નાનપણમાં લેખક કે અભિનેતા મનવા માંગતા હતા PM મોદી?

Written By:
Subscribe to Oneindia News

આજે 17 સપ્ટેમ્બર, 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 67મો જન્મદિવસ છે. દેશના વડાપ્રધાનના રાજકારણીય સફર, ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેની સફળતા કે નિષ્ફળતાઓ અંગે તો સૌ કોઇ જાણે છે. પરંતુ આજે અહીં પીએમ મોદી અંગેની કેટલીક રસપ્રદ વાતો જણાવીશું. એ તો સૌ કોઇ જાણે છે કે, નરેન્દ્ર મોદી સંન્યાસી બની હિમાલય જતા રહ્યા હતા. પરંતુ ઘણા ઓછાને ખબર હશે કે, તેમને નાનપણથી લઇને યુવા વય સુધી કવિતાઓ અને વાર્તાનો ખૂબ શોખ હતો. તેમણે અનેક કવિતાઓ અને વાર્તાઓ લખી પણ છે.

અભિનેતા કે લેખક બનવાની હતી ઇચ્છા?

અભિનેતા કે લેખક બનવાની હતી ઇચ્છા?

તેમના કવિતા અને વાર્તા પ્રત્યેના આકર્ષણને કારણે અનેક લોકોનું માનવું હતું કે, તેઓ અભિનેતા કે લેખક બનવાનું સપનું જોતા હતા. ત્યાર પછીના સમયમાં નરેન્દ્ર મોદી સાધુ-સંતોથી ખૂબ પ્રભાવિત થયા અને સંન્યાસી બનવાનું વિચાર્યું. પરંતુ એ પછી તેઓ આરએસએસમાં જોડાયા અને રાજકારણ તથા દેશના વિકાસમાં જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું.

સુંદર વક્તા

સુંદર વક્તા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૂળ ગુજરાતી છે, એ તો સૌ જાણે છે. પરંતુ તેમણે પોતાની અનેક કૃતિઓ રાષ્ટ્રભાષા હિંદીમાં લખી છે. તેઓ ખૂબ સારા વક્તા છે, હિંદી, ગુજરાતી અને અંગ્રેજીમાં પણ તેઓ ભાષણ આપી ચૂક્યાં છે. તેઓ ખાસ કરીને ગુજરાતી અને હિંદી ભાષાનું બહોળું જ્ઞાન ધરાવે છે. નરેન્દ્ર મોદી અંગે ખાસ વાત એ છે કે, તેઓ ક્યારેય લેખિત ભાષણ નથી બોલતા.

17 સપ્ટેમ્બર, 1950

17 સપ્ટેમ્બર, 1950

 • નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950ના રોજ વડનગરમાં થયો હતો. નાનપણમાં વડનગર રેલવે સ્ટેશન પર જ તેમણે ચાની લારી પર કામ કર્યું હતું.
 • 26 મે, 2014નારોજ દેશના વડપ્રધાન તરીકે તેમણે સત્ત સંભાળી. તેઓ દેશના 15મા વડાપ્રધાન છે.
 • નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના પ્રમુખ વિપક્ષ ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી લડી અને 282 બેઠકો જીતી અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી.
 • પીએમ મોદી એક સાસંદ તરીકે ઉત્તર પ્રદેશની સાંસ્કૃતિક નગરી વારાણસી અને ગુજરાતના વડોદરાથી ચૂંટણી લડ્યા હતા અને બંને સ્થળે જીત મેળવી હતી.
દેશના લોકપ્રિય નેતાઓમાંથી એક

દેશના લોકપ્રિય નેતાઓમાંથી એક

 • નરેન્દ્ર મોદી દેશના સૌથી લોકપ્રિય નેતાઓમાંથી એક છે.
 • વર્ષ 2001થી 2004 દરમિયાન તેઓ ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. પીએમ બન્યા બાદ પણ ગુજરાતમાં તેમની લોકપ્રિયતા અપાર છે અને પીએમ પદ સંભાળ્યા બાદ પણ તેઓ દર વર્ષે પોતાના માતાના આશીર્વાદ લેવા ગુજરાત આવે છે.
 • ગુજરાત વિશ્વવિદ્યાલયમાંથી રાજકારણ વિજ્ઞાનમાં સ્નાતોક્તર ડિગ્રી પ્રાપ્ત કરનાર નરેન્દ્ર મોદી આજે વિકાસ પુરૂષ તરીકે ઓળખાય છે.
પર્સન ઓફ ધ યર

પર્સન ઓફ ધ યર

 • માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વીટર પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ભારતીય નેતા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
 • ફેસબૂક પેજ પર પણ સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા રાજનેતા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદીથી વધુ ફોલોઅર્સ ધરાવનારા એક માત્ર રાજનેતા હતા ઓબામા, પરંતુ તેઓ નિવૃત્ત થયા બાદ વિશ્વમાં સૌથી વધુ ફેસબૂક ફોલોઅર્સ ધરાવતા રાજનેતા પીએમ મોદી છે.
 • તેઓ 'ન.મો'ના નામે પણ ઓળખાય છે.
 • ટાઇમ સમાયિકના 'પર્સન ઓફ ધ યર 2013'ના 42 ઉમેદવારોની સૂચિમાં નરેન્દ્ર મોદીનું નામ પણ ઉમેરવામાં આવ્યું હતું.
English summary
Narendra Modi is the first Prime Minister of India who was born in Independent India, that is, post-August 15, 1947. Here is some Interesting Facts about him on his birthday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.