ભારતીય હિન્દુ લગ્નના 7 વચન

Posted By:
Subscribe to Oneindia News

હિન્દુ ધર્મના પારંપારિક લગ્નમાં 'સપ્તપદી' અર્થાત 'સાત ફેરા'નું વિશેષ મહત્વ હોય છે. ત્યારબાદ લગ્ન કરનાર પંડિત બંનેના પતિ-પત્ની હોવાની જાહેરાત કરે છે. સાત ફેરાના સંસ્કારમાં પવિત્ર અગ્નિના સાત ફેરા લેવામાં આવે છે. દરેક ફેરાની સાથે વર-વધૂ વચન લે છે. એટલે કે કુમ સાત વચન લેવામાં આવે છે. આવો અમે તમને આ સાત વચનો વિશે જણાવીએ.

વિકિપીડિયા અનુસાર વર-વધૂ પ્રેમ, કર્તવ્ય, સન્માન, સ્વામિ ભક્તિ અને સારી રીતે સાથે રહેવાનું વચન લઇને હંમેશા હંમેશા માટે સાથે રહેવા માટે સહમત થાય છે. વર-વધૂ માટે સંસારની શાંતિ અને કલ્યાણ માટે સાત ફેરાનું ખાસ મહત્વ હોય છે.

ભારતીય વિવાહ શુદ્ધતા અને બે અલગ-અલગ વ્યક્તિ, સમુદાય અને સંસ્કૃતિનું પરસ્પર મિલનનું પ્રતિક છે. અમુકને બાદ કરતાં દરેક હિન્દુ લગ્નમાં એક જ પ્રકારના સંસ્કાર હોય છે.

ભોજન અને કલ્યાણ

ભોજન અને કલ્યાણ

વર-વધૂ ઇશ્વરથી વિનમ્રતાપૂર્વક નિવેદન કરે છે કે તે તેમના માટે યોગ્ય ભોજનની વ્યવસ્થા કરે જેથી તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે. પુરૂષ આજીવિકાની જવાબદારી લે છે અને મહિલા ઘર ગૃહસ્થીની જવાબદારી લે છે.

સ્વાસ્થ

સ્વાસ્થ

વર વાયદો કરે છે કે તે હરઘડી પોતાના પરિવારની રક્ષામાં મજબૂતી સાથે જોડાયેલો રહેશે અને પરિવારનો જુસ્સો વધારશે. વધૂ વચન આપે છે કે તે વરની દરેક સ્થિતીમાં સહયોગ કરશે અને તેમની શારીરિક, આત્મિક અને માનસિક સ્વાસ્થ માટે પ્રાર્થનાઓ કરશે.

ધન અને ધનિષ્ઠતા

ધન અને ધનિષ્ઠતા

આ વચનમાં વર-વધૂ હંમેશા સાથે રહેવાની સોગંધ ખાય ચેહ અને ઇશ્વરથીને પ્રાર્થના કરે છે કે તેમના પર ધનની કૃપા રહે.

પ્રેમ

પ્રેમ

વર-વધૂ ના ફક્ત પોતાના માટે પરંતુ પોતાના નવા પરિવાર માટે પ્રેમ અને સન્માનની અપેક્ષા કરે છે. ચોથા ફેરામાં વર-વધૂ ઇશ્વરને પ્રાર્થના કરે છે કે તેમના પરિવાર પર ધનની કૃપા થાય જેથી પરસ્પર તાલેમેલ બન્યો રહે.

બાળકો

બાળકો

વર-વધૂ પ્રાર્થનાક રે છે કે તેમને પ્રકૃતિના સૌથી મોટા ઉપહાર અર્થાત બાળકની પ્રાપ્તિ થાય.

દીર્ધાયુ

દીર્ધાયુ

વર-વધૂ સુખ દુખ સાથે લાંબા સમયથી શાંતિપૂર્ણ જીવનની કામના કરતા રહે.

ગુણવત્તા

ગુણવત્તા

આ વચનમાં વર-વધૂ ઇશ્વરને પ્રાર્થના કરે છે કે તેમના નવા સંબંધમાં સહચારિતા, વિશ્વાસ, પરિપક્વતા, ઇમાનદારી અને સમજદારી રહે.

English summary
The most important ritual in a traditional Hindu Wedding is Saptapadi or Saat Phere. It involves taking 7 revolutions/steps around the sacred fire, where every round/step is a vow for each other by the couple. Let’s have a quick look at these precious vows.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.