For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોટલ છોડો, ઘરે જાતે જ બનાવો સ્વાદિષ્ટ કેપ્સિકમ પુલાવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પુલાવ એક એવી રેસિપી છે જેને તમે બ્રેકફાસ્ટમાં પણ ખાઇ શકો છો અને લંચમાં પણ બનાવીને ઓફિસમાં લઇ જઇ શકો છો. જો તમારું મન સિંપલ પુલાવ ખાવાનું ના કરે તો તમે તેમાં અલગ-અલગ પ્રકારની શાકભાજી જેમ કે શિમલા મિર્ચ અથવા પછી ગાજર નાખીને પુલાવ બનાવી શકો છો. આજે અમે તમને સ્વાદિષ્ટ કેપ્સિકમ પુલાવ બનાવતાં શિખવાડીશું જેની રેસિપી અમને અમારા વાચકે મોકલી છે.

શિયાળામાં ગરમા-ગરમ અને રંગબેરંગી પુલાવ ખાવાનું મળી જાય તો મજા પડી જાય. કેપ્સિકમ પુલાવ બનાવવા એકદમ સરળ છે અને તેને બનાવવા માટે વધુ સામગ્રીની પણ જરૂરિયાત નથી. તો આવો જોઇએ સ્વાદિષ્ટ કેપ્સિકમ પુલાવ બનાવવાની સરળ રીત.

2 વ્યક્તિઓ માટે

2 વ્યક્તિઓ માટે

તૈયારી કરવાનો સમય
પકવવાનો સમય 20 મિનિટ

સામગ્રી

સામગ્રી

બાસમતી ચોખા: 1 વાટકી
શિમલા મિર્ચ: 1 નંગ
બટાકા: 1 નંગ
ટામેટું: 1 નંગ
લીલા મરચાં: 3 નંગ
ડુંગળી: 2 નંગ
તમાલપત્ર: 1 નંગ
તજ: 1
ધાણા પાવડર: 1 ચમચી
હળદર પાવડર: અડધી ચમચી
મીઠું: સ્વાદનુસાર
તેલ: 2 ચમચી

રીત

રીત

બાસમતી ચોખાને પાણીમાં અડધા કલાક સુધી પલાળી રાખો
કુકરમાં તેલ નાખો અને ગરમ કરો
જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં તમાલપત્ર અને તજ નાંખીને 2 મિનિટ સુધી ગરમ કરો.
હવે તેમાં જીરું, ડુંગળી અને લાલ મરચાં નાખીને ભૂરાં થાય ત્યાં સુધી સાંતળો.
ત્યારબાદ તેમાં ટામેટા નાંખીને થોડીવાર ચઢવા દો.

રીત

રીત

હવે તેમાં હળદર, લાલ મરચાંનો પાવડર, ધાણાનો પાવડર અને મીઠું નાંખીને ધીમા તાપે શેકો.
ત્યારબાદ મસાલામાં કાપેલા શિમલા મિર્ચ અને બટાકાની નાખીને 3-4 મિનિટ ચઢવા દો.
ત્યારબાદ પલાળેલા ચોખા નાખો અને મિક્સ કરો.
હવે ચોખા થોડા ચઢી જાય ત્યારે તેમાં જરૂરિયાત અનુસાર પાણી નાખો અને ધીમા તાપે 1 સીટી પડે ત્યાં સુધી ચઢવા દો.
હવે તમારો કેપ્સિકમ પુલાવ તૈયાર થઇ ગયો, તેને સૉસ અથવા રાયતા સાથે સર્વ કરો.

English summary
Cook up delectable pulao like capsicum pulao at home with chopped capsicum stir fried and tossed with boiled rice and a choice of herbs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X