• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એશિયામાં શરૂ થયું શીત યુદ્ધ

By Super
|

(નવીન નિગમ) બીજા વિશ્વ યુદ્ધ બાદ જે રીતે સોવિયત સંઘ અને અમેરિકા વચ્ચે શીત યુદ્ધ શરૂ થયું હતું હવે એ જ રીતે એશિયામાં એક નવા શીત યુદ્ધનો આરંભ થઇ ગયો છે. આ શીત યુદ્ધ સૈનિક કમ આર્થિક વધારે છે. એનું કારણ એશિયામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનમાં અચાનક આર્થિક રીતે ઘણા દેશોને પાછળ છોડી દેવાનું છે. જાપાનને પછાડીને ભારત હાલ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયુ છે. પહેલા ક્રમાંક પર બીરાજેલા અમેરિકાના બાદ કરી દેવામાં આવે તો ત્યાર પછી ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થા એશિયામાંથી છે. બીજા નંબર પર ચીન, ત્રીજા નંબર પર ભારત અને ચોથા નંબર પર જાપાન.

ચીન જ્યાં એક મોટી અર્થવ્યવસ્થા બન્યુ ત્યાં પોતાની સૈન્ય શક્તિને પણ વધારવામાં લાગી ગયું છે, એ અલગ વાત છે કે તેની સૈન્ય શક્તિ હજુ અમેરિકા કે નાટોની સૈન્ય શક્તિની સામે કંઇ નથી, પરંતુ આજે અમેરિકા બાદ ચીન સૌથી મોટી સૈન્ય શક્તિ છે. અહી સુધી પણ બધુ વ્યવસ્થિત હતું પરંતુ ગત દિવસોમાં જ્યારે ભારતે વિયતનામમાં તેલની શોધનું કામ શરૂ કર્યું તો દક્ષિણ ચીન સાગરને પોતાનો વિસ્તાર માનતું ચીન તે સહી શક્યું નહીં. તેણે ભારતને ચેતવણી આપી દીધી. ભારતે વળતો જવાબ આપ્યો તો ડ્રેગન લાલચોળ થઇ ગયું.

asia
ભારતે એવુ કારણ આપ્યું કે તેલ નહીં મળવાના કારણે અમે કામ સમાપ્ત કરી દીધું. ત્યારબાદ ચીનનો જાપાન સાથે ત્રણ દ્વિપને લઇને વિવાદ થઇ ગયો. ચીન કંઇક વધારે આક્રમક થઇ ગયુ. એ અલગ વાત છે કે જાપાને ભારતની જેમ પીછેહટ નથી કરી. આ દરમિયાન ચીનમાં જાપાના ઘણા પ્રતિષ્ઠાનો પર હુમલા થયા, જાપાને આ ઘટના બાદ ચીનમાં પોતાના રોકાણને લઇને ચિંતા વ્યક્ત કરી.

આ વચ્ચે ભારત જે હજુ સુધી ગુટનિરપેક્ષ નીતિનું જ અનુસરણ કરી રહ્યું હતું તે અમેરિકાની આતંકવાદ વિરોધી ચળવળના કારણે તેની તરફ ઝૂકવા લાગ્યું. થોડા વર્ષો પહેલા જ્યારે ચીની આર્થિક શક્તિ વધી તો તેણે નવું બજાર શોધવાની શરૂઆત કરી. તે પશ્ચિમ એશિયામાં આવ્યું અને ત્યાં પોતાની શક્તિનું પ્રદર્શન કરવામાં લાગી ગયું. ચીનની આ ભુલે આ શીત યુદ્ધની આધારશિલા મુકી. ભારત જે હજુ સુધી કોઇપણ પ્રકારની ગુટબાજીથી પોતાને દૂર રાખતું હતું તે હિન્દ મહાસાગરમાં ચીનની આ નવી મહત્વકાંક્ષાથી ચિંતિત થયું. ચીને પોતાના દેશથી લઇને હિન્દ મહાસાગર થઇને સૂડાન સુધી એક રસ્તો બનાવવા લાગ્યું. જ્યાંથી તે પોતાના માલને સહેલાયથી પશ્ચિમ એશિયા સુધી લઇ જાય. ચીને આ અભિયાનને સ્ટ્રિંગ ઓફ પર્લ(મોતીઓની માલા)નું નામ આપ્યું છે.

