• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું તમે જાણો છો, ભગવાન રામને એક બહેન પણ હતા?

|

શું તમે જાણો છો, ભગવાન રામને એક બહેન પણ હતા? આ પ્રશ્ન વાંચીને તમે કદાચ ચોંકી ગયા હશો, કારણ કે નાનપણથી જે રામચરિત માનસ આપણે વાંચ્યુ અથવા તો ટીવી પર પ્રસારિત થયેલી રામાયણ ધારાવાહિક જોઇ કે પછી વડીલો પાસેથી જે રામાયણ અંગે આપણે સાંભળ્યુ, તેમાં ક્યાંય પણ શ્રી રામના બહેનનો ઉલ્લેખ થયો નહોતો, તો આજે અચાનક આ વાત ક્યાંથી બહાર આવી.

તો અમે તમને પહેલા જણાવી દઇએ કે, આ વાત જે અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ તે રામાયણના અલગ-અલગ સ્વરૂપમાંથી એક્ત્ર કરવામાં આવેલા તથ્યોના આધાર પર છે. જો દક્ષિણની રામાયણ પર ધ્યાન આપીએ તો શ્રી રામને અન્ય ત્રણ ભાઇ હતા. ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન તથા તેમને એક બહેન હતા, જેમનું નામ હતુ શાંતા. શાંતા ચારેય ભાઇમાં મોટા હતા. દક્ષિણમાં લખાયેલી રામાયણમાં એવું લખવામાં આવ્યું છે કે તેઓ રાજા દશરથ અને કૌશલ્યાના પુત્રી હતા, પરંતુ જન્મ થયાને થોડાક દિવસો પછી અંગદેશના રાજા રોમપદે તેમને ગોદ લઇ લીધા હતા.

ભગવાન રામના મોટા બહેનનું પાલન પોષણ રાજા રોમપદ અને તેમની પત્ની વર્શિની(મહારાણી કૌશલ્યના બહેન)ને કર્યુ. આગળ જતા શાંતાના લગ્ન ઋષ્યાશ્રિંગા સાથે થયા. એવું માનવામાં આવે છે કે, ઋષ્યાશ્રિંગા અને શાંતાનો વંશ આગળ જતા સેંગર રાજપૂત બન્યો. આજે પણ સેંગર રાજપૂત જ છે, જેને ઋષિવંશી રાજપૂત કહેવામાં આવે છે.

ભગવાન રામના બહેન શાંતા સાથે જોડાયેલા તથ્યો વાંચવા તસવીરો પર ક્લિક કરો.

પ્રાણ જાયે પર વચન ન જાયે

પ્રાણ જાયે પર વચન ન જાયે

તમે એ વાત જરૂરથી સાંભળી હશે, ‘રઘુકુળ રીતિ સદા ચલી આઇ, પ્રાણ જાયે પર વચન ન જાયે.' જીહાં, આ રીતિના કારણે આજે લોકો શાંતા અંગે જાણતા નથી. ખરા અર્થમા મહારાણી કૌશલ્યાની બહેન વર્શિનીએ મજાક-મજાકમાં રાજા દશરથ પાસેથી તેમના પુત્રી માંગી લીધા. વર્શિનીને કોઇ સંતાન નહોતું. રાજા દશરથે તેમની વાત માની લીધી અને પછી પોતાનું વચન નિભાવ્યું. શાંતા આગળ જતા અંગદેશની રાજકુમારી બન્યા.

અત્યંત સુંદર હતા શાંતા

અત્યંત સુંદર હતા શાંતા

શ્રી રામની સુંદરતા અંગે આપણે બધા અવગત છીએ, પરંતુ કહેવામાં આવે છે કે, શાંતા તેમના કરતા પણ ઘણા સુંદર હતા. તેમણએ વેદોની શિક્ષા મેળવી હતી.

