ભારતમાં હાઈવે પર ખતમ થવા જઈ રહ્યાં છે ટોપ પ્લાઝા? જાણો શું છે સેટેલાઈટ આધારિત ટોલ?
હાઈવે પર લાંબી ટોલ ટેક્સની લાઈનોથી કંટાળ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. બહુ જલ્દી ભારતમાં ટોલ ટેક્સનું માળખુ બદલાવા જઈ રહ્યું છે.
ફાસ્ટેગ આવ્યા પછી ટોલ ટેક્સ પર બહુ સમય નથી બગડતો પરંતું બ્રેક લગાવવી પડે છે. હવે થોડા દિવસો પછી તમારે ટોલ પ્લાઝા પર બ્રેક લગાવવાની પણ જરૂર નહીં પડે.

ટૂંક સમયમાં જ દેશભરમાં સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી પોતે ઘણી વખત આ જાણકારી આપી ચૂક્યા છે.
છેલ્લા કેટલાક દિવસોથી સેટેલાઇટ આધારિત ટોલને લઇને ઘણી ચર્ચા ચાલી રહી છે. લોકો જાણવા માંગે છે કે આ સિસ્ટમના ફાયદા શું હશે અને તેમને તેનો લાભ કેવી રીતે મળશે. આજે અમે તમને આનો જવાબ આપી રહ્યા છીએ.
ટોલ સિસ્ટમ ખતમ થયા પછી સૌથી મોટી સગવડ એ હશે કે તમારે કોઈ પણ સંજોગોમાં કાર રોકવી નહીં પડે. જ્યારે ટોલ આવે ત્યારે પણ તમે સ્પીડ ઓછી નહીં કરો અને આગળ વધશો. આ તમારો સમય બચાવશે.
સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમનો બીજો ફાયદો એ છે કે તમે રસ્તા પર જેટલા વધુ કિલોમીટર મુસાફરી કરશો તેટલો વધુ ટોલ ટેક્સ ભરવો પડશે. એટલે કે, જો તમે તમારી મુસાફરી ટોલ કરતા ઘણા ઓછા અંતરથી શરૂ કરી હોય તો તમારી પાસેથી તે મુજબ ચાર્જ લેવામાં આવશે.
જેવી તમારી કાર ટોલ પાર કરશે કે તરત જ તમારા ખાતામાંથી પૈસા ઓટોમેટીક કપાઈ જશે. આ જીપીએસ આધારિત સિસ્ટમ હશે. તેને વિશ્વની શ્રેષ્ઠ ટેક્નોલોજી ગણાવવામાં આવી રહી છે.
એક ફાયદો એ પણ થશે કે જે લોકો ટોલ પ્લાઝા પર પૈસા ન ભરવા માટે લડે છે તેમને આમ કરવાની તક નહીં મળે. એકવાર તેમની કાર કોઈપણ રાજ્યના ટોલ પ્લાઝાને પાર કરે તો તરત જ નંબરની નોંધ થઈ જશે અને ખાતામાંથી પૈસા આપોઆપ કપાઈ જશે. હાલમાં લોકો આ સિસ્ટમના અમલની રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
