For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધડાકાઓ માટે વિશ્વમાં ઉપયોગમાં લેવાતા 8 અજીબો-ગરીબ બોમ્બ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 નવેમ્બરઃ વિશ્વ આતંકવાદથી ત્રસ્ત છે. લોકોના લોહીની હોળી રમનારા દહેશતગર્દ અવાર નવાર આતંકી ઘટનાઓને અંજામ આપીને આતંકનો પરચમ લહેરાવવામાં લાગેલા છે. તાજેતરમાં નૌરોબીની મોલની ઘટના તમને હશા અથવા તો બિહારની રાજધાની પટણામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ. આતંકવાદી ધડાકાઓ માટે અજીબો-ગરીબ રીત સાથે અલગ-અલગ પ્રકારના વિસ્ફોટકોનો ઉપયોગ કરી રહ્યાં છે.

ઑગસ્ટ 2013માં લંડનના હીથ્રો એરપોર્ટ પર આંતકી હુમલાની ચેતવણીથી અફરા તફરી મચી ગઇ. ચેતાવણી આપવામાં આવી કે અલકાયદાની મહિલા આતંકી બ્રેસ્ટ બોમ્બથી ધડાકાઓને અંજામ આપી શકે છે. બ્રેસ્ટ બોમ્બનું નામ પહેલીવાર આવ્યું. આતંકી નવી-નવી રીતને અજમાવી રહ્યાં છે, જેથી સુરક્ષા ઉપકરણોથી બચીને તેઓ પોતાના મકસદમાં સફળ રહી શકે.

જ્યાં આતંકવાદી અજીબોગરીબ અને ઘાતક બોમ્બનો ઉપયોગ કરી રહ્યાં છે, આપણી સુરક્ષા એજન્સી આ બોમ્બ અંગે જાણતા પણ નથી. એવું નથી કે પહેલીવાર આવું થઇ રહ્યું છે. પહેલા પણ આ રીતે અલગ-અલગ રીતો અજમાવીને વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બોમ્બ સામાન્ય બોમ્બથી અલગ હતા. તને બનાવવા માટે બિલ્લીઓ, કબુતરો, સમુદ્રી જીવો, ચામાચિડયાનો ઉપયોગ કરવામાં આવતો. આજે અમે અહીં તસવીરો થકી આવા જ કેટલાક અજીબો ગરીબ બોમ્બ અંગે જણાવી રહ્યાં છે.

સ્તન બની જાય છે ઘાતક હથિયાર

સ્તન બની જાય છે ઘાતક હથિયાર

આતંકવાદી મહિલા ફિદાયીનો સાથે આ પ્રકારે એક્સપેરિમેન્ટ કરી રહ્યાં છે. મહિલાઓના બ્રેસ્ટ બોમ્બ બનાવવામાં કોઇ ઘાતુનો ઉપયોગ કરવામાં નથી આવતો, તેથી તેને સિક્યોરિટી સ્કેનર પણ ઓળખી શકતા નથી. આ બોમ્બ બનાવવા માટે સ્તનોમાં સર્જરી થકી વિસ્ફોટક નાંખવામાં આવે છે, જેને ઇન્જેક્શન અથવા રેડિયો ડિવાઇસથી એક્ટિવ કરવામાં આવે છે.

ગે બોમ્બથી થશે ધડાકો

ગે બોમ્બથી થશે ધડાકો

આ હથિયાર પહેલીવાર અમેરિકી સેનાની સામે આવ્યો. પહેલીવાર 1994માં અમેરિકામાં આ રાસાયણિક હથિયાર અંગે જણાવવામાં આવ્યું હતું. જે અનુસાર દુશ્મન સેના પર અત્યંત કામોત્તેજક કેમિકલ ફેંકવામાં આવશે, જે તેમને સૈનિકોને ગે એટલે કે સમલૈંગિક બનાવી દેશે. જો કે, આ બોમ્બ ક્યારેય બનાવી શકાયો નથી, કારણ કે આવું કોઇ કેમિકલ મળ્યું નથી, જે સૈનિકોના વ્યવહરમાં પરિવર્તન કરીને તેમને તુરંત ગે બનાવી દે.

