ખરેખર અલાઉદ્દીન ખિલજીના ગુલામ મલિક કાફૂર સાથે શારીરિક સંબંધ હતા? જાણો શું કહે છે ઇતિહાસ?

દિલ્હીની ગાદી પર રાજ કરનારા અલાઉદ્દીન ખિલજીને લઈને ઇતિહાસમાં ઘણી કહાનીઓ પ્રચલિત છે. આમાંથી એક વાત તેના સમલૈંગિક સંબંધોને લઈને પણ છે. કહેવાય છે કે તેના એક ગુલામ સાથે શારીરિક સંબંધ હતા.

ખિલજીની બે કહાનીઓમાં સૌથી વધુ ચર્ચાસ્પદ એક રાણી પદ્માવતી સાથેનો પ્રેમ અને બીજી ગુલામ મલિક કાફુર સાથેના સંબંધ છે. ગુલામ કાફુર સાથેના સંબંધને લઈને ઈતિહાસકારોમાં મતભેદ છે.

Alauddin Khilji

ઘણા કહે છે કે ખિલજી અને ગુલામના એકબીજા સાથે શારીરિક સંબંધો હતા. ઘણા લોકો કહે છે કે આ માત્ર દંતકથા છે. 20 વર્ષ દિલ્હી પર રાજ કરનારા ખિલજીએ 21 ઓક્ટોબર 1296ના રોજ દિલ્હીની ગાદી સંભાળી હતી.

ખિલજીના સંબંધોને લઈને મતભેદ વચ્ચે એક સત્ય એ છે કે તેને તેના કાકા અને સસરા જલાલુદ્દીન ફિરોઝ ખિલજીની હત્યા બાદ આ સિંહાસન છીનવ્યુ હતુ. આ રીતે અલાઉદ્દીન ખિલજી તેના વંશનો બીજો શાસક બન્યો હતો.

કહેવાય છે કે જ્યારે ખિલજીએ તેની પિતરાઈ બહેન સાથે લગ્ન કર્યા ત્યારે ખિલજીનો દરજ્જો વધ્યો અને તેણે ઘણી લડાઈઓ જીતી. કાકા તેમનાથી પ્રભાવિત થયા. જ્યારે તેઓ ગુજરાતના પ્રવાસે હતો ત્યારે એક ગુલામ બજારમાં પહોંચ્યો.

અહીં ખિલજીની નજર એક યુવક પર પડી, જેનું નામ હતું મલિક કાફુર હતું. અલાઉદ્દીન તેને મોટી કિંમતે ખરીદ્યો અને પોતાની સાથે લઈ ગયા. થોડા સમયમાં તે ખિલજી શાસનનો ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ બની ગયો.

કહેવાય છે કે તે અલાઉદ્દીનની આસપાસ રહેતો અને ખૂબ જ દેખાવડો હતો. એવું માનવામાં આવતું હતું કે તેના અલાઉદ્દીન ખિલજી સાથે શારીરિક સંબંધ હતા. એવું પણ કહેવાય છે કાફુર ટ્રાન્સજેન્ડર હતો.

કહેવાય છે કે મલિક જે રીતે દિલ્હીમાં આવ્યા પછી ખિલજી રાજમાં પ્રગતિની સીડી ચઢીને સર્વોચ્ચ પદ જનરલ સુધી પહોંચ્યો તે ઘણાને પસંદ નહોતુ. તે ખિલજી માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો હતો.

થોડા સમયમાં તેણે ઘણા યુદ્ધો જીતી લીધા. તે લૂંટ કરીને તિજોરી ભરતો રહ્યો. આનાથી ખિલજી ખુ જ પ્રભાવિત થયો. ઈતિહાસમાં કેટલાક એવા તથ્યો છે જે સવાલ ઉભા કરે છે કે આ બંને વચ્ચે શું સંબંધ હતો.

કાફુર એકમાત્ર પુરુષ હતો જે અલાઉદ્દીન ખિલજીના હેરમનો વડા હતો. તેના સિવાય કોઈ પણ પુરુષને હરમમાં જવાની પરવાનગી નહોતી. હરમમાં શાસકો મહિલાઓને પોતાના માટે બંધક બનાવી રાખતા હતા.

તેની સૂચના પર મહિલાઓને શાસક સમક્ષ રજૂ કરવામાં આવતી. અલાઉદ્દીન ખિલજીના હરમમાં 30 હજાર મહિલાઓ હતી, જેમાંથી મોટાભાગની મહિલાઓ એવી હતી કે જેમના પતિની ખિલજીએ હત્યા કરી હતી.

ખિલજીએ દક્ષિણ ભારતમાં સ્થિત કાતિકેય સામ્રાજ્ય પર હુમલો કરવાનું નક્કી કર્યું ત્યારે તેણે તેની કમાન કાફૂરને સોંપી દીધી. તેણે આ યુદ્ધ જીત્યું. રાજા રુદ્ર પ્રતાપે તેમની સમક્ષ આત્મસમર્પણ કર્યું. ત્યાંથી કાફુરે 6 હજાર બળદ ગાડામાં સોનું અને હીરા અને ઝવેરાત મોકલ્યા.

ત્રણસો હાથી અને સાત હજાર ઘોડા પણ આવ્યા. હવે કાફુરની મહત્વાકાંક્ષા વધી ગઈ અને તે અલાઉદ્દીનના જીવનો દુશ્મન બની ગયો. તેણે ધીમું ઝેર આપીને ખિલજીની હત્યા કરી દીધી. 6 જાન્યુઆરી 1316ના રોજ અલાઉદ્દીન ખિલજીનું મોત થયુ.

આ પછી કાફુરે ખિલજીના ત્રણ વર્ષના પુત્ર શિહાબુદ્દીન ઉબરને ગાદી પર બેસાડ્યો અને શાસન શરૂ કર્યુ. બે પુત્રોની આંખો બહાર કાઢી અને એક પુત્ર મુબારકને મારી નાખવાનો આદેશ આપ્યો. જો કે મુબારક ભાગી ગયો. કાફુરનું દિલ્હી પર શાસન કરવાનું સ્વપ્ન પૂરું થઈ શક્યું નહીં અને અલાઉદ્દીનના અન્ય વફાદાર દ્વારા તેની હત્યા કરવામાં આવી.

ઈતિહાસમાં એવું પણ લખ્યું છે કે તે જમાનામાં ગુલામ હોવાનો અર્થ નોકર ન હતો. તે જમાનામાં ખૂબ જ વિશ્વાસપાત્ર વ્યક્તિને ગુલામ કહેવાતો. સન્માનની નજરે જોવામાં આવતા. શાસકો આવા ગુલામોની મદદથી રાજ કરતા હતા. તે તેમની આંખો અને કાન બનતા. આ સ્થિતિમાં એ કહેવું ઘણું મુશ્કેલ છે કે અલાઉદ્દીન ખિલજી સમલૈંગિક હતો કે નહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X