તમે કે તમારુ કોઈ પોતાનુ ડિપ્રેશનમાં છે કે નહિ, જાણો આ 7 લક્ષણોથી
કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં કે છે કે નહિ આ જાણવા માટે વ્યવહારમાં આવતા આ લક્ષણો વિશે જરૂરથી જાણી લો.
બૉલિવુડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનુ રવિવારે નિધન થઈ ગયુ છે. મોતનુ કારણ હેંગિંગ(ફાંસી પર લટકવુ) જણાવવામાં આવ્યુ છે. કહેવાઈ રહ્યુ છે કે છેલ્લા છ મહિનાથી તે ડિપ્રેશનમાં હતા. જો કે તેમણે આ પગલુ કેમ લીધુ તેનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી પરંતુ આવુ પહેલી વાર નથી જ્યારે કોઈ સ્ટારે આવુ કર્યુ હોય. હાલમાં જ ટીવી અભિનેતા મનમીત ગ્રેવાલ અને બહુચર્ચિત શો ક્રાઈમ પેટ્રોલની અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ પણ આત્મહત્યા કરી. પ્રેક્ષા પણ લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી. કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં કે છે કે નહિ આ જાણવા માટે વ્યવહારમાં આવતા આ લક્ષણો વિશે જરૂરથી જાણી લો.

1. સ્કૂલ કે કામ પર ન જવુ
ડિપ્રેશનનુ મુખ્ય કારણ હોય છે સ્કૂલ અને કામ પર ન જવુ. આવા વ્યક્તિ ઘણા પ્રકારની ગતિવિધિઓથી બચવાની કોશિશ કરે છે. આવુ એટલા માટે થાય છે કારણકે ડિપ્રેશન એ વ્યક્તિની બધી ઉર્જા અને બધો સમય લઈ લે છે.
2. એનર્જી ન હોવી
ડિપ્રેશનથી પીડિત વ્યક્તિનુ એનર્જી (ઉર્જા)નુ સ્તર આ બિમારીથી એટલુ નીચે પહોંચી જાય છે કે તેને પથારીમાંથી ઉઠવાનુ પણ મેરેથૉન દોડ લગાવવા સમાન લાગે છે. આવો વ્યક્તિ કોઈની સાથે હળીમળી નથી શકતો અને તેને સૂવામાં પણ મુશ્કેલી થાય છે.

3. બહુ ઓછુ અથવા બહુ વધુ જમવુ
ડિપ્રેશનનુ સૌથી સામાન્ય લક્ષણ છે બહુ ઓછુ જમવુ અથવા બહુ વધુ જમવુ. આનાથી વજનમાં પણ ખૂબ અંતર આવી જાય છે. વજન ખૂબ વધી જાય અથવા ખૂબ ઘટી જાય છે. ઘણી વાર ડિપ્રેશન શરૂઆતના તબક્કામાં હોય ત્યારે પણ વજનમાં ઘણો ફેરફાર જોવા મળે છે.
4. સૂતી વખતે મુશ્કેલી થવી
ડિપ્રેશનથી પીડિત 80 ટકા લોકોને એક સારી ઉંઘ લેવા માટે ઘણી મુશ્કેલી થાય છે. જો તમારા કોઈ વ્યક્તિને ઉંઘ ન આવતી હોય તો બની શકે કે તે પણ આ બિમારીથી પીડિત હોય.

5. નશો કરવો
ડિપ્રેશન, તણાવ અને અન્ય માનસિક બિમારીઓનો સામનો કરનાર લોકો સામાન્ય રીતે નશો કરે છે. આ લોકો પોતાની પરેશાનીના ભૂલવા માટે દારૂ અને ડ્રગ્ઝનુ નિયમિત રીત સેવન કરવા લાગે છે.
6. નકલી ભાવનાઓ
ડિપ્રેશનથી પીડિત મોટાભાગના લોકો એ સ્વીકાર નથી કરતા કે તેમને ડિપ્રેશન છે. બીજા સાથે સમય વીતાવતી વખતે આ લોકો ખુશ હોવાનુ નાટક કરે છે અને જ્યારે પણ કોઈ તેમને પૂછે કે તેમનુ જીવન કેવુ ચાલી રહ્યુ છે તો એ સ્પષ્ટ રીતે પોતાના જીવન વિશે નથી જણાવતા અને અસ્પષ્ટ જવાબ આપે છે.
7. બહુ વધુ કામ કરવુ
કદાચ તમે એવુ ક્યારેય વિચાર્યુ નહિ હોય કે વધુ કામ કરવુ પણ ડિપ્રેશનનુ એક લક્ષણ હોઈ શકે છે. પરંતુ ઘણા લોકો પોતાની ભાવનાઓ છૂપાવવા અને મુશ્કેલીઓથી દૂર ભાગવા માટે ખુદને કામમાં ડૂબાડી દે છે.












Click it and Unblock the Notifications
