For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: હોળી રમતો નથી આ દેશ પણ તેમછતાં કરે છે કમાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 માર્ચ: હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે બજારમાં રંગ ને પિચકારીઓની દુકાન શણગારાઇ ગઇ છે. કાચા માલની કિંમતોમાં વધારો તથા ટ્રાન્સપોર્ટના ભાડમાં વધારાના કારણે સામાનની કિંમતોમાં 15 થી 20 ટકાનો વધારો થયો છે. પરંતુ ખાસ વાત એ છે કે પડોશી દેશ ભલે હોળી રમતો ન હોય, પરંતુ હોળીની કમાણી કરી જાય છે.

દુકાનદારોને હોળી તહેવાર પર સારા વેચાણની આશા છે, જ્યારે ચીનને વિશ્વાસ છે કે આ વખતે સારી કમાણી થશે. આ વર્ષે પણ બાળકો માટે કાર્ટૂન કેરેક્ટરવાળી પિચકારીઓ વધુ જોવા મળી છે જેમાં ડોરેમોન, છોટા ભીમ, પોકેમાન, થોમસ ટ્રેન વગેરે મહત્વપૂર્ણ છે. કેટલાક સ્થળો પર રાહદારીઓ પિચકારીઓના ભાવતાલ કરતાં પણ જોવા મળ્યા છે.

રાજધાનીના દુકાનદારોના જણાવ્યા અનુસાર ગ્રાહક તો ભલે આવી રહ્યાં હોય પરંતુ તે ફક્ત ભાવ કરીને પાછા ફરે છે. બજારોમાં આ વખતે હોળીનો સામાનના ઘણા પ્રકર છે, જેમાં પિચકારી, રંગ, ગુલાલ, ટોપી, માસ્ક તથા હોળી માટે ખાસ છે. સાથે જ કાનોની વાળીઓમાં પણ ઘણી વેરાયટી જોવા મળી રહી છે. આ સામાના મોંઘો બનવાનું સૌથી મોટું કારણ કસ્ટમ ટેક્સ પણ છે.

હર્બલ કલરની માંગ વધી

હર્બલ કલરની માંગ વધી

લોકોને ચાઇના માલ ખૂબ ગમી રહ્યો છે, કારણ કે સ્ટાઇલિશ હોવાની સાથે-સાથે બજેટમાં પણ આવે છે. મોટાભાગના દુકાનદારોનું કહેવું છે કે આ વર્ષે પણ ચાઇના ઉત્પાદકોની માંગ રહેશે. ગત બે 2-3 વર્ષોમાં લોકોની પિચકારીઓમાં હર્બલ કલર પણ પોતાની સ્થાન બનાવી રહ્યાં છે.

ચાઇના બનાવટની માંગ

ચાઇના બનાવટની માંગ

બજારમાં ચીનની ભાગીદારી પણ વધતી જાય છે. ચીની માલની કિંમત ઓછી હોવાથી ચાઇના બનાવટના માલની માંગ વધી રહી છે.

ધંધામાં 30 ટકા સુધીના વધારાનું અનુમાન

ધંધામાં 30 ટકા સુધીના વધારાનું અનુમાન

પ્રાકૃતિક રંગોની કિંમતોમાં વધારો થયો હોવા છતાં આ વખતે તેના વેપારમાં 30 ટકા સુધીના વધારાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

કાર્ટૂન કેરેક્ટર આધારિત પિચકારીઓ

કાર્ટૂન કેરેક્ટર આધારિત પિચકારીઓ

હોળીમાં કાર્ટૂન કેરેક્ટરો પર આધારિત પિચકારીઓ બજારમાં ઉતારવામાં આવી છે, જે ખાસકરીને બાળકોને પસંદ આવશે.

40 રૂપિયાથી માંડીને 500 સુધીની પિચકારીઓ

40 રૂપિયાથી માંડીને 500 સુધીની પિચકારીઓ

એક જનરલ સ્ટોરના વેપારીએ જણાવ્યું હતું કે ગત વર્ષે વિવિધ પ્રકારની વિગનું વેચાણ વધ્યું હતું. કરીના બાલ, મલિંગા બાલ તથા મુર્ગા બાલની વધુ ડિમાન્ડ હતી. આ વખતે બજારમાં ત્રણ પ્રકારના બાલોની માંગ છે.

પિચકારીઓમાં કાર્ટૂન કેરેક્ટરનો દબદબો

પિચકારીઓમાં કાર્ટૂન કેરેક્ટરનો દબદબો

પિચકારીઓમાં આ વખતે કાર્ટૂન પાત્રો બેનટેન, ડોરેમોન, મિક્કી માઉસ વગેરે પિચકારીઓ બજારમાં આવી છે, જે બાળકો ડિમાન્ડ પર આધારિત છે. માસ્કમાં બાળકો માટે કૃષ 3 ફિલ્મનું માસ્ક બજારમાં નવું છે. પિચકારીઓમાં 40 રૂપિયાથી માંડીને 300-400 રૂપિયા સુધીના મોટા પંપ છે. તો બીજી 550 સુધીની પણ પિચકારીઓ છે. તેમાં તમામ મોંઘી પિચકારીઓ ચાઇના બનાવટ છે.

રંગોમાં વેરાયટી

રંગોમાં વેરાયટી

રમેશ જનરલ સ્ટોરના સંચાલકે જણાવ્યું હતું કે આ વખતે કાર્ટૂન પાત્રો તથા એંગ્રી બર્ડ, ડોરેમોન તથા છોટા ભીમના પંપ બેગ પણ આવ્યા છે. આ ઉપરાંત ઇકો ફ્રેંડલી રંગ ગુલાલ પણ ઘણી બધી રેંજ છે. પેસ્ટ ગુગલી, સિલ્વર-ગોલ્ડન સિલ્ક તથા કેડબરી ગુલાલ ગ્રાહકોની વિશેષ માંગ હશે. હોળીની ટોપીઓમાં પણ ઘણી વેરાયટી બજારમાં ઉતારવામાં આવી છે.

English summary
Just like every year China is earning good amount on this Holi. Market is full of Chinese products.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X