• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું કરોનાવાયરસથી સાજા થયા બાદ કસરત કરવી જોઈએ?

|
Google Oneindia Gujarati News

કોરોનાવાયરસની બીજી લહેરે વિશ્વના મોટાભાગના દેશને પરેશાન કર્યા છે, તેમાં પણ ખાસ કરીને ભારતીયો ખાસ પ્રભાવિત થયા છે. કોરોનાનો પગપેસારો થયાના 1 વર્ષ બાદ પણ હજી કેટલીક ગેરમાન્યતાઓ જોવા મળે છે, જે વ્યક્તિઓ પર ખરાબ અસર પાડી શકે છે. જેમ કે કોરોનાથી રિકવરી બાદ ખાણીપીણી, કસરત વગેરે બાબતે લોકોમાં ગેરસમજણ હોય તેવું જણાઈ રહ્યું છે. કોરોનાવાયરસથી સાજા થયા બાદ તરત કસરત ન કરવાની નિષ્ણાંતો સલાહ આપે છે. આવું કેમ? આવો વિસ્તૃત સમજીએ.

3 મહિના ભારે કસરત કરવી નહી

3 મહિના ભારે કસરત કરવી નહી

નિષ્ણાંતોનું કહેવું છે કે, કોરોનાવાયરસથી સાજા થયા બાદ ખાસ સાવચેતી રાખવી પડે છે. તંદુરસ્ત આહાર લેવો ખુબ જરૂરી છે અને સાજા થતાંની સાથે જ એક્સરસાઈઝ શરૂ ન કરી દેવી જોઈએ. AIIMS- દિલ્હીના ડૉ. સંદીપ મિશ્રાએ કહ્યું કે, "જો કોવિડનું સંક્રમણ વધુ થયું હોય તો, બહુ વધુ એક્સરસાઈજ ન કરો અથવા જિમ વગેરે ન જાઓ. ઓછામા ઓછા 3 મહિના સુધી તો બિલકુલ નહી. જેમ કહેવાઈ રહ્યું છે કે કોરોનાવાયરસ તો ખતમ થઈ ગયો હોય છે પરંતુ તેનાથી શરીર પર જે પ્રભાવ પડે છે, તેનાથી રિકવર થવામાં સમય લાગે છે. કેટલાય લોકો તરત હેવી એક્સરાઈઝ કરવા લાગે છે, જેના કારણે અન્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે જેમ કે લાહીની ગાંઠ (Blood Clotting), હાર્ટ અટેક જેવી સમસ્યાઓ જોવા મળે છે. હવે સવાલ ઉઠે છે કે શું દિવસભર ઊંઘતા રહેવું જોઈએ? ના, થોડો-ઘણો હળવો વ્યાયામ કરો, 6 મિનિટ ચાલો, પ્રાણાયમ કરી શકો છો. જેનાથી વધુ થાક નથી લાગતો. શરૂઆતમાં આ પ્રક્રિયા ઓછી કરો અને પછી ધીરે ધીરે સમય વધારો."

ખાસ ધ્યાન રાખવું જરૂરી

ખાસ ધ્યાન રાખવું જરૂરી

સરોજની નાયડૂ મેડિકલ કોલેજના કોવિડ વોર્ડના પ્રભારી ડૉ. પ્રશાંત ગુપ્તાએ જણાવ્યું કે કોરોના આ વખતે પોસ્ટ કોવિડ ઈફેક્ટ ઘણી ગંભીર છોડી રહ્યો છે. માટે ડિસ્ચાર્જ થયાના ઓછામા ઓછા એક મહિના સુધી એલર્ટ રહેવાની જરૂરત છે. તેમણે કહ્યુ્ં કે ઘરે રહેતી વખતે પણ ફિજિશિયનના સંપર્કમાં રહેવાની જરૂરત છે. કોઈપણ લક્ષણ જણાય તો ફિજિશિયનને જણાવો, ફિજિશિયન જે ટેસ્ટ કહે તે કરાવો અને દવાઓ પણ ખાઓ. ડાયાબિટીઝના દર્દીઓએ પોતાની ડાયાબિટીઝ સતત મોનિટર કરવી.

કેવો ખોરાક લેવો જોઈએ?

કેવો ખોરાક લેવો જોઈએ?

કોરોનાવાયરસ સંક્રમણ દરમિયાન અથવા સાજા થયા બાદ આસાનીથી પચી શકે તેવો ખોરાક લેવો. ઘરે જ બનેલ ભોજન લેવો. દરરોજ સવારે ખજૂર, કિશમિશ, બદામ અને અખરોટ જરૂર ખાવાં. તમારા શરીરને હાઈડ્રેટ રાખવા માટે પાણી ખુબ પીવું જોઈએ. આ સમયે તમારે ઠંડી અને ગળામાં ખરાશ પેદા કરતી ચીજોથી સાવધાન રહેવું જોઈએ. વધુ પડતા તેલ મસાલા અથવા જંક ફૂડ બિલકુલ ન ખાવાં. દિવસમાં એકવાર નારિયેળ પાણી પણ પીઓ.

English summary
Avoid heavy exercise for 3 month after recovering from covid 19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X