For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોક્ક્સ તમે અજાણ હશો મોદીની જીંદગીના આ 7 રંગોથી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નરેન્દ્ર મોદીએ પોતાના ઉમેદવારી પત્રમાં પત્નીના ખાનામાં જશોદાબેનનું નામ લખ્યું તો હંગામો મચી ગયો. આ પહેલાં તેમણે ચાર વખત વિધાનસભાની ચૂંટણી લડી, પરંતુ લગ્