For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cold Moon 2020 in India: આકાશમાં આજે દેખાશે Full Moon, જાણો આના વિશે બધુ

વર્ષ 2020નુ છેલ્લુ ફૂલ મૂન આજે રાતે જોવા મળશે જેના માટે દુનિયા લોકો ઘણા ઉત્સાહિત છે.

|
Google Oneindia Gujarati News

Check Dates, Timings of Last Full or Cold Moon in India: વર્ષ 2020નુ છેલ્લુ ફૂલ મૂન આજે રાતે જોવા મળશે જેના માટે દુનિયા લોકો ઘણા ઉત્સાહિત છે. ક્રિસમસ બાદ આવનાર આ આખા ચાંદને કોલ્ડ મૂન કહેવામાં આવી રહ્યો છે કારણકે આ દરમિયાન વિશ્વમાં લગભગ બધી જગ્યાએ ઠંડી બહુ પડે છે. ભારતમાં ફૂલ મૂન 29ની સાંજે 7:54 થી શરૂ થશે કે જે વિશ્વના અલગ અલગ ભાગોમાં અલગ અલગ સમયે દેખાશે. દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા અને કેનેડા જેવા પશ્ચિમી ગોળાર્ધના દેશોમાં તે 29 ડિસેમ્બરની રાતે 10:29 વાગે દેખાશે. જ્યારે આંતરરાષ્ટ્રીય સમય (UTC) અનુસાર તે કાલે 3.39 વાગે પોતાના ચરમ પર હશે.

વર્ષ 2020 નુ 13મું Full Moon

વર્ષ 2020 નુ 13મું Full Moon

તમને જણાવી દઈએ કે આ વર્ષનુ આ 13મુ ફૂલ મૂન છે. અલગ અલગ જગ્યાએ તેને અલગ અલગ નામથી બોલાવવામાં આવે છે. ઉત્તર અમેરિકામાં તેને Long Nights Moon પણ કહેવાય છે. વળી, યુરોપમાં તેને મૂન આફ્ટર યુલ કહે છે જ્યારે ઈન્ડિયામા તેને પૂર્ણિમાના નામથી ઓળખવામાં આવે છે જેનુ ધાર્મિક મહત્વ છે. માર્ગશીર્ષ પૂર્ણિમા છે કે જે 29મી સવારે 07:54 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે અને 30 ડિસેમ્બરે 08:57 વાગે ખતમ થશે.

ચાંદ ના તો નાનો હોય છે, ના મોટો

ચાંદ ના તો નાનો હોય છે, ના મોટો

વાસ્તવમાં ચાંદ ના તો મોટો હોય છે અને ના તો નાનો. જ્યારે સૂર્યની ચારે તરફ ફરતી પૃથ્વીની ચારે તરફ તે ફરે છે કારણકે તે પૃથ્વીનો ઉપગ્રહ છે. તેને પૃથ્વીનુ એક ચક્કર કાપવામાં લગભગ 30 દિવસનો સમય લાગે છે. તેનુ લોકેશન એક મહિનામાં ઘણી વાર બદલાય છે માટે જ ક્યારેક આપણે ચાંદ પાતળો, મોટો કે ક્યારેક હાંસિયાના આકારનો જોવા મળે છે. જે દિવસે ચાંદ પૂરો ગોળ હોય છે તેને જ પૂર્ણમાસી કે પૂર્ણિમા કે ફૂલ મૂન કહેવામાં આવે છે. ચાંદ પૂરો ગોળ અને ચમકદાર જોવા મળશે.

ચાંદ પર પૃથ્વીની સરખામણીમાં ગુરુત્વાકર્ષણ ઓછુ છે

ચાંદ પર પૃથ્વીની સરખામણીમાં ગુરુત્વાકર્ષણ ઓછુ છે

ચંદ્રમાથી આકાશ વાદળી નહિ પરંતુ કાળુ દેખાય છે કારણકે ત્યાં પ્રકાશ ફેલાતો નથી. 2016માં ત્રણ સુપરમુનની ઘટના થઈ હતી. ચાંદની કક્ષીય અંતર, પૃથ્વીના વ્યાસના 30 ગણુ છે માટે આકાશમાં સૂર્ય અને ચંદ્રમાનો આકાર હંમેશા સમાન જોવા મળે છે. ચંદ્રમા એક ઉપગ્રહ છે કે જે પૃથ્વીની ચારે તરફ ચક્કર લગાવે છે. વિજ્ઞાનના હિસાબે ચાંદ પર પૃથ્વીની સરખામણીમાં ગુરુત્વાકર્ષણ ઓછુ છે માટે ચંદ્રમા પર પહોંચવા પર વ્યક્તિનુ વજન ઓછુ થઈ જાય છે. વજનમાં આ અંતર લગભગ 16.5 ટકા સુધી થાય છે. તે સૌર મંડળનો 5મો સૌથી વિશાળ પ્રાકૃતિક ઉપગ્રહ છે.

ચંદ્રને ભગવાન માને છે લોકો, કરે છે પૂજા

ચંદ્રને ભગવાન માને છે લોકો, કરે છે પૂજા

ચંદ્રને ભગવાન માનવામાં આવે છે. કડવાચોથ, પૂર્ણિમા જેવા વ્રત ચંદ્રમાને જોઈને જ થાય છે. વળી, ઈસ્લામમાં તો ચાંદ વિના કોઈ કામ જ ન થાય. ઈદ-ઉલ-ફિતર, રમજાન, ઈદુજ્જુહા અને મુહર્રમ જેવા મુખ્ય પર્વો ચાંદ જોઈને જ ફાઈનલ થાય છે. કહેવાય છે કે હજરત મુહમ્મદ સાહેબે કહ્યુ હતુ કે મુસલમાન તીજ-તહેવાર ચાંદ જોઈને જ મનાવે. માટે મુસ્લિમ સમાજ સમગ્ર વિશ્વમાં હિજરી કેલેન્ડર મુજબ પર્વ મનાવે છે.

માર્ગશીર્ષ પૂર્ણિમા

માર્ગશીર્ષ પૂર્ણિમા

આમ તો આખુ ભારત 'માર્ગશીર્ષ પૂર્ણિમા' મનાવી રહ્યુ છે. વળી, અમુક લોકો આજના દિવસે ઉપવાસ પણ રાખે છે. કહેવાય છે કે પૂર્ણિમાનુ વ્રત જીવનના સમસ્ત ભોગ, ઐશ્વર્ય, સુખ, સંપત્તિ આપવામાં સહાયક છે. પૂર્ણિમાના ઉપવાસથી ઘર-પરિવારમાં ધન-ધાન્યના ભંડાર ભરેલા રહે છે. ઉત્તમ વરની કામનાથી આ વ્રત કરનારી યુવતીઓની મનોકામના પૂરી થાય છે. આ વ્રત જે કામનાથી પણ કરવામાં આવે તે જરૂર પૂરુ થાય છે. જન્મકુંડળીમાં ચંદ્રનો ખરાબ પ્રભાવ આ વ્રતથી દૂર થાય છે. ચંદ્રની પીડા દૂર કરવા માટે આ દિવસે ચંદ્ર યંત્ર પણ સ્થાપિત કરવામાં આવે છે.

Palmistry: જો તમારા હાથમાં હોય 'સરસ્વતી યોગ' તો બનશો જાણીતા વક્તા-લેખકPalmistry: જો તમારા હાથમાં હોય 'સરસ્વતી યોગ' તો બનશો જાણીતા વક્તા-લેખક

English summary
Cold Moon in India will be at 7:54 pm IST on 29 December and 8:57 pm on 30 December.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X