• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હવે સેંડલ રોમિયોને આપશે કરંટ, પરિવારજનોને કરશે માહિતગાર

By Kumar Dushyant
|

[રાજીવ ઓઝા] તમે ઘણા બધા સમાચાર વાંચતા હશો અથવા એવા કાર્ટૂન જોયા હશે જેમાં છેડતી કરતાં મહિલા અથવા છોકરીએ પોતાના સેંડલથી રોમિયોની ધોલાઇ કરે છે. પરંતુ શું તમે એવા સેંડલ જોયા છે, જે રોમિયોને ત્રણ વોલ્ટનો ખતરનાક ઝડકો આપશે અને સાથે પોલીસ સ્ટેશ અને પોડિત છોકરીના ઘરવાળાઓને તેનું લોકેશન પણ બતાવી દેશે.

જી હાં અલ્હાબાદના ત્રણ રેંચો આવા જ સેંડલ લઇને આવ્યા છે. એમ કહો કે આ ત્રણેય જ તેને જન્મ આપ્યો છે. આ અનોખા સેંડલ આગામી મહિને નવી દિલ્હીમાં યોજાનાર નેશનલ સાયન્સ એક્ઝિબેશનમાં યુપી દ્વારા પણ પ્રદર્શિત કરવામાં આવશે.

હવે રોમિયોનું આઇ બન્યું

હવે રોમિયોનું આઇ બન્યું

અલ્હાબાદમાં અગિયારમા ધોરણમાં ભણનાર ત્રણ વિદ્યાર્થીઓએ મહિલાઓ માટે એક એવા સેંડલ તૈયાર કર્યા છે, જે છેડતી જેવી ઘટનાઓથી ના ફક્ત તેમની સુરક્ષા કરશે, પરંતુ તેમની તરફ ખરાબ નજર નાખનારને કરંટનો ઝટકો પણ આપશે. જમણા પગની સેંડલ લોફરોને સાડા ત્રણ વોલ્ટનો ઝડકો આપશે અને ડાબા પગના સેંડલમાં ફિટ જીપીએસ કિટ પીડિત મહિલાની મદદ માટે તેના પરિવારજનો અને નજીકના પોલીસ સ્ટેશનને લોકેશન સાથે માહિતગાર કરી તેમને એલર્ટ પણ મોકલી આપશે.

મળ્યો રિયલ લાઇફના હિરોનો દરજ્જો

મળ્યો રિયલ લાઇફના હિરોનો દરજ્જો

અલ્હાબાદના આ થ્રી ઇડિયટ્સે મહિલાઓની સુરક્ષા માટે અનોખો પ્રયત્ન કર્યો છે. તેમને રિયલ લાઇફના હીરોનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. અલ્હાબાદના નૈની વિસ્તારના ઇશ્વર વિદ્યા મંદિર ઇન્ટર કોલેજમાં અગિયારમા ધોરણમાં ભણનાર આ થ્રી ઇડિયટ્સના રેંચો જેવા પંકજ સિંહ, અભિષેક પાંડે અને શુભમ મંડળે મહિલાઓ માટે અનોખા સેંડલ તૈયાર કર્યા છે. જો કે મહિલાઓ સાથે છેડતીની ઘટનાઓને જોતા તેમને મહિલાઓની સુરક્ષા માટે કરંટનો ઝટકો આપનાર સેંડલ તૈયાર કરવાનો નિર્ણય લીધો.

10 મહીનાની આકરી મહેનત

10 મહીનાની આકરી મહેનત

લગભગ દસ મહિનાની આકરી મહેનત બાદ તેમને ત્યારે સફળતા મળી જ્યારે તેમનો આ અનોખો પ્રયત્ન યુપીમાં દર વર્ષેની સૌથી મોતી શોધ જાહેર કરતાં તેમના સેંડલને આગામી મહિને નવી દિલ્હીમાં યોજાનારી નેશનલ સાયન્સ એક્ઝિબેશનમાં યુપી દ્વારા પ્રદર્શન કરવાનું આમંત્રણ મળ્યું. તેમની આ સફળતા પર તેમની કોલેજમાં સેલિબ્રેશનનો માહોલ છે અને વિદ્યાર્થીઓથી માંડીને શિક્ષકો તેમની આવડત અને વિચારસણીની દાદ આપતાં તેમના જુસ્સાને સલામ કરી રહ્યાં છે.

સેંડલ આપશે સાડા વોલ્ટનો ઝટકો

સેંડલ આપશે સાડા વોલ્ટનો ઝટકો

જમણો પગ એટલે કે રાઇટ સાઇડના સેંડલમાં તેમને લોખંડની પ્લેટ અને એક નાની બેટર ફીટ કરી સાઇડમાં પુશ બટન લગાવ્યું છે. બટન પુશ કરતાં જમણી સાઇડનું સેંડલ છેડતી કરનારને ટચ કરતાં જ તેને સાડા ત્રણ વોલ્ટના કરંટનો ઝટકો આપશે. પોતાના બચાવમાં પીડિત મહિલા જેટલી વાર સેંડલથી હુમલો કરશે, એટલી વાર સામેવાળાને કરંટ લાગશે. ડાબા પગ એટલે કે લેફ્ટ સાઇટના સેંડલમાં માઇક્રોચિપ, જીપીએસ અને મોબાઇલ ફોનમાં ઉપયોગ થનાર કેટલાક પાર્ટસની સાથે તેમાં પણ પુશ બટન લગાવવામાં આવ્યું છે.

લોકેશનની સાથે મેસેજ એલર્ટની સુવિધા

લોકેશનની સાથે મેસેજ એલર્ટની સુવિધા

આ બંને બટનોને ફક્ત પગને ઝટકો આપીને ઓન કરી શકાય છે. બટન દબાવતાંની સાથે જ અડધી સેકન્ડમાં જ ડાબી સાઇડના સેંડલમાં ફીડ કેટલાક મોબાઇલ નંબર પર પોતાના લોકેશનની સાથે મેસેજ એલર્ટ મોકલી દેશે. તેમાં માતા-પિતા, પરિવાર અને બીજા લોકોની સાથે નજીકના પોલીસ સ્ટેશન અને પોલીસ કન્ટ્રોલ રૂમના નંબર ફીડ કરવામાં આવ્યા છે. આટલુ જ નહી એક સેન્સરના માધ્યમથી આ સેંડલને કાંડા ઘડિયાળ સાથે જોડવામાં આવ્યા છે. મહિલાનું કાંડું પકડતાં જ આ ઘડીયાળ પણ સામાન્ય કરંટ આપશે. કાંડા ઘડીયાળને આ ટેક્નિકથી સેંડલની સાથે જોડવામાં આવી છે કે હદયના ધબકારા વધતાની સાથે તેના ઝટકાનો કરંટ પણ વધી જશે.

English summary
3 Idiots of Allahabad Pankaj, Abhishek and Shubham have made sandals which gives electric shock. This could give protection to girls from attackers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more