મોદીને રોકવા માટે કોંગ્રેસ બનાવી રહી છે સીક્રેટ પ્લાન

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 મે: લોકસભા ચૂંટણીના પરિણામો આવવામાં થોડો સમય બચ્યો છે. અંતિમ તબક્કાના મતદાન બાદ 16 મેના રોજ દેશ પોતાનો ફેંસલો સંભળાવી દેશે. આ દરમિયાન ચૂંટણીના પરિણામોની તારીખ નજીક આવતાં જોઇ કોંગ્રેસને પોતાની હારનો ડર સતાવી રહ્યો છે. તેમને અહેસાસ થઇ ગયો છે આ વખતે તેમના હાથમાંથી સત્તા જવાની છે. એવામાં હવે તે પોતાની સીટ બચાવવાના બદલે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સત્તાથી બહાર રાખવાનો પ્લાન કરવા લાગી છે. કોંગ્રેસમાં તેને લઇને મંથન શરૂ થઇ ગયું છે. કોંગ્રેસ નરેન્દ્ર મોદીને રોકવા માટે સ્થાનિક પાર્ટીઓનો સહારો લેવાની તૈયારી કરી રહી છે.

મોદીને રોકવા માટે મંથન

મોદીને રોકવા માટે મંથન

સારી પેઠે કોંગ્રેસ જાણે છે કે તે આ વખતે સત્તામાં આવવાની નથી. એવામાં તે હવે નરેન્દ્ર મોદીને રોકવા માટે કોંગ્રેસે સીક્રેટ પ્લાન બનાવવાનું શરૂ કરી દિધું છે.

મોદીની લહેરને રોકેશે ગાંધી

મોદીની લહેરને રોકેશે ગાંધી

કોંગ્રેસમાં વ્યાપક યુપીએ-3ના નિર્માણ માટે નવા સહયોગીઓની શોધખોળ પર પણ વિચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસ સમજી ચૂકી છે કે તે આ વખતે પોતાના દમ પર સત્તામાં આવશે નહી. એટલા માટે હવે તે નવા સહયોગીની શોધ કરી રહી છે.

નવા સહયોગીઓની શોધ

નવા સહયોગીઓની શોધ

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ચૂંટણી બાદની પરિસ્થિતીઓને લઇને બધા વિકલ્પ ખુલ્લાં છે. આ બધા અમારા અને ભાજપ વચ્ચે સીટોના આંકડાના અંતર પર નિર્ભર કરે છે.

જોડ-તોડની સરકાર

જોડ-તોડની સરકાર

એક રાષ્ટ્રીય પાર્ટી હોવાના નાતે કોંગ્રેસ રાષ્ટ્રહિતમાં એક સ્થિર સરકાર આપવાની પોતાની જવાબદારીથી પાછી પાની કરશે નહી અને તે સમાન વિચારધારાઓવાળી પાર્ટીઓની સાથે આ દિશામાં કામ કરશે.

સીટો બાદ ફેંસલો

સીટો બાદ ફેંસલો

કોંગ્રેસ નરેન્દ્ર મોદીને રોકવા માટે સ્થાનિક પાર્ટીઓ પાસે મદદ માંગી શકે છે. સ્થાનિક પાર્ટીઓને કેટલી સીટો મળે છે તેના પર બધી બાબતો નિર્ભર રહેશે અને તેમાંથી કઇ કઇ પાર્ટી નરેન્દ્ર મોદી સાથે હાથ નહી મિલાવે. તેમણે કહ્યું કે નેતૃત્વના મુદ્દે પછી વિચાર કરવામાં આવશે.

પુરતી સીટો ન આવી તો ભેળસેળવાળી સરકાર

પુરતી સીટો ન આવી તો ભેળસેળવાળી સરકાર

કોંગ્રેસને નરેન્દ્ર મોદીને સત્તાથી દૂર રાખવા અને કેન્દ્રમાં બનનારી સરકારની મજબૂતી અને સ્થિરતા માટે નાની પાર્ટીઓનો સહારો લેવો પડશે. નામ ન જાહેર કરવાની શરતે કોંગ્રેસના એક નેતાએ કહ્યું હતું કે તે યોગ્ય નથી કે 20 સાંસદોવાળી પાર્ટીનો નેતા 100 પ્લસ સાંસદોની પાર્ટીનું નેતૃત્વ કરે.

English summary
Congress trying to make secret plan to stop BJP Prime Ministerial candidates Narendra Modi to become Indian Prime Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X