ચીન હિન્દ મહાસાગરમાં ભારતને ઘેરવામા લાગી ગયું છે કારણ કે આ ક્ષેત્રની સૌથી મોટી આર્થિક અને સૈનિક શક્તિ ભારત જ છે. ચીને હમ્બનટોટા(શ્રીલંકા) અને ગ્વાદર(પાકિસ્તાન)માં બંદરોનું નિર્માણ શરૂ કરી દીધું. તેથી આજકાલ ભારત પોતાની સારી સૈન્ય શક્તિ ચેન્નાઇની આસપાસ વધારી રહ્યું છે, પહેલા ભારતે પોતાની સૈન્ય શક્તિ ઉત્તર ભારતમાં જ જમા કરે છે. ભારતે ગત બે દિવસોમાં ટોહી વિમાન અને લડાકુ વિમાન ખરીદ્યા છે, જેને નૌસેનાને આપવામાં આવ્યા છે અથવા તો ચેન્નાઇની આસપાસ સ્થાપિત કર્યા છે.

આ વચ્ચે ચીને ભારતને અમેરિકા અને જાપાની ગુટબંદીથી આગાહ કર્યુ અને ચેતવણી આપવા માટે તેના 19 કિમી વિસ્તારમાં ઘુષણખોરી કરી. ચીનને આશા હતી કે ભારત પોતાની જમીન બચાવવા માટે ચીનની સામે સહેલાયથી ઝુકી જશે પરંતુ ભારતે આગળ વધીને પોતાના ઇરાદો ચીનને બતાવી દીધો. ભારતમાં થનારા નુક્સાનને ધ્યાનમાં રાખીને ચીને પીછેહટ કરી. ચીનના પ્રધાનમંત્રી ભારતથી રવાના થયા બાદ પાકિસ્તાન પહોંચ્યા તો ભારતના પ્રધાનમંત્રી જાપાન, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ચીનની યાત્રા પર છે, તો મનમોહન થાઇલેન્ડની. ચીને શ્રીલંકાને અરબો ડોલરની સહાયતા આપવાનો નિર્ણય કર્યો. તેથી જ્યારે શ્રીલંકા યુએનઓમાં પ્રસ્તાવ આવ્યો કે ડીએમકેના વિરોધ છતાં ભારતે પોતાની વિદેશ નીતિમાં કોઇ પરિવર્તન કર્યો નહીં.

ચીન જ્યાં શ્રીલંકા અને પાકિસ્તાન સાથે મિત્રતા વધારી ભારતને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છો, તો બીજી તરફ ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા ચીનને એક ડાયમંડના રૂપમાં ઘેરવાની યોજના પર કામ કરી રહ્યાં છે અને આ યોજનામાં અમેરિકા તેમને સમર્થન કરી રહ્યું છે. ધ્યાન આપવાલાયક વાત એ છે કે પહેલા શીત યુદ્ધ અને પછી પરમાણુ પરિક્ષણના કારણે 90ના દશકા સુધી ભારતથી દૂરી રાખનાર જાપાન હવે ભારતની નજીક આવ્યું છે. ચીન જાણે છે કે ભારત અને જાપાનની વધતી મિત્રતા તેના તમામ મનસુબાઓ પર પાણી ફેરવી દેશે. તેથી જાપાનની યાત્રા પર જેવા મનમોહન સિંહ રવાના થયા ચીને સરકારી અખબારોએ જાપાન વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું. હવે એશિયામાં શરૂ થયેલા આર્થિક શીત યુદ્ધ ક્યાંક વાસ્તવિક શીત યુદ્ધમાં ના બદલાય જાય.

English summary
After a vist of Indian Prime Minister Manmohan Singh to Japan the China again getting little bit annoying. This is the indication of Cold War.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more