For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chanakya Niti : દુશ્મન વાળ પણ વાંકો નહીં કરી શકે, જાણી લો આ વાત

આચાર્ય ચાણક્યની ચાણક્ય નિતિ અનુસાર દરેક વ્યક્તિએ હંમેશા સાવધાન અને સતર્ક રહેવું જોઇએ. આ સાથે પોતાના શત્રુઓને હરાવવા માટે આપણે દરેક સમયે જાગૃત રહેવું જરૂરી છે. સતર્ક રહેવાથી તમે દુશ્મનની ચાલ પહેલા જ તેને જાણી લો.

|
Google Oneindia Gujarati News

આચાર્ય ચાણક્યની ચાણક્ય નિતિ અનુસાર દરેક વ્યક્તિએ હંમેશા સાવધાન અને સતર્ક રહેવું જોઇએ. આ સાથે પોતાના શત્રુઓને હરાવવા માટે આપણે દરેક સમયે જાગૃત રહેવું જરૂરી છે. સતર્ક રહેવાથી તમે દુશ્મનની ચાલ પહેલા જ તેને જાણી લો અને કોઇપણ મુશ્કેલીમાં પડવાથી પણ બચી શકો છો. આ માટે વ્યક્તિએ હંમેશા સતર્ક રહેવાની જરૂરી છે.

Chanakya Niti

આચાર્ય ચાણક્યએ પોતાની નીતિમાં જણાવ્યા અનુસાર વ્યક્તિએ ક્યારેય પોતાનો સંયમ ન ગૂમાવવો જોઈએ. જો તમે પ્રતિકૂળ સંજોગોમાં પણ સંયમથી કામ લેશો, તો શત્રુ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. જે કારણે તમે મુશ્કેલીમાં મૂકાતા પણ બચી જશો. સંયમ ગુમાવવાથી પરિસ્થિતિ બગડે છે, તેથી ક્યારેય સંયમ છોડવો નહીં. જો તમે સંયમ જાળવી રાખશો, તો શત્રુને મૂંઝવવામાં મૂકવામાં સફળ થઈ શકો છો.

આચાર્ય ચાણક્ય કહે છે કે, દરેક યુદ્ધ શારીરિક સ્નાયુ શક્તિથી જીતવું જરૂરી નથી, તમે તમારા મનના બળ પર પણ કેટલીક લડાઈ જીતી શકો છો. જો દુશ્મન ખૂબ જ મજબૂત હોય તો તેનાથી ડરવાની જરૂર નથી. આ તમારા દુશ્મનને નબળા બનાવે છે. ભયને તમારા પર હાવી થવા ન દો.

આચાર્ય ચાણક્યની ચાણક્ય નીતિ અનુસાર સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાં ધીરજથી કામ લેવું જોઈએ. ચિંતા કરવાથી કોઈ સમસ્યા હલ થતી નથી. જો તમે ચિંતિત છો, તો આનાથી તમારા દુશ્મનને ફાયદો થશે, તેથી ધીરજથી કામ લેવું જોઇએ અને દરેક વ્યક્તિએ હંમેશા સમસ્યાના સમાધાન અંગે વિચાર કરવો જોઈએ.

English summary
Chanakya Niti : Enemy can not hurt you, by knowing this things
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X