• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ આઠ રીતે વધારી શકાય છે મગજની ક્ષમતા

|
Google Oneindia Gujarati News

તમારી સાથે ક્યારેય એવુ થયુ છે જ્યારે તમે કોઈનું નામ કે કોઈ જગ્યાનું નામ યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય અને કંઈ યાદ ન આવતુ હોય. એવુ કહેવાય છે કે ઉંમર વધવાની સાથે યાદશક્તિ ઓછી થવા લાગે છે. આવુ હોય છે પણ ખરુ પરંતુ તેમછતાં તમે તમારા મગજને તંદુરસ્ત રાખી શકો છો. જો તમે પોતાના મગજની ક્ષમતા વધારવા માંગતા હોવ તો નીચે મુજબની રીતો અપનાવોઃ

1. કસરત

1. કસરત

કસરત કરવાથી મગજ વધુ સક્રિય થાય છે. કસરત કરવાથી મગજની કોશિકાઓ એકબીજાના સંપર્કમાં આવે છે અને નવી કોશિકાઓનું નિર્માણ પણ થાય છે. કાર્ડિયોવાળી કસરતો કરવાથી તમને વધુ ઓક્સિજન મળે છે અને જો આ કસરત તમે આઉટડોર કરો તો તમને વિટામિન ડી પણ મળે છે. તમે આવો જ ફેરફાર બીજાની સાથે પોતાના આઈડિયા વહેંચીને પણ અનુભવી શકો છો. બીજાની મદદ કરવાથી પણ અનુભવી શકો છો.

આ પણ વાંચોઃમારી દીકરીઓ બહાર નીકળતા ડરે છે, આઝમ ખાને એસિડ ફેંકવાની ધમકી આપી છેઆ પણ વાંચોઃમારી દીકરીઓ બહાર નીકળતા ડરે છે, આઝમ ખાને એસિડ ફેંકવાની ધમકી આપી છે

2. મૂવમેન્ટ સાથે યાદ કરો

2. મૂવમેન્ટ સાથે યાદ કરો

આ ટેકનિકનો ઉપયોગ અભિનેતા કરે છે. જો તમે કોઈ વસ્તુ મૂવમેન્ટ સાથે કરો તો તેના યાદ થવાની સંભાવના વધી જાય છે. જો તમારે કોઈ પ્રેઝન્ટેશન આપવાનું હોય કે કોઈ સ્પીચ આપવાની હોય તો તેની તૈયારી માટે પોતાની નોટ્સ ટહેલતા ટહેલતા કે ડાંસ કરતા યાદ કરો. સ્પષ્ટ અંતર દેખાશે.

3. સંતુલિત ભોજન

3. સંતુલિત ભોજન

તમે જે પણ સુગર અને એનર્જીનો ઈનટેક લો છો તેના 20 ટકા ભાગ સીધો મગજને મળે છે. આ જ કારણ છે કે મગજની કાર્યકારી સ્થિતિ ગ્લુકોઝ પર નિર્ભર કરે છે. જો તમારુ સુગર લેવલ નિયંત્રિત ન હોય તો તમારુ મગજ કન્ફ્યુઝ થઈ શકે છે. એ સ્થિતિમાં ભોજન લેવુ મગજ માટે સારુ રહે છે જેમાંથી ડોપામાઈન કેમિકલ નીકળે છે. એ વાત પણ યાદ રાકો કે મગજની કોશિકાઓ ફેટથી બને છે. માટે ભોજનમાં ફેટનો ઉપયોગ છોડશો નહિ. આ ઉપરાંત નટ્સ, સીડ્સ, નાસપતિ અને માછલી મગજ માટે ઉપયોગી છે.

4. દુનિયાથી અલિપ્ત થતા પણ શીખો

4. દુનિયાથી અલિપ્ત થતા પણ શીખો

કારણકે તણાવ મગજ માટે સારો હોય છે કારણકે ઈમરજન્સીમાં જ તમારુ મગજ ઝડપથી વિચારે છે પરંતુ વધુ સમય સુધી તણાવ રહેવો મગજ માટે સારો નથી. એટલા માટે સમય સમય પર દુનિયાથી એકદમ અલિપ્ત થઈ જવુ સારુ રહે છે, મગજને આરામ મળે છે. જો કે એ સમયે તમે મગજના બીજા ભાગને કામ પર લગાવી શકો છો. આ એ ભાગ હોય છે જેમાં આપણે દિવસે પણ સપના જોઈએ છીએ. યાદશક્તિ જાળવી રાખવા માટે આ ઘણુ મહત્વનું છે.

