25 વર્ષથી નાની ઉંમરના છે, જ્યારે 65 ટકા લોકો 35 વર્ષથી નાના છે. ભારતમાં બીજા દેશોની તુલનાએ લોકો ઝડપથી જવાન થાય છે.

સૌથી જુની સભ્યતા

સૌથી જુની સભ્યતા

ભારતની સભ્યતા વિશ્વમાં સૌથી જુની છે, અહીં સુધી કે વિશ્વની ઘણી પ્રાચીન સ્થળ અને ઇમારતો ભારતમાં છે. ભારતની પ્રાચીન સામ્રાજ્ય મિસ્ર અને મેસોપોટામિયા કરતા પણ પહેલાની છે.

સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી

સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી

વિશ્વની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ભારતમાં છે. વધારે ફિલ્મો બોલિવુડમાં બને છે, દેશમાં અન્ય ભાગોમાં પણ પ્રાદેશિક ભાષાઓમાં પણ ફિલ્મોનું મોટા પાયે નિર્માણ થાય છે.

પવિત્ર કૃતિઓ

પવિત્ર કૃતિઓ

500 થી 2000 સુધીના વૈદિક શાસ્ત્રોનું લેખન પંજાબ ક્ષેત્રમાં કરવામાં આવ્યું.

શૂન્યનું નિર્માણ

શૂન્યનું નિર્માણ

ગણિતમાં સર્વાધિક મહત્વપૂર્ણ નંબર જીરોની અવધારણા ભારતે જ દુનિયાને આપી.

સૌથી મોટી મોન્ટેસરી સ્કૂલ

સૌથી મોટી મોન્ટેસરી સ્કૂલ

ભારતમાં જ વિશ્વની સૌથી મોટી મોન્ટેસરી સ્કૂલ છે. જે છે લખનઉની સીટી મોન્ટેસરી સ્કૂલ, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 26000 જેટલી છે.

કેળાનું સૌથી વધારે નિકાસ

કેળાનું સૌથી વધારે નિકાસ

વિશ્વમાં સૌથી વધારે કેળાનું નિકાસ ભારત જ કરે છે. જ્યારે બીજા સ્થાન પર બ્રાઝિલ છે.મિલ્ક પ્રોડક્શન દૂધનું ઉત્પાદન વિશ્વમાં ભારતમાં દૂધનું ઉત્પાદન સૌથી વધારે કરવામાં આવે છે.

લાલ રંગ શુંભ

લાલ રંગ શુંભ

ભારતમાં લાલ રંગને શુભ માનવામાં આવે છે, વિવાહ અને જુદા જુદા પ્રસંગોએ આ રંગના કપડા પહેરવાનું અનોખું માહત્મ્ય છે.

શાકાહાર

શાકાહાર

ભારતમાં શાકાહારીઓની સંખ્યા વિશ્વમાં સર્વાધિક છે.

સૌથી લાંબી પર્વત શ્રેણી

સૌથી લાંબી પર્વત શ્રેણી

ભારતના હિમાલયમાં વિશ્વની સૌથી ઉંચો પર્વત એવરેસ્ટ છે. આ ઉપરાંત પર્વત શ્રેણી લગભગ 1500 માઇલમાં ફેલાયેલી છે જે 23,600 ફૂટ સુધી ઉંચી છે.

સર્વાધિક પર્વત શ્રેણી

સર્વાધિક પર્વત શ્રેણી

ભારતના હિમાલયમાં વિશ્વની સૌથી ઉંચો પર્વત એવરેસ્ટ છે. આ ઉપરાંત પર્વત શ્રેણી લગભગ 1500 માઇલમાં ફેલાયેલી છે જે 23,600 ફૂટ સુધી ઉંચી છે.

સૌથી વધારે શ્રદ્ધાળુ

સૌથી વધારે શ્રદ્ધાળુ

તિરુપતિમાં આવેલા વિષ્ણુ મંદિર દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં સૌથી વધારે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. અત્રે વેટિકન અને મક્કાથી પણ શ્રદ્ધાળુઓ આવે છે.

સૌથી પહેલો મકબરો

સૌથી પહેલો મકબરો

દુનિયામાં લગભગ જ કોઇને માલૂમ હશે કે દુનિયાનો સૌથી પહેલો મકબરો ભારતમાં જ બનાવવામાં આવ્યો હતો. આ કબ્ર શાહજહાંએ હુમાયૂ માટે બનાવી હતી, પરંતુ ત્યારબાદ તેની પત્ની અને અન્ય મુઘલ ખાનદાનના લોકોને પણ અત્રે દફનાવવામાં આવ્યા હતા.

વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો

વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો

દર 12 વર્ષ બાદ અલ્હાબાદમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. કુંભ મેળો દુનિયામાં એકમાત્ર એવો મેળો છે જ્યાં ધર્મના નામ પર સૌથી મોટું માનવ મહેરામણ ઉમટી પડે છે.

