For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવજીના જન્મ સાથે જોડાયેલા રહસ્યો!

જાણો શિવજીના જન્મનું રહસ્ય.

|
Google Oneindia Gujarati News

શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ચૂકી છે. શિવ ભક્તો માટે આ માસ તેમની શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે. દર વર્ષે હજારોની સંખ્યામાં શિવભક્તો ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે અને તેમના માટે વ્રત રાખે છે. શ્રાવણ માસમાં લોકો જુદી-જુદી રીતે શિવ ભક્તિ કરતાં હોય છે. આજે અમે તમને શિવજીના જન્મને અંગેના જે રહસ્યો વિશે જાણકારી આપીશું.

ત્રિદેવોમાં શિવજી મહત્વનું સ્થાન ધરાવે છે. વિનાશ કે મૃતના આ દેવતા પ્રકૃતિને તે નિયમ યાદ કરાવે છે કે સંસારમાં જે આવ્યું છે તે એક દિવસ જરૂરથી જશે. અને જો તમે ધ્યાન આપશો તો જાણશો કે દુનિયામાં પ્રત્યેક ક્ષણ કંઇકને કંઇ નાશ પામે છે. અને આ નાશમાં આ અંતમાં શિવ સમાયેલો છે. શિવજીએ કહ્યું છે કે કણે કણમાં છું, હું તારામાં પણ છું અને મારામાં પણ!

આદિ દેવ શિવ

આદિ દેવ શિવ

ભગવાન શિવને આદિ દેવ કહેવાય છે. એટલે કે સૌથી જૂના દેવ. હિંદુ પૌરાણિક ગ્રંથોમાં જણાવ્યા મુજબ શિવજીનો જન્મ કોઇ મનુષ્ય દ્વારા નથી થયો. તે સ્વંભૂ છે. અને જ્યારે સર્વસ છે ત્યારે પણ શિવ છે અને જ્યારે સર્વસ નષ્ટ થઇ જશે ત્યારે પણ શિવ રહેશે!

જન્મ

જન્મ

શિવજીના જન્મને લઇને એક પ્રખ્યાત કથા છે. જે માટે વિષ્ણુ અને બ્રહ્માજી પણ જવાબદાર છે અને આ કથા શિવજીની શ્રેષ્ઠતા પણ બતાવે છે.

સ્વયંભૂ શિવજી

સ્વયંભૂ શિવજી

એક દિવસ બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે બન્નેમાંથી કોણ શ્રેષ્ઠ તે પર ઝગડો થઇ ગયો. તેવામાં એક લાંબું પીલર જેવું લીંગ તેમની સમક્ષ પ્રગટ થયો અને તેમાંથી એક ભેદી અવાજ આવ્યો કે જે આ લિંગનો અંત કે શરૂઆત શોધી બતાવશે તે શ્રેષ્ઠ જાહેર કરવામાં આવશે.

આ છે શિવના જન્મની કથા

આ છે શિવના જન્મની કથા

આ લિંગ સમાન પીલર સ્વયંમ શિવજી હતા જે શિવજીના સ્વંભૂ પ્રગટ થવાની વાતનું સાક્ષી છે. ત્યારે પોતાની શ્રેષ્ઠતા સ્વીકારવા બન્ને દેવતાઓ તૈયાર થઇ જાય છે.

ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી

ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી

બ્રહ્માજી જ્યાં હંસનું સ્વરૂપ ધારણ કરીને ઉપરની તરફ ઉડવા લાગે છે ત્યાં જ વિષ્ણુજી ડુક્કરનું સ્વરૂપ લઇને નીચેથી પૃથ્વી ખોંદવા લાગે છે જેથી તે પિલરનો અંત શોધી શકે.

છેવટે શું થયું

છેવટે શું થયું

જો કે કેટલાક દિવસોની મહેનત બાદ પણ આ બન્ને દેવા ના તો પિલરનો અંત કે શરૂઆત નથી શોધી શકતા અને તે પરત ફરે છે જ્યાં શિવજી માનવ સ્વરૂપમાં તેમની રાહ જોતા હોય છે. ત્યારે વિષ્ણુજી અને બ્રહ્માજીને જ્ઞાન થાય છે કે તેમના સિવાય પણ કોઇ સર્વશ્રેષ્ઠ અને આદિ છે અને તે છે શિવજી.

શિવજી

શિવજી

શિવજીના સતી પિંડની રક્ષા માટે જ્યાં કાલ ભૈરવનો અવતાર લીધો તો વીરભદ્રનો અવતાર પણ જાણીતો છે પણ સૌથી નીરાળી વાત એ છે કે અન્ય દેવતાઓનું જ્યાં મનુષ્ય સ્વરૂપ એટલે કે મૂર્તિ સ્વરૂપ પૂજાય છે ત્યાં શિવજીના લિંગ સ્વરૂપને પૂજવામાં આવે છે. જે બતાવે છે કે શિવ અત્ર તત્ર સર્વત્ર છે.

English summary
Maha Shivratri is celebrated throughout the country. People celebrate the occasion with sheer devotion on this day. Every year, they keep fast, worship Lord Shiva and then break the fast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X