ભૂખ્યા કૂતરાંઓથી ધડાકો

ભૂખ્યા કૂતરાંઓથી ધડાકો

આ ડોગ બોમ્બ અથવા ડોગ માઇંસના નામથી પણ ઓળખાય છે. સૌથી પહેલીવાર તેનો ઉપયોગ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન થયો હતો. આ બોમ્બને બનાવવા માટે કૂતરાંઓને અનેક દિવસ ભૂખ્યા રાખવામાં આવે છે, બાદમાં તેમને ટેંકની નીચે ખાવાનું શોધવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમને અનુભવવામાં આવે છે કે ખાવાનું માત્ર ટેંકો નીચે જ મળે છે. ટ્રેનિંગ દરમિયાન જ્યારે કૂતરાં તૈયાર થઇ જાય છે તો તેમને મેદાનમાં ઉતારવામાં આવતા હતા.

આગ લગાવતા ચામાચીડિયા

આગ લગાવતા ચામાચીડિયા

સૌથી પહેલીવાર આ બોમ્બનો ઉપયોગ દ્વીતિય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ કર્યો. આ બોમ્બ થકી અમેરિકા જાપાનના ઉદ્યોગિક વિસ્તારોના ભવનોમાં આગ લગાવવા ઇચ્છતું હતુ. આ બોમ્બને બનાવવા માટે આગ લગાવતા વિસ્ફોટકોને ચામાચીડિયા સાથે બાંધી દેવામાં આવતા હતાઅને ટાઇમર સાથે પોતાની મરજી અનુસાર સ્થલો પર વિસ્ફોટ કરવામાં આવતા હતા.

દુર્ગંઘથી અપમાનજનક કરનારા

દુર્ગંઘથી અપમાનજનક કરનારા

સૌથી પહેલા દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન ઓફીસ ઓફ સ્ટ્રેટેજિક સર્વિસેજે આ બોમ્બનો ઉપયોગ કર્યો. આ બોમ્બને બનાવવા માટે સલ્ફર કંપાઉન્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેનાથી ઘણી દુર્ગંધ આવતી હતી.

આગના ગુબ્બારા

આગના ગુબ્બારા

વર્ષ 1944નાં અંતમાં આ બોમ્બનો ઉપયોગ અમેરિકાએ કર્યો. ગુબ્બારામાં હાઇડ્રોજન ગેસ ભરવામાં આવતી હતી, જેમાં વિસ્ફોટક બાંધવામાં આવતા હતા. આ વિસ્ફોટકો સાથે ગુબ્બારાને ઉડાવવામાં આવતો હતો અને ધડાકો કરવામાં આવતો હતો.

ઉંદરના ઉપયોગથી ધડાકો

ઉંદરના ઉપયોગથી ધડાકો

આ રેટ બોમ્બનો ઉપયોગ સૌથી પહેલા બ્રિટિશ સેનાએ દ્વીતિય વિશ્વયુદ્ધ દરમિયાન કર્યો હતો. આ બોમ્બને બનાવવા માટે મરેલા ઉંદરની અંદર પ્લાસ્ટિક વિસ્ફોટક ભરીને બોમ્બના રૂપમાં ઉપયોગ કરવામાં આવતો હતો.

દરિયામાં ધડાકો

દરિયામાં ધડાકો

અમેરિકા અને રશિયાએ દરિયા યુદ્ધ માટે ડોલફિનને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. આ માટે ડોલફિન્સને દરિયાની અંદર વિસ્ફોટક પાથરવા, દુશ્મનો પર હુમલો કરવો, મારવા અને પનડુબ્બિઓને નષ્ટ કરવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

English summary
A bomb is any of a range of explosive weapons that only rely on the exothermic reaction of an explosive material to provide an extremely sudden and violent release of energy. Now Time is changed, So Bomb is changed, here are some new style and dangerous type of bomb, Have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X