બૃહાદેશ્વર મંદિર

બૃહાદેશ્વર મંદિર

બૃહાદેશ્વર મંદિર દુનિયાનું સૌથી મોટું મંદિર છે, જ્યાં શિવ ભગવાનની સવારી નંદીની સૌથી મોટી પ્રતિમા છે. તેની ઉંચાઇ જે 13 ફૂટની જગ્યામાં બનેલી છે. આ મંદિરનું નિર્માણ હજારો વર્ષો પહેલા થયું હતું.

સૌથી ઉંચું સ્ટેડિયમ

સૌથી ઉંચું સ્ટેડિયમ

દુનિયાનું સૌથી ઉંચુ ક્રિકેટ સ્ટેડિયમ હિમાચલ પ્રદેશમાં છે. આ સ્ટેડિયમ સમુદ્રની સપાટીથી 24 હજાર મીટર ઉપર આવેલું છે

સૌથી મોટું લોકતંત્ર

સૌથી મોટું લોકતંત્ર

દુનિયામાં સૌથી મોટું લોકતંત્ર ભારતનું છે. ભારતમાં સૌથી વધારે મતદાતાઓ છે અને ચૂંટણીમાં થનારા ખર્ચાઓના મામલામાં ભારત સૌથી આગળ છે.

સોનુ ખરીદવામાં ભારત સૌથી આગળ

સોનુ ખરીદવામાં ભારત સૌથી આગળ

દુનિયામાં સોનુ ખરિદવામાં ભારત સૌથી અગ્રેસર છે. સોનાને ભારતની સંસ્કૃતિનું અભિન્ન અંગ માનવામાં આવે છે, પછી ભલેને એ કોઇ ભેંટ માટે હોય કે લગ્ન પ્રસંગ માટે.

વિભિન્ન વિચારધારા

વિભિન્ન વિચારધારા

ભારત જ એક માત્ર એવો દેશ છે જ્યા અલગ-અલગ ધર્મોના લોકો સાથે રહે છે. હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મ આ તમામ ધર્મનો જન્મ ભારતમાં જ થયો હતો.

હિન્દુ ધર્મ

હિન્દુ ધર્મ

ભારતમાં હિન્દુ ધર્મના લોકો સૌથી વધારે છે, સૌથી વધારે તહેવાર અને રજાઓ ભારતમાં જ મનાવવામાં આવે છે.

ભારતમાં સૌથી વધારે મસ્જિદ

ભારતમાં સૌથી વધારે મસ્જિદ

દુનિયામાં કોઇપણ દેશની તુલનામાં ભારતમાં સૌથી વધારે મસ્જિદ આવેલી છે. એટલું જ નહી મુસ્લિમ વસ્તીમાં ભારત દુનિયાનો બીજો મોટો દેશ છે.

ભારતમાં જ ઉત્પન્ન થઇ

ભારતમાં જ ઉત્પન્ન થઇ

સાપ અને સીડીની આ અનોખી રમતની ઉત્પત્તી ભારતમાં જ થઇ. આ રમતની પાછળ ભલાઇ અને દુરાચારની શીખ છુપાયેલી છે.

લૂડો

લૂડો

ભારતમાં પચીસીનો જન્મ છઠ્ઠી સદીમાં થઇ હતી. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે આ રમતના ચિત્રો અજંતાની ગુફાઓમાં આજે પણ જોઇ શકાય છે. આ રમત ભારતના મુઘલ સમ્રાટો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવતો હતો.

ગણિત

ગણિત

ટ્રિગનોમેટ્રી, કેલ્ક્યુલસ, અને બીજગણિત માટે બારતીયોએ ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. ભારતમાં જ 100 ઇસા પૂર્વમાં દશાંશ પ્રણાલીનો આવિષ્કાર કરવામાં આવ્યો હતો.

તબીબી પ્રગતિ

તબીબી પ્રગતિ

ભારતમાં લગભગ 2,600 વર્ષ પહેલા સુશ્રુત દ્વારા સર્જરી કરવામાં આવતી હતી. તેમણે આર્યુવેદ વિકસીત કર્યો અને ઘણી જટીલ સર્જરી અને ઓપરેશનનો રેકોર્ડ પણ બનાવ્યો

મોટા વ્યાપાર

મોટા વ્યાપાર

વિનોદ ખોસલા, કો-ફાઉન્ડર સન માઇક્રોસિસ્ટમ્સ અને રાજીવ ગુપ્તા હેવલેટ-પેકર્ડના જીએમ છે. ઘણી એવી કંપનીઓ છે જેમની સ્થાપના અથવા તો એ ખુદ ભારતીયો દ્વારા જ ચલાવવામાં આવે છે.

English summary
On the occasion of Independence Day we have bring 50 interesting facts about India. These facts about India will blow your mind away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X