કેવી રીતે થયા શાંતાના લગ્ન

કેવી રીતે થયા શાંતાના લગ્ન

એકવાર એક બ્રાહ્મણ પોતાના ક્ષેત્રમાં પાકની વાવણી માટે મદદ અર્થે રાજા રોમપદ પાસે ગયા, રાજાએ તેમની વાત પર ધ્યાન આપ્યું નહીં. પોતાના ભક્તના અપમાન પર ગુસ્સે ભરાયેલા ઇન્દ્ર દેવે વરસાદ થવા દીધો નહીં, જેના કારણે દૂકાળ પડ્યો. ત્યારે રાજાએ ઋષ્યાશ્રિંગા મુનિને યજ્ઞ કરવા માટે બોલાવ્યા. યજ્ઞ બાદ ભારે વરસાદ થયો. જનતા એટલી ખુશ થઇ કે અંગદેશમાં જશ્નનો માહોલ બની ગયો. ત્યારે રાજા દશરથ, કૌશલ્યા, વર્શિની અને રોમપદે પોતાની પુત્રી શાંતાનો હાથ ઋષ્યાશ્રિંગાને આપવાનો નિર્ણય કર્યો.

શાંતાના પતિના કારણે થયો શ્રી રામનો જન્મ

શાંતાના પતિના કારણે થયો શ્રી રામનો જન્મ

કહેવામાં આવે છે કે, શાંતાના જન્મ બાદ રાજા દશરથને કોઇ સંતાન નહોતુ. પોતાના વંશને આગળ વધારવા માટે રાજા દશરથે ઋષ્યાશ્રિંગાને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવવા માટે બોલાવ્યા. આ યજ્ઞ બાદ રામ, ભરત અને લક્ષ્મણ તથા શત્રુધ્નનો જન્મ થયો.

રામ કથા

રામ કથા

સત્ય સાંઇ બાબાએ 19 મે 2002ના પ્રવચન દરમિયાન રામ કથા સંભળાવી, જેમાં તેમણે શાંતા સાથે જોડાયેલી એક વાત જણાવી હતી.

ઋષિ મુનિના વેશમાં રહેતા હતા શાંતા

ઋષિ મુનિના વેશમાં રહેતા હતા શાંતા

માહિતી અનુસાર રાજા દશરથે શાંતાને માત્ર એટલા માટે ગોદ આપી દીધી હતી, કારણ કે તે છોકરી હોવાના કારણે તેમની ઉત્તરાધિકારી બની શકતી નહોતી, પરંતુ જ્યારે પુત્રકામેષ્ઠી યજ્ઞ દરમિયાન તેમણે ઋષ્યાશ્રિંગાને બોલાવ્યા, તો તેમણે શાંતા વગર આવવાનો ઇન્કાર કરી દીધો.

સુંમત લઇને આવ્યા હતા શાંતાને

સુંમત લઇને આવ્યા હતા શાંતાને

કહેવામાં આવે છે જ્યારે દૂકાળ પડી રહ્યો હતો, ત્યારે સુંમત શાંતાને લઇને આવ્યા હતા, જે સ્થળ પર શાંતા પગ મુકતા હતા, તે સ્થળ પર દૂકાળ સમાપ્ત થઇ જતો હતો.

જનતાને ખબર પડવા ના દીધી

જનતાને ખબર પડવા ના દીધી

સત્યાસાંઇની કથા અનુસાર શાંતાએ ક્યારેય પણ એ વાતની જાણ થવા દીધી નહીં કે, તેઓ રાજા દશરથ અને કૌશલ્યાના પુત્રી છે. આ જ કારણ છે કે રામાયણ અથવા તો રામચરિત માનસમાં તેમના ચિત્ર પ્રસ્તુત કરવામાં આવ્યા નથી.

English summary
Almost everybody in India is well known about the characters of epic Ramayana. But very few know the facts we are presenting. Do you know Lord Rama was having a sister?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more