એક વ્યક્તિ બેઠા બેઠા પુરૂ વિમાન ખાઈ ગયો, મળો 9 ટન ધાતુ પચાવી જનારા અનોખા વ્યક્તિને
ઘણી વખત જમવામાં કોઈ નાનો પથ્થરનો ટુકડો આવી જાય તો પણ તબિયત ખરાબ થઈ જાય છે. જો કે એક વ્યક્તિ એવી છે જે તેની પુરી લાઈફમાં 9 ટન ધાતુ ખાઈ ગયો.
અહેવાલો અનુસાર, મિશેલ લોટિટો નામનો આ વ્યક્તિ 1959 થી 1997 સુધીમાં લગભગ નવ ટન ધાતુ ખાઈ ગયો હતો. તેને 2 વર્ષમાં પુરૂ વિમાન ખાઈ લીધુ.

મિશેલ લોટિટોનો જન્મ 15 જૂન 1950ના રોજ ફ્રાન્સના ગ્રેનોબલમાં થયો હતો. તેણે 16 વર્ષની ઉંમરે અસામાન્ય વસ્તુઓ ખાવાનું શરૂ કર્યું. તબીબી ભાષામાં તે પીકા નામના રોગથી પીડિત હતો.
આ રોગમાં લોકો માનવ ખોરાકને પચવામાં અસમર્થ હોય છે અને અસામાન્ય વસ્તુઓ સરળતાથી પચાવી લે છે. શરૂઆતમાં લોટિટો તેના નખથી લઈને કાચના ટુકડા સુધી કંઈપણ ખાતો હતો અને તેને સરળતાથી પચાવી લેતો હતો.
અહેવાલો અનુસાર, લોટિટો કેળા, બાફેલા ઈંડા કે બ્રેડ જેવી સામાન્ય વસ્તુઓને પચાવી શકતો નહોતો પરંતુ કોઈપણ ધાતુની વસ્તુને સરળતાથી પચાવી શકતો હતો.
તેણે 1966 માં તેનું પ્રદર્શન કરવાનું શરૂ કર્યું અને લોકો તેને આ બધું કરતા જોવા માટે ટિકિટ ખરીદતા હતા. લોટિટોનું નામ આખી દુનિયામાં ત્યારે છવાયુ જ્યારે 1978માં તેણે માત્ર બે વર્ષમાં એટલે કે 1980 સુધી સેસના 150 વિમાનને સંપૂર્ણ રીતે ખાઈ લીધું.












Click it and Unblock the Notifications