આ પણ વાંચોઃસંપત્તિ બચાવવા ભારત પાછા આવવાની તૈયારીમાં વિજય માલ્યાઆ પણ વાંચોઃસંપત્તિ બચાવવા ભારત પાછા આવવાની તૈયારીમાં વિજય માલ્યા

5. નવા પડકારોની શોધ

5. નવા પડકારોની શોધ

મગજને તંદુરસ્ત રાખવા માટે જરૂરી છે કે તમે તેને ચેલેન્જ કરતા રહો, નવી વસ્તુઓ શીખતા રહો. એનો અર્થ એ કે નવી ભાષા શીખવી કે કોઈ નવી કલા શીખીને તમે તમારા મગજની ક્ષમતા વધારી શકો છો. આ બધુ ના કરી શકો તો પોતાના દોસ્તો અને પરિવારના સભ્યો સાથે ઓનલાઈન ગેમ રમીને જુઓ.

6. સંગીત સાંભળો

6. સંગીત સાંભળો

સંગીતની મગજ પર જાદૂઈ અસર થાય છે. કોઈને ગીતો સાંભળતા જુઓ અથવા કોઈ વાદ્યયંત્ર વગાડતા જુઓ, તમને લાગશે કે તેનુ આખુ શરીર સક્રિય છે. ઘણી વાર યાદશક્તિ જતી રહેવાના કિસ્સાઓમાં પણ સંગીતથી ફાયદો થતો જોવા મળ્યો છે.

7. વાંચો અને સૂવો

7. વાંચો અને સૂવો

જો તમે દિવસમાં કંઈક નવુ વાંચો છો તો તમારા મગજની બે કોશિકાઓના તાર જોડાઈ જાય છે. જ્યારે તમે સૂવો છો તો આ સંપર્ક મજબૂત થાય છે અને તમે જે વાંચ્યુ છે તે તમારી યાદશક્તિમાં શામેલ થઈ જાય છે. એટલા માટે ઉંઘ તમારા મગજ માટે સૌથી મહત્વનું ફેક્ટર છે. આ જ કારણ છે કે સૂતા પહેલા ફિલ્મ જોવા કે ડરામણી કહાનીઓ જોવાથી બચવુ જોઈએ. પોઝિટીવ અનુભવો સાથે સૂવુ જોઈએ.

8. સવારે આવી રીતે ઉઠો

8. સવારે આવી રીતે ઉઠો

તમે એ તો જાણી ચૂક્યા છો કે ઉંઘ ખૂબ જ મહત્વની છે. જો તમે પાંચ કલાકથી ઓછુ ઉંઘો છો તો તમે માનસિક રીતે એટલા એલર્ટ નથી થઈ શકતા. આ જ સ્થિતિ ત્યારે પણ થાય છે જ્યારે તમે 10 કલાકથી વધારે ઉંઘો છો. માટે તમે કેવી રીતે ઉઠો છો તે પણ મહત્વનું છે.
સૌથી સારી સ્થિતિ તો એ છે કે તમે અંધારામાં સૂવો અને ધીરે ધીરે વધતા અજવાળામાં ઉઠો, જેમકે સૂર્યનું અજવાળુ. આ અજવાળુ તમારી પલકોમાંથી પસાર થાય છે તો મગજને વધારે સારા રિસ્પોન્સ માટે તૈયાર કરે છે. ઘરમાં સૂર્યનુ અજવાળુ ન આવતુ હોય તો એવુ અલાર્મ ખરીદો જેમાં લાઈટ સિસ્ટમ લાગેલુ હોય.

આ પણ વાંચોઃ વેચાવાનો છે 70 વર્ષ જૂનો રાજકપૂરનો આઈકોનિક 'RK' સ્ટુડિયોઆ પણ વાંચોઃ વેચાવાનો છે 70 વર્ષ જૂનો રાજકપૂરનો આઈકોનિક 'RK' સ્ટુડિયો

English summary
Capacity of brain can increase in these eight ways
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X