For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chanakya Niti : આવા ગુણોવાળી મહિલાઓ હોય છે શ્રેષ્ઠ પત્ની

Chanakya Niti : આચાર્ય ચાણક્ય નીતિ દ્વારા રચયિતા ચાણક્ય નીતિમાં જીવનમાં કેવી રીતે સફળ થવું તે વિશે જણાવવામાં આવ્યું છે. ચાણક્ય નીતિમાં જણાવ્યું છે કે, આપણે અમુક લોકોને પરેશાન ન કરવા માટે જણાવવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

Chanakya Niti : પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી આચાર્ય ચાણક્ય પોતાની કુટનીતિ અને કુશળ રાજનીતિને કારણે સમગ્ર દુનિયામાં જાણીતા છે. તેમણે પોતાની ચાણક્ય નીતિમાં વ્યક્તિને સફળતા મેળવવા માટેના સુત્રો જણાવ્યા છે. જેના દ્વારા તમે આ નીતિ સુત્રો દ્વારા સમાજ કલ્યાણ કરી શકાય છે. આ સાથે તમારા સારા ભવિષ્ય માટે પણ આ નીતિ સુત્ર ઘણા કામ આવે છે.

Chanakya Niti

આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓના જોરે એક સામાન્ય બાળક ચંદ્રગુપ્તને મધગનો સમ્રાટ બનાવ્યો હતો. તેમણે જીવનના વિવિધ પાસાઓ જેવા કે અંગત જીવન, નોકરી, ધંધો, સંબંધો, મિત્રતા, દુશ્મન વગેરે પર પોતાના મંતવ્યો તેમની નીતિશાસ્ત્રમાં શેર કર્યા છે. ચાણક્ય નીતિ કહે છે કે, માનવ જીવન અમૂલ્ય છે.

કેટલીક બાબતોને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ

કેટલીક બાબતોને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ

જો આ જીવનને સફળ અને સાર્થક બનાવવું હોય, તો દરેક વ્યક્તિએ કેટલીક બાબતોને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. ચાણક્યએ એવીમહિલાઓ વિશે જણાવ્યું છે, જે વ્યક્તિની લાઈફ પાર્ટનર બની જાય છે, તો તેનું જીવન સુધરવામાં સમય નથી લાગતો. આવો જાણીએ કોણછે આવી મહિલાઓ.

લક્ષ્મીનું સ્વરૂપ હોય છે શાંત સ્વભાવની સ્ત્રીઓ

લક્ષ્મીનું સ્વરૂપ હોય છે શાંત સ્વભાવની સ્ત્રીઓ

ચાણક્ય નીતિ અનુસાર, શાંત સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો શાંત ચિત્તવાળી સ્ત્રી પુરુષના જીવનમાં તેની પત્ની તરીકે આવે, તો તે ઘરની શોભા તો વધારે જ છે, આ સાથે પરિવારમાં એકતા અને શાંતિ પણ જાળવી રાખે છે. જેના કારણે તે પરિવારની પ્રગતિમાં વધુ સમય લાગતો નથી.

શિક્ષિત અને સંસ્કારી સ્ત્રીઓ

શિક્ષિત અને સંસ્કારી સ્ત્રીઓ

આચાર્ય ચાણક્યના મતે જો કોઈ શિક્ષિત, સદાચારી અને સંસ્કારી સ્ત્રી જીવનમાં પત્ની તરીકે આવે છે, તો તે દરેક પરિસ્થિતિમાં પરિવારનીમદદગાર બને છે. આવી મહિલાઓ આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે, એટલું જ નહીં પણ નિર્ભયપણે મોટા નિર્ણયો પણ લે છે.

મીઠી વાણીથી મોહિત કરતી સ્ત્રીઓ

મીઠી વાણીથી મોહિત કરતી સ્ત્રીઓ

આચાર્ય ચાણક્ય અનુસાર, જે પુરુષ આવી મૃદુભાષી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે હંમેશા સુખી જીવન જીવે છે. આવી મહિલાઓને સમાજમાંસન્માન મળે છે. આવા સમયે તેઓ તેમના માતાપિતા અને સાસરિયાઓની પ્રતિષ્ઠા પણ વધારે છે.

મર્યાદિત ઇચ્છાશક્તિની સ્ત્રીઓ

મર્યાદિત ઇચ્છાશક્તિની સ્ત્રીઓ

આચાર્ય ચાણક્યના મતે જે મહિલાઓ પોતાની ઈચ્છાઓને સંજોગો પ્રમાણે વાળવી જાણે છે, તેઓ શ્રેષ્ઠ પત્ની સાબિત થાય છે. આવીમહિલાઓ પોતાના પતિ અને પરિવારને સારા કાર્યો કરવા અને સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. તેમની સીમિત ઈચ્છાઓને કારણેપરિવાર પણ ક્યારેય આર્થિક સંકટમાં ફસાઈ જતો નથી, જેનો લાભ સમગ્ર પરિવારને મળે છે.

English summary
Chanakya Niti : Women with such qualities make the best wife
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X