• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો : પુનર્જન્મ પર હિંદુ ધર્મમાં કહેલા 15 આશ્ચર્યજનક તથ્ય વિષે

|

રિઇન્કારનેશન એટલે કે પુનર્જન્મ એક તેવો વિષય છે જેના વિષે આપણને હંમેશા જાણવાની ઇચ્છા થતી રહેતી હોય છે. વધુમાં આપણા હિંદુ ધર્મ સિવાય પણ અનેક ધર્મ પુનર્જન્મમાં વિશ્વાસ રાખે છે. જેમ કે બૌદ્ધ ધર્મ. વધુમાં ઇજિપ્તના લોકો અને અનેક પ્રાચીન સંસ્કૃતિ પુનર્જન્મમાં વિશ્વાસ રાખતી હતી.

હિંદુ માન્યતા મુજબ શરીર નાશ્વર છે પણ આત્મા અમર છે. વધુમાં ભગવાન વિષ્ણુના અવતારો પણ પુનર્જન્મની આ માન્યતાને સમર્થન આપે છે. વિષ્ણુ ભગવાને માછલી, વારહ, મનુષ્ય જેવા વિવિધ સ્વરૂપ લઇને પૃથ્વી અને માનવજાતનો ઉદ્ધાર કર્યો છે. આ વિષે હિંદુઓના પ્રાચીન ગ્રંથ મનુસ્મૃતિમાં પણ લખવામાં આવ્યું છે.

ત્યારે આજે હિંદુ ધર્મમાં પુનર્જન્મ વિષે શું શું રોચક માહિતીઓ લખવામાં આવી છે તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

આત્મા

આત્મા

હિંદુ માન્યતા મુજબ આત્મા અમર છે. મૃત્યુ બાદ માણસનું શરીર મરી જાય છે પણ આત્મા નહીં. આપણે જેમ કપડા બદલીએ છીએ તેમ આત્મા શરીર બદલે છે.

કર્મ

કર્મ

આપણા કર્મો નિર્ધારિત કરે છે કે આપણને મૃત્યુ પછી મનુષ્ય અવતાર મળશે કે અન્ય કોઇ અવતાર.

માનવ

માનવ

હિંદુ માન્યતા મુજબ સારા કર્મ કર્યા હોય તો ફરી માનવદેહ ધારણ કરવા મળે છે. નહીં તો કૂતરો, બિલાડી, વંદો, પોપટ જેવા અન્ય પ્રાણી પક્ષીઓનો દેહ ધારણ કરવા મળે છે.

માનવ દેહ

માનવ દેહ

આશ્ચર્યજનક વાત એ છે કે મોટાભાગે મનુષ્યને મનુષ્ય અવતાર જ મળે છે. અને ભાગ્યેજ કર્મોના કારણે અન્ય કોઇ અવતાર મળે છે.

ભૂત

ભૂત

જો કોઇ વ્યક્તિની ઇચ્છા અધૂરી રહી જાય છે. તો પોતાની પ્રબળ ઇચ્છા શક્તિના લીધે તે વ્યક્તિ મૃત્યુ બાદ ભૂત બની જાય છે. તેની આત્મા સાંસરમાં ભટકતી રહે છે. જ્યાં સુધી તેની આત્માને શાંતિ ના મળે ત્યાં સુધી તે અન્ય જન્મ ધારણ નથી કરતી.

મૃત્યુ ક્રિયા

મૃત્યુ ક્રિયા

મૃત્યુ ક્રિયા કરતી વખતે સ્મશાનમાં વ્યક્તિને ખોપડીને તોડી દેવામાં આવે છે. તેવું મનાય છે કે આમ કરવાથી વ્યક્તિ આ જન્મની તેની બધી યાદો તે ભૂલી જાય છે. અને અન્ય જન્મ માટે તૈયાર થાય છે.

આત્મા

આત્મા

તેવું મનાય છે કે મૃત્યુ બાદ મનુષ્યની આત્મા ખૂબ જ ઊંચાઇ પર જતી રહે છે. જ્યાં પહોંચવું કોઇ પણ મનુષ્ય માટે શક્ય નથી. તેટલી ઊંચાઇ પર જઇને તે નવા દેહ ધારણ કરે છે.

સાત વાર

સાત વાર

નવાઇની વાત એ છે કે મનુષ્ય સાત વાર સ્ત્રી કે પુરુષનું શરીર ધારણ કરે છે. અને તેને પોતાના કર્મોના આધારે પોતાનું ભાગ્ય નક્કી કરવાનો પણ અવસર મળે છે.

તરત નવો જન્મ નહીં

તરત નવો જન્મ નહીં

હિંદુ માન્યતા મુજબ વ્યક્તિની મૃત્યુ બાદ તે તરત નવો જન્મ નથી લેતી. અમુક વર્ષો બાદ અનુકૂળ પરિસ્થિતિઓમાં આત્માને નવો દેહ મળે છે.

મગજ

મગજ

કેટલીક માન્યતા મુજબ આપણા મગજમાં આપણા પહેલાના જન્મ વિષે બધી માહિતી કોઇ કોમ્પ્યુટરને જેમ સ્ટોર હોય છે. બસ ફરક તે હોય છે કે આપણને તેની જાણ નથી હોતી અને આપણે કદી તે ફાઇલનું ફોલ્ડર ઓપન નથી કરતા.

લલાટમાં ત્રીજી આંખ

લલાટમાં ત્રીજી આંખ

હિંદુ ધર્મની માન્યતા મુજબ આપણી બે આંખો વચ્ચે લલાટમાં એક ત્રીજી આંખ પણ હોય છે. આ ત્રીજી આંખ માત્ર ત્યારે ખુલે છે જ્યારે આત્માની પરમાત્મા સાથે ભેટ થાય છે. અને તે બ્રહ્મમાં લીન થઇ જાય છે.

ભગવાનની પ્રાપ્તિ

ભગવાનની પ્રાપ્તિ

કહેવાય છે કે મનુષ્ય જીવનભર સાંસારિક મોહમાયાથી બંધાયેલો રહે છે. બહુ ઓછા લોકો આ મોહમાયાથી પરથી જીવતે જીવત ત્રીજું નેત્ર ખોલી ઇશ્વરનો સાક્ષાત્કાર કરી શકે છે.

કર્મ

કર્મ

કહેવાય છે કે મનુષ્ય તેના સારા અને ખરાબ કર્મના ફળ પૃથ્વી પર ભોગવે છે.

સ્વર્ગ અને નર્ક

સ્વર્ગ અને નર્ક

મૃત્યુ બાદ મનુષ્ય તેના કર્માના આધારે સ્વર્ગ કે નર્કમાં જાય છે અને જે બાદ જ તેને નવો દેહ મળે છે અને તે પુનર્જન્મ લે છે.

મોક્ષ

મોક્ષ

હિંદુ ધર્મમાં મોક્ષમાં પણ માને છે જે દ્વારા મનુષ્યની આત્મા મોક્ષ પામી બ્રહ્મમાં સમાઇ જાય છે. જે બાદ તે જન્મ, મૃત્યુ અને પુનર્જન્મના ચક્કરમાંથી મુક્ત થઇ જાય છે. પણ મોક્ષ તેને જ મળે છે જેણે ખૂબ સારા કર્મ કર્યા હોય.

English summary
Reincarnation or rebirth has always been a fascinating concept. Like Hinduism, there are many other popular cultures which talk about a person being born again and again on this Earth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more