For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિતાભને “અમિતાભ” નામ કોણે આપ્યુ? જાણો

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

11 ઑક્ટોબરે મહાનાયક અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે. છેલ્લા 44 વર્ષોથી હિંદી સિનેમાના કેંવાસ પર ચમકી રહેલા " ધ ગ્રેટ " અમિતાભ બચ્ચન કોઇ યુગથી કમ નથી. આજે ભલે તેમણે ઉંમરના 74 વર્ષના પડાવને પાર કરી લીધો હોય પરંતુ તેમના કામ પર ઉંમરની અસર દેખાતી નથી. લોકોનો તેમના પ્રત્યેનો પ્રેમ પણ ઓછો થયો નથી.

શું તમે જાણો છો કે અમિતાભ બચ્ચનને " અમિતાભ " નામ કોણે આપ્યુ? તમને કદાચ વિશ્વાસ નહિ આવે પરંતુ મહાનાયકને આ નામ આપ્યુ હતુ હિંદીના પ્રખ્યાત કવિ સુમિત્રાનંદન પંતે. પંત અને અમિતાભના પિતા હરિવંશરાય બચ્ચનના સંબંધો ખૂબ ઘનિષ્ઠ હતા. પંત ઘણી વાર અલ્મોડા છોડીને અલાહાબાદ આવી જતા હતા.

જે દિવસે અમિતાભનો જન્મ થયો તે સમયે નર્સિંગહોમમાં પંત પણ હાજર હતા. તેમણે નવજાત શિશુની તરફ ઇશારો કરીને કવિ બચ્ચનને કહ્યુ, " જુઓ તો કેટલો શાંત દેખાઇ રહ્યો છે, જાણે કે ધ્યાનસ્થ અમિતાભ." બસ ત્યારથી તે બાળકનુ નામ "અમિતાભ" પડી ગયુ.

આગળની વાતો તસવીરોમાં....

amitabha 1

જીવનના તે બધા જ રંગ

અમિતાભના વ્યક્તિત્વમાં જીવનના એ બધા જ રંગો છે, જેને મેળવવા માટે માણસને સદીઓ લાગી જાય છે. નિર્દેશક આર બાલ્કીની નજરોમાં તો એ સંપૂર્ણ છે જ પરંતુ પોતાના પરિવારની નજરમાં પણ તે સમ્માનિત વ્યક્તિ છે.

amitabha 2

સંયમિત અને આદર્શ જીવન
અમિતાભનુ સંયમિત અને આદર્શ જીવન જ તેમને પોતાના સમકાલીન કલાકારોથી અલગ કરે છે જેનુ તાજુ ઉદાહરણ એ છે કે તેમનાથી ઉંમરમાં નાના લોકો કામથી સન્યાસ લઇ ચૂક્યા છે અથવા તો પથારી પકડીને છેલ્લા શ્વાસ લઇ રહ્યા છે. જ્યારે અમિતાભ આજે પણ હૉટ સીટ પર બેઠેલા લોકોને હૉટ લાગે છે.

amitabh 3

સદીના મહાનાયક
એવુ નથી કે અમિતાભને સફળતા કોઇ જાદૂઇ છડીથી મળી છે. આની પાછળ તેમની રાત-દિવસની મહેનત છે જેના પ્રતાપે 6 ફૂટ 2 ઇંચ લાંબો માણસ આજે સદીનો મહાનાયક છે. તેઓ એક પ્રતિભાવાન કલાકાર, સારા વિલન, આદર્શ પતિ, આદર્શ પિતા, સમ્માનિત સસરા અને એક બહુ જ સારા ભારતીય છે.

amitabha 4

ફિલ્મફેર ઍવોર્ડનો રેકોર્ડ
દર્શકોના પ્રેમને પોતાના કૅરિયરનો બેસ્ટ ઍવોર્ડ માનનારા અમિતાભે ઘણા પુરસ્કાર જીત્યા છે, જેમાં ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને બાર ફિલ્મફેર પુરસ્કારનો સમાવેશ થાય છે. તેમના નામે સર્વાધિક સર્વશ્રેષ્ઠ અભિનેતા ફિલ્મફેર ઍવોર્ડનો રેકોર્ડ છે. જો તેમના સાર્થક અભિનયની વાત કરવા લાગી જઇએ તો કદાચ એક સદી લાગી જાય.

amitabh 5

અમિતાભ ઉત્કૃષ્ટ, ઉમદા અને પ્રતિભાવાન
બસ એટલુ કહી શકાય કે અમિતાભ એક ઉત્કૃષ્ટ, ઉમદા અને પ્રતિભાવાન કલાકાર છે. સદીના આ મહાનાયકને વન ઇંડિયા પરિવાર પણ અઢળક શુભકામનાઓ આપે છે અને કહે છે કે હેપી બર્થ ડે અમિતાભ. અમારા માધ્યમથી તમે પણ સદીના આ મહાનાયકને જન્મદિનની શુભકામનાઓ આપી શકો છો. તમારી શુભકામનાઓ નીચે લખેલા કમેંટ બૉક્સમાં લખી મોકલો.

English summary
Amitabh Bachchan got his name from Sumitra Nandan Pant, another renowned
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X