For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chanakya Niti : આવા લોકોને ન કરો પરેશાન, નહીં તો થઇ જશો કંગાળ

Chanakya Niti : આચાર્ય ચાણક્ય નીતિ દ્વારા રચયિત ચાણક્ય નીતિમાં જીવનમાં કેવી રીતે સફળ થવું તે વિશે જણાવવામાં આવ્યું છે. ચાણક્ય નીતિમાં જણાવ્યું છે કે, આપણે અમુક લોકોને પરેશાન ન કરવા માટે જણાવવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

Chanakya Niti : આચાર્ય ચાણક્ય દ્વારા પોતાની રચના ચાણક્ય નીતિ સાચી-ખોટી, ધર્મ-અર્ધમ, નૈતિક-અનૈતિક આચરણની વ્યાખ્યા આપવામાં આવી છે. આ સાથે સફળ થવા માટે તેને જીવનમાં કેવી રીતે ઉતારી શકાય તે વિશે પણ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આચાર્ય ચાણક્ય સમજાવે છે કે, માણસે કઈ ભૂલો ટાળવી જોઈએ, જેથી કરીને તે પોતાના જીવનમાં આવતી પરેશાનીઓને ઓછી કરી શકે.

Chanakya Niti

ચાણક્ય અનુસાર, વ્યક્તિએ કેટલાક એવા લોકો સાથે દુર્વ્યવહાર અથવા અવગણના ન કરવી જોઈએ, જેના કારણે જીવનમાં ધનની દેવી દેવી લક્ષ્મી તેમનાથી નારાજ થઈ જાય છે. તે લોકો કોણ છે અને શા માટે આપણે તેમની સાથે સારું વર્તન કરવું જોઈએ?

તમારા કરતા નબળા લોકોને ન અવગણો

તમારા કરતા નબળા લોકોને ન અવગણો

આચાર્ય ચાણક્ય કહે છે કે, આપણે એવા લોકો સાથે દુર્વ્યવહાર ન કરવો જોઈએ, જેઓ આપણાથી નબળા અથવા ઓછા હોય. અભિમાન કેગુસ્સાથી માણસ તેના કરતા નબળા વ્યક્તિ સાથે અનાદરભર્યું વર્તન કરે છે.

ચાણક્ય સૂચના આપે છે કે, કોઈ પણ સંજોગોમાં પોતાના કરતાનબળા અને ગરીબ લોકોને હેરાન ન કરવા જોઈએ. જો તમે જરૂરિયાતમંદોને મદદ કરવાને બદલે તેમનું અપમાન કરો છો, તો દેવી લક્ષ્મીતમારાથી નારાજ થઈ શકે છે.

હંમેશા સ્ત્રીઓનું સન્માન કરો

હંમેશા સ્ત્રીઓનું સન્માન કરો

આપણી સંસ્કૃતિમાં મહિલાઓની પૂજા કરવામાં આવે છે અને તેમનું હંમેશા સન્માન કરવામાં આવે છે. આચાર્ય કહે છે કે, મહિલાઓ સાથેક્યારેય ગેરવર્તન ન કરવું જોઈએ. જે વ્યક્તિ મહિલાઓનું અપમાન કરે છે, તેના જીવનમાં સુખ અને પૈસાની કમી હોય છે.

મહેનતુ લોકો સાથે ક્યારેય ખરાબ વર્તન ન કરો

મહેનતુ લોકો સાથે ક્યારેય ખરાબ વર્તન ન કરો

ચાણક્ય નીતિ શાસ્ત્ર અનુસાર, મહેનતુ લોકો ખૂબ જ પ્રમાણિક અને સત્યવાદી હોય છે. તેઓ મહેનત કરીને જ પરિણામ મેળવવા માંગે છે.આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ આવા લોકોનું સન્માન કરવું જોઈએ, જેઓ મહેનતુ હોય છે.

વ્યક્તિ ગમે તેટલો અમીર બની ગયો હોય, તેનાહૃદયમાં હંમેશા મહેનત કરનારાઓ માટે આદર હોવો જોઈએ. જે લોકો મહેનતુ લોકો પર ત્રાસ આપવા લાગે છે, તેમનાથી ધનલક્ષ્મી પોતેગુસ્સે થાય છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. વનઇન્ડિયા ગુજરાતી આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે.

English summary
Chanakya Niti : Don't bother such people, otherwise you will be miserable
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X