For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો દર મહિને તમારા ગર્ભવતી થવાની સંભાવના કેટલી હોય છે?

શું તમે જાણો છો કે દર મહિને તમારી એવી અવસ્થા નથી હોતી તમે ગર્ભવતી થઈ જાવ.

|
Google Oneindia Gujarati News

ગર્ભવતી થવાનુ બહુ સરળ લાગે છે પરંતુ ગર્ભ ધારણ કર માટે જે જૈવિક વસ્તુઓ યોગ્ય ક્રમમાં હોવાની જરૂર છે તેના કારણે મુશ્કેલીઓ વધી શકે છે. અમુક જોડીઓને ગર્ભધારણ કરવા માટે સંઘર્ષ કરવો પડે છે જ્યારે અમુક લોકોને આમાં કોઈ સમસ્યા નથી આવતી. પરંતુ શું તમે જાણો છો કે દર મહિને તમારી એવી અવસ્થા નથી હોતી તમે ગર્ભવતી થઈ જાવ.

સંભાવના 20 ટકા સુધી હોય

સંભાવના 20 ટકા સુધી હોય

એક તંદુરસ્ત મહિલા જેની ઉંમર 30 વર્ષથી નાની હોય અને જે કોઈ પણ પ્રકારના ગર્ભ નિરોધકનો ઉપયોગ ન કરતી હોય, તેને દર મહિને ગર્ભવતી થવાની સંભાવના 20 ટકા સુધી હોય છે. 40 વર્ષની વયમાં આ સંભાવના 5 ટકા સુધી રહી જાય છે. આ આંકડાઓની ગણતરી અને પ્રકાશન અમેરિકન સોસાયટી ઑફ રિપ્રોડક્ટીવ મેડિસિન દ્વારા કરવામાં આવી છે.

જૈવિક કારણ

જૈવિક કારણ

કોઈ પણ મહિલા ત્યારે ગર્ભવતી થાય છે જ્યારે તે ઓવ્યુલેશન કરે છે. આ તે વખતે થાય છે જ્યારે ગર્ભાશય ગર્ભાધાન માટે ઈંડા છોડે છે. આ ઈંડા શરીરમાં બહુ સમય સુધી જીવિત નથી રહેતા. તે માત્ર 24 કલાક માટે જ રહે છે. સ્પર્મ જેટલા જલ્દી તેને મળે એટલુ જ તેના માટે સારુ હોય છે. બીજી તરફ સ્પર્મ શરીરની બહાર પણ શરીરની સપાટી પર પણ પાંચ દિવસ સુધી જીવિત રહી શકે છે.

આ પણ વાંચોઃ

ફર્ટાઈલ વિંડો શું છે?

ફર્ટાઈલ વિંડો શું છે?

ગર્ભવતી હોવા માટે મહિલાએ ઓવ્યુલેશન થતા પહેલા સેક્સ કરવુ પડે છે અથવા સ્પર્મ જે ઈંડાની રાહ જોઈ રહ્યા હોય તેને આનાથી જોડાવા માટે પોતાને મુક્ત કરવુ પડે છે. આ સમયને ફર્ટાઈલ વિંડો કહેવામાં આવે છે. જો આ ઈંડા ફળદ્રુપ ન થાય તો તમારા પીરિયડ્સ આવી જાય છે અને તમે ગર્ભવતી નથી થતા. સરેરાશ એક મહિલાને ગર્ભવતી થવામાં છ મહિના લાગે છે. ક્યારેક ક્યારેક આમાં એક વર્ષનો સમય લાગી જાય છે. જો તમે ગર્ભવતી થવાનો પ્રયત્ન કરતા હોય તો સૌથી પહેલા તમારે પોતાના ઓવ્યુલેશન ચક્ર પર ધ્યાન રાખવાની જરૂર હોય છે.

મહિલાઓમાં ઓવ્યુલેશન ક્યારે થાય છે

મહિલાઓમાં ઓવ્યુલેશન ક્યારે થાય છે

દરેક મહિલાનુ શરીર અલગ હોય છે માટે તમે સંપૂર્ણ રીતે પોતાના પીરિયડ્સ પર નિર્ભર ન રહી શકો. મોટાભાગની મહિલાઓમાં પીરિયડ્શ આવવાના 14 દિવસ બાદ ઓવ્યુલેશન થાય છે. આનો અંદાજ તમે પોતાના બૉડી બસલ ટેમ્પ્રેચર (બીબીટી) એટલે કે શરીરનુ મૂળભૂત તાપમાન અને સર્વાઈકલ લાળ સાથે લગાવી શકો છો. આવા સમયે તમારા શરીરનુ તાપમાન સામાન્યથી કંઈક વધુ હોય છે તથા સર્વાઈકલ લાળ થોડી જાડી હોય છે. બીજી સરળ રીત છે કે તમે ઓવ્યુલેશન સ્ટ્રીપ ખરીદી લો. આ સ્ટ્રિપ તમારા પેશાબમાં એસ્ટ્રોડજનનું પરીક્ષણ કરે છે જે એ જણાવે છે કે ઓવ્યુલેશન નજીક જ છે. તેને ગર્ભાશયમાં સ્થાપિત કરવા સુધી બાળક તરીકે વિકસિત થવા માટે મહિલાનુ શરીર ગ્રહણશીલ સ્થિતિમાં હોવુ જોઈએ. એ વાત સ્પષ્ટ નથી કે અમુક ભ્રૂણ સ્થાપિત થઈ જાય છે જ્યારે અન્ય નહિ અને આ જ કારણ છે કે દર મહિને ગર્ભવતી થવાની સંભાવના માત્ર 20 ટકા જ હોય છે.

English summary
Did you know that pregnancy is not as likely to happen every month as you think? know your chances of getting pregnant every month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X