For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધ ન્યૂ ફેસ ઓફ ઇન્ડિયા- ભારતનુ આ આઇટી સિટી

By Super
|
Google Oneindia Gujarati News

ટ્રાફિકથી ફૂલ રસ્તાઓ અને હાઇ રાઇઝ ઇમારતોવાળા આઇટી શહેર બેંગ્લોરે ભારતને એક નવો ચહેરો આપ્યો છે, જ્યાં રહેવા અને કામ કરવાનું સ્વપ્ન દરેક યુવાનનું હોય છે. ભણતર અને નોકરીના કારણે અન્ય શહેરોની સરખામણીએ ભારતનું આ શહેર યુવાઓના માનસપટમાં વસેલું છે, આ શહેરને ભારતનું આઇટી હબ કહેવામાં આવ છે અને વિશ્વના સૌથી યોગ્ય વ્યવસાયિક શહેર તરીકેનો દરરજો પણ આ શહેરને મળેલો છે.

બેંગ્લોરએ કર્નાટક રાજ્યનું કોસ્મોપોલિટન શહેર છે. અહીંની મુખ્યભાષા કન્નડ છે, પરંતુ અહીં દેશની મોટાભાગની તમામ ભાષાઓ બોલાય છે, કારણ કે અહીં દેશ વિદેશના વિવિધ પ્રાન્તના લોકો કામ અર્થે આવે છે. બેંગ્લોરની કૂલ વસ્તીના 51 ટકા લોકો ભારતના વિવિધ પ્રાન્તોમાંથી આવીને વસેલા છે. જો કે, તેમ છતાં મોટા ભાગે અહીં તમીળ, તેલુગુ, હિન્દી અને અંગ્રેજી ભાષાનો પ્રયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે.

બેંગ્લોર પ્રત્યેનું યુવાનોનું આકર્ષણ પણ એ વાત પરથી સાબિત થઇ જાય છે કે, અહીં અનેક મહત્વની ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે. જેમ કે આઇઆઇએમ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, નેશનલ લો સ્કૂલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી, એનસીબીએસ સહિતની અનેક ઇન્સ્ટિટ્યૂટ અહીં હોવાના કારણે યુવાનો ઉચ્ચ અભ્યાસ અર્થે પણ આ શહેરને વધુ પ્રાધાન્ય આપી રહ્યાં છે.

બેંગ્લોર શહેરનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. ૧૫૩૭માં બેંગ્લોર ની સ્થાપના કેમ્પે ગોવડા દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. પૌરાણિક કાળમાં આ શહેરનો ઉલ્લેખ કલ્યાણપૂરી તરીકે કરવામાં આવતો હતો, મોર્ય શાશક ચંદ્રગુપ્ત મોર્યે પોતાના રાજપાટનો ત્યાગ કર્યો અને આ શહેરની દક્ષિણમાં આવેલા શ્રવણબેલગોડામાં જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો. ત્યારબાદ 1638માં બીજાપુરના સુલતાન આદિલ શાહ પાસેથી મરાઠા શાસક શાહજી ભોંસલેએ બેંગ્લોર પર કબજો કર્યો, ત્યારબાદ આ શાસન મોગલો આવ્યા અને મોગલે આ રાજ્ય મૈસુરના રાજા ચીક્કદેવરાયને દાનમાં આપી દીધું, તેમના ગયા પછી 1759માં હૈદરઅલીએ આ કિલ્લાને મજબૂત કરાવ્યો અને છેલ્લે ટીપુ સુલતાનને હરાવીને બેંગ્લોર પર બ્રિટશ સરકારે કબજો કર્યો હતો અને બ્રિટિશર્સે આ શહેરનું નામ બેંગ્લોર કર્યું હતું, જે આજે બેંગાલુરુ તરીકે જાણીતું બન્યું છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ ધ ન્યૂ ફેસ ઓફ ઇન્ડિયા બેંગ્લોરને.

લાલ બાગ

લાલ બાગ

લાલ બાગ ખાતે ફ્લાવર શો

ઇન્ટરનેશલ ટેક પાર્ક

ઇન્ટરનેશલ ટેક પાર્ક

ઇન્ટરનેશલ ટેક પાર્કનો સુંદર નજારો

લુમ્બિની ગાર્ડન

લુમ્બિની ગાર્ડન

લુમ્બિની ગાર્ડનનો અદભૂત નજારો

લુમ્બિનીમાં બોટિંગ

લુમ્બિનીમાં બોટિંગ

લુમ્બિની ગાર્ડનમાં બોટિંગ

શિવ મૂર્તિ

શિવ મૂર્તિ

બેંગ્લોર શહેરમાં આવેલી શિવની પ્રતિમાં પણ છે આકર્ષણનું કેન્દ્ર

હસરાઘાટા લેક

હસરાઘાટા લેક

બેંગ્લોરનું સુંદર લેક હસરાઘાટા લેક

ઉલ્સર લેક

ઉલ્સર લેક

બેંગ્લોરમાં નિહાળવાલાયક છે ઉલ્સર લેક

કુબોન પાર્ક

કુબોન પાર્ક

કુબોન પાર્કનો ગ્રીન નજારો

બેંગ્લોરનું કુબોન પાર્ક

બેંગ્લોરનું કુબોન પાર્ક

બેંગ્લોરમાં પ્રવાસી આ પાર્કની મુલાકાત લઇ શકે છે.

