For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''મોદીને માત આપવા કોંગ્રેસે આ 5 વસ્તું કરવી જોઇએ''

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ભાષણ પર કેન્દ્રિય નાણામંત્રી પી ચિદંમ્બરમે કહ્યું કે નરેન્દ્ર મોદી તથ્યોનું એન્કાઉન્ટર કરી રહ્યાં છે. તો બીજી તરફ દિગ્વિજય સિંહે નરેન્દ્ર મોદી વિશે કહ્યું કે નરેન્દ્ર મોદીના રાજકારણ વિશે સાંભળીને સારું લાગ્યું, પરંતુ ચિત્તો પોતાના પગના નિશાન ભૂંસી ન શકે. આ પહેલાં ટ્વિટ કર્યું હતું કે 'ફેંકૂ મોદી ઇઝ બેસ્ટ, જે એનડીએ શાસનના ફેક આંકડા આપી રહ્યાં છે.' તો બીજી તરફ રાહુલ ગાંધીએ પણ નરેન્દ્ર મોદી પર તાજેતરમાં જ જોરદાર પ્રહાર કર્યા હતા.

તમને શું લાગે છે, શું આમ કરવાથી કોંગ્રેસનું ભલુ થવાનું છે? ના. ક્યારેય નહી, કારણ કે કોંગ્રેસને જો લોકસભાની ચૂંટણી જીતવી છે, અથવા તો સારું પ્રદર્શન કરવું છે તો અત્યારથી જ નરેન્દ્ર મોદીને નીચું બતાવવાના બદલે કેટલીક વાતો પર અમલ કરવો જોઇએ.

આ એટલા માટે જરૂરી છે કારણ કે નરેન્દ્ર મોદી એક પછી એક રેલી કરી રહ્યાં છે. તેમની રેલીઓ ફક્ત ગુજરાત કે દિલ્હી સુધી સિમિત નથી, પરંતુ આંધ્ર પ્રદેશ, કેરલ, છત્તીસગઢ અને આગળ જઇને તમિલનાડુ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં રેલી યોજાવાની છે. તેમાં કોઇ શક નથી કે નરેન્દ્ર મોદી ઝડપથી આગળ વધી રહ્યાં છે અને કોંગ્રેસ પાર્ટીમાં નરેન્દ્ર મોદીના કદનો કોઇ નેતા હાલ જોવા મળતો નથી. નરેન્દ્ર મોદી ઇફેક્ટને જોતાં એનડીએની પકડ મજબૂત થતી જાય છે, જેનો ફાયદો એનડીએને ચૂંટણીમાં જરૂર મળશે.

ખાસ વાત એ છે કે કોંગ્રેસ જ નહી પરંતુ સ્થાનિક પક્ષો જેમ કે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વગેરે પણ નરેન્દ્ર મોદીનીઆગળ ફિક્કા પડી ગયા છે. કોઇની પાસે હાલ રાજનિતી જોવા મળતી નથી, જે નરેન્દ્ર મોદીને પછાડી શકે. જવા દો આપણે અહી કોંગ્રેસની વાત કરી રહ્યાં છે. જો કે સમય આવી ગયો છે, જ્યારે નરેન્દ્ર મોદી પર શબ્દબાણ ચલાવવાના બદલે કોંગ્રેસે આ પાંચ કામ કરવા જોઇએ.

દિગ્વિજય જેવા લોકોને ચૂપ કરાવે

દિગ્વિજય જેવા લોકોને ચૂપ કરાવે

નરેન્દ્ર મોદીના દરેક મોટા આયોજન બાદ કોંગ્રેસ તરફથી દિગ્વિજય સિંહ તથા અન્ય મોટા નેતા એવા નિવેદન આપી દે છે, જેથી દેશને હિન્દુ-મુસ્લિમના રૂપમાં વહેંચવાની દુર્ગંધ આવે છે. દિગ્વિજય સિંહનું ટ્વિટ જ લઇ લો જેમાં તેમને લખ્યું ''ટોપી ત્યારે ન પહેરી, હવે ટોપીથી પ્રેમ? પરિવર્તન છે હદયનું? બદલાઇ ગયો વહેવાર. બદલાઇ ગયો વહેવાર, બોલાવ્યા ટોપીવાળા: અહીં સીધી જ રીતે હિન્દુ-મુસ્લિમમાં ફૂટ પાડવાની વાત લખવામાં આવી છે.

વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરે

વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરે

કોંગ્રેસ પાર્ટીનું વંશવાદથી બહાર નિકળવું તો મુશ્કેલ છે. જ્યારે પાર્ટીના નેતા રાહુલ ગાંધીને જ વડાપ્રધાન બનાવવાના સપનાં જોઇ રહ્યાં છે, તો તેમને તાત્કાલિક કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દેવા જોઇએ. આથી પાર્ટીના યુવા કાર્યકર્તાઓનું મનોબળ વધશે અને રાહુલ ગાંધીનો આત્મવિશ્વાસ પણ. બીજીવાત એ છે કે એક યુવા નેતા કોઇ અનુભવી રાજકારણીને પડકાર ફેંકી ન શકે.

મોદી પાછળ સમય ન વેડફે

મોદી પાછળ સમય ન વેડફે

કોંગ્રેસના નેતાઓને નરેન્દ્ર મોદીની નબળાઇઓ શોધવામાં સમય બગાડવાના બદલે નવી યોજનાઓ બનાવવા અંગે વિચારવું જોઇએ કે કેવી રીતે 9 વર્ષના શાસનકાળના સકારાત્મક બિંદુઓને જનતા સમક્ષ રાખવા કે જેથી આગામી ચૂંટણીમાં વોટ મળી શકે.

મીડિયાનો યોગ્ય ઉપયોગ

મીડિયાનો યોગ્ય ઉપયોગ

જોવા જઇએ તો કોંગ્રેસ પાર્ટી મીડિયાને મેનેજ કરવામાં દર વખતે નિષ્ફળ રહે છે. જ્યારે ભાજપ આ કામમાં માહિર છે. રાહુલ ગાંધી આ મુદ્દે કેટલાક દિગ્ગજોને પોતાની સાથે જોડી શકે છે, જે કોંગ્રેસના ચહેરાને મીડિયાના માધ્યમથી સુધારી શકે.

તાત્કાલિક લોકસભાની ચૂંટણી કરાવે

તાત્કાલિક લોકસભાની ચૂંટણી કરાવે

શાસનમાં તમામ પ્રકારની ખામીઓના કારણે કોંગ્રેસની દરેક જગ્યાએ ઠેકડી ઉડતી જોવા મળે છે. થોડા મહિના પહેલાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત એક સકારાત્મક હવા ઉભી કરી હતી, પરંતુ કોંગ્રેસ તેનો ઉપયોગ કરી ન શકી. જો તે હવાનું વાતાવરણ અન્ય રાજ્યો તરફ કરતાં તાત્કાલિક લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી શકાતી હતી, તો કોંગ્રેસના પુનરાગમના ચાન્સ બની જતા. જવા દો હજુ સુધી મોડી થયું નથી, જો અત્યારે ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તો લોકો કોંગ્રેસને વોટ આપી શકે છે.

English summary
From P Chidambaram to Digvijay Singh, all Congressmen are busy in slamming Narendra Modi, that is not the right way. This is the time to think about Loksabha Elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X