• search

આરએસએસે મોદીને શિખવાડ્યું ઓછી સીટો મળે તો કેવી રીતે બનાવવી શકાય સરકાર!

By Kumar Dushyant

ભાજપનું અનુમાન છે કે 16 મેના રોજ તે પોતાના સહયોગીઓની સાથે મળીને સરકાર બનાવવા લાયક પર્યાપ્ત નંબર પ્રાપ્ત કરી લેશે, પરંતુ રાજકારણ એવી વસ્તુ છે, જેના પર સટીક રીતે કંઇપણ કહી ના શકાય.

આથી જ કોઇ તક ચૂકવા માંગતું નથી. કોઇ ગુંજાઇશ છોડવા માંગતું નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસે) ભાજપને સલાહ આપી છે તેને કેન્દ્રમાં મજબૂત અને સ્થિર સરકાર બનાવવા માટે કોંગ્રેસ વિરોધી સ્થાનીક પક્ષો સાથે વાતચીતનો ખુલ્લો રાખવો જોઇએ.

સૂત્રોનું કહેવું છે કે આ સલાહ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ સુધી પહોંચાડવામાં આવી છે, જેમણે તાજેતરમાં જ દિલ્હી સંઘ મુખ્યાલયમાં આરએસએસના ટોચના નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી.

આરએસએસે મોદીને આપ્યો મંત્ર

આરએસએસે મોદીને આપ્યો મંત્ર

આ અવસર પર હાલ સંઘના નેતાઓનું કહેવું હતું કે ભાજપની જેમ તેમને પણ આશા છે કે તે જરૂરી સીટો મેળવવામાં સફળ રહેશે, પરંતુ તેને મજબૂત સરકાર બનાવવા માટે તે પક્ષો સાથે સંપર્ક સાધવો જોઇએ, જે તેના પ્રતિદ્વંદ્વીઓના નજીક નથી.ભાજપના એક સૂત્રએ સંઘ નેતાઓના હવાલો આપતાં કહ્યું કે જે પક્ષ તાજેતરમાં કોઇની સાથે નથી અને સંભવિત ભાગીદાર બની શકે છે, તેમની સાથે તાત્કાલીક વાતચીત શરૂ કરવી જરૂરી છે.

કોને કયુ મંત્રાલય મળશે

કોને કયુ મંત્રાલય મળશે

આરએસએસના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે ચૂંટણી બાદની સંભાવનાઓનો સામનો કરવા માટે એક ટીમ તૈયાર રહેવી જોઇએ, જો કે હાલમાં આ વાત પર ચર્ચા યોગ્ય નથી કે કોને કયુ મંત્રાલય મળશે.

રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત

રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત

આરએસએસના જે નેતાઓએ રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી, તેમાં સંઘ મહાસચિવ ભૈયાજી જોશી અને સુરેશ સોની સામેલ છે. આ ઉપરાંત સંયુક્ત મહાસચિવ દત્તાત્રેય હોસબોલે અને કૃષ્ણ ગોપાલ પણ છે.શનિવારે ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદી અને આરએસએસ સચિવ પ્રમુખ મોહન ભાગવતની મુલાકાત થઇ હતી, ત્યારબાદ રાજનાથ સિંહ ઝંડેવાલાન સ્થિતિ સંઘ દિલ્હી મુખ્યાલય પહોંચ્યા.

કોંગ્રેસને મુદ્દો ઉછાળવાની તક આપી

કોંગ્રેસને મુદ્દો ઉછાળવાની તક આપી

નરેન્દ્ર મોદી અને આરએસએસ પ્રમુખની મુલાકાતે કોંગ્રેસને ફરી એકવાર આ મુદ્દો ઉછાળવાની તક આપી કે તે કોઇ બીજું કોઇ નહી, પરંતુ રિમોટ કંટ્રોલથી ચલાવનાર કટપૂતળી છે.

કોંગ્રેસે કર્યો આરએસએસ પર હુમલો

કોંગ્રેસે કર્યો આરએસએસ પર હુમલો

કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું ''દેશના લોકો કેટલાય દાયકાઓથી જોઇ રહ્યાં છે કે આ નાગપુરનું એવું રિમોટ કંટ્રોલ છે જેની કોઇ જવાબદેહી નથી. અને પીએમ બનવાનું સપનું જોનાર પણ કોઇ 56 ઇંચની છાતી વાળો નહી, પરંતુ રિમોટ કંટ્રોલથી ચાલનાર વ્યક્તિ છે.''

મનમોહન પર રિમોટરૂપી પ્રહાર

મનમોહન પર રિમોટરૂપી પ્રહાર

જો કે, નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મનમોહન સિંહ પર વારંવાર હુમલો કર્યો હતો કે તેમનું રિમોટ કંટ્રોલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પાસે છે. કોંગ્રેસે હવે જવાબી હુમલો કર્યો છે. નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના અંતિમ ચરણનો પ્રચાર ખતમ કર્યા બાદ શનિવારે આરએસએસના નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. ભાજપ પ્રમુખ રાજનાથ સિંહે બીજા દિવસે આવું કર્યું.

કોંગ્રેસ VS આરએસએસ કે ગાંધી ફેમિલી VS મોદી

કોંગ્રેસ VS આરએસએસ કે ગાંધી ફેમિલી VS મોદી

આ મુલાકાતોમાં બંને નેતાઓએ આરએસએસની સાથે ચૂંટણી બાદ બનનારી સંભાવનાઓ પર ચર્ચા કરી. કોંગ્રેસે મુલાકાતો પર સવાલ ઉઠાવતાં કહ્યું કે આરએસએસ પોતાને સાંસ્કૃતિક સંગઠન કેવી રીતે કહી શકે છે, જ્યારે તે રાજકારણ અને ખાસ કરીને પક્ષ વિશેષની સાથે આ સ્તર સુધી સક્રિય છે.

 મોદી-ગાંધી પરિવાર વચ્ચે સીધો મુકાબલો

મોદી-ગાંધી પરિવાર વચ્ચે સીધો મુકાબલો

યુપીએના ચૂંટણી પ્રચારની શરૂઆતમાં આરએસએસ વર્સીસ કોંગ્રેસનો રંગ આપવાનો પ્રયત્ન કર્યો હતો અને નરેન્દ્ર મોદીને તેના આગેવાન ગણાવ્યા હતા. પરંતુ પછી મોદી-ગાંધી પરિવાર વચ્ચે સીધો મુકાબલો થયો. દેખવાનું એ બાકી છે કે નરેન્દ્ર મોદીને એ પ્રકારે રજૂ કરી અલ્પસંખ્યક વોટ પ્રાપ્ત કરવાના મુદ્દે કેટલી સફળતા મળી હશે, કારણ કે ધ્રુવીકરણના લીધે બહુસંખ્યક પણ ભાજપની પાછળ લોબિંગ હોય શકે છે.

English summary
In their remarks to the media, the leaders of the BJP and RSS have expressed confidence that the NDA will sail past the Lok Sabha midway mark to comfortably form the next government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more