કુબોન પાર્ક બેંગ્લોરનું જોવાલાયક સ્થળ

કુબોન પાર્ક બેંગ્લોરનું જોવાલાયક સ્થળ

કુબોન પાર્ક બેંગ્લોરનું જોવાલાયક સ્થળ

અન્ય નજારો કુબોન પાર્કનો

અન્ય નજારો કુબોન પાર્કનો

આ તસવીરમાં કુબોન પાર્કનો નજારો દર્શાવવામાં આવ્યો છે.

લાલ બાગ

લાલ બાગ

લાલ બાગમાં આવેલું ફ્લાવર ટાવર

ફ્લાવર શો

ફ્લાવર શો

બેંગ્લોરના લાલ બાગ ખાતે થઇ રહેલો ફ્લાવર શો

બેંગ્લોરમાં ફ્લાવર શો

બેંગ્લોરમાં ફ્લાવર શો

ફ્લાવર શો એ બેંગ્લોર અને લાલબાગનું આકર્ષણ છે.

ગાવી ગંગાધારેશ્વર મંદિર

ગાવી ગંગાધારેશ્વર મંદિર

બેંગ્લોરમાં આવેલું ગાવી ગંગાધારેશ્વર મંદિર

પ્રવેશદ્વાર

પ્રવેશદ્વાર

ગાવી ગંગાધારેશ્વર મંદિરનું પ્રવેશ દ્વાર

ગોપુરમ

ગોપુરમ

ગાવી ગંગાધારેશ્વર મંદિરનું ગોપુરમ

ફિલ્મ સિટી

ફિલ્મ સિટી

બેંગ્લોરમાં આવેલું ઇનોવેટિવ ફિલ્મ સિટી

કેમપેગોડાની પ્રતિમા

કેમપેગોડાની પ્રતિમા

બેંગ્લોરમાં આકર્ષણનું કેન્દ્ર છે કેમપેગૌડાની પ્રતિમા

બુલ ટેમ્પલ

બુલ ટેમ્પલ

બેંગ્લોરમાં આવેલા બુલ ટેમ્પલનો બહારનો ભાગ

બેંગ્લોરનુ બુલ ટેમ્પલ

બેંગ્લોરનુ બુલ ટેમ્પલ

બેંગ્લોરમાં આવેલા બુલ ટેમ્પલનો અંદરનો ભાગ

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

બેંગ્લોર ખાતે આવેલા બેંગાલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટની તસવીર

લાલબાગનું તળાવ

લાલબાગનું તળાવ

આ નજારો બેંગ્લોરમાં આવેલા લાલ બાગના તળાવનો છે.

વિધાના સૌધા

વિધાના સૌધા

આ નજારો વિધાના સૌધાની રાત્રીનો છે.

બેંગ્લોર પેલેસ

બેંગ્લોર પેલેસ

આ તસવીર બેંગ્લોર પેલેસની છે

બેંગ્લોર પેલેસનો એરિયલ વ્યૂ

બેંગ્લોર પેલેસનો એરિયલ વ્યૂ

આ તસવીરમાં બેંગ્લોર પેલેસનો એરિયલ વ્યૂ દર્શાવવામાં આવ્યો છે.

ઇસ્કોન ટેમ્પલ

ઇસ્કોન ટેમ્પલ

બેંગ્લોરમાં આવેલા ઇન્કોન ટેમ્પલનો રાત્રીનો નજારો

સેવાગ પ્લાન્ટ

સેવાગ પ્લાન્ટ

બેંગ્લોરના ઇન્ટરનેશનલ ટેક પાર્કમાં આવેલો સેવાગ પ્લાન્ટ

ડિસન્ટ વ્યૂ

ડિસન્ટ વ્યૂ

બેંગ્લોરના ઇન્ટરનેશનલ ટેક પાર્કનો ડીસન્ટ વ્યૂ

સ્ટ્રીટ વ્યૂ એટ નાઇટ

સ્ટ્રીટ વ્યૂ એટ નાઇટ

કોમર્શિયલ સ્ટ્રીટનો રાત્રીનો નજારો

English summary
With its bustling malls, ever packed roads and high rise buildings, Bangalore provides a new face to contemporary India one that the younger generations can relate to. Kempegowda, a chieftain from the Vijayanagara Kingdom, established the first major settlement in what is currently modern Bangalore, in the year 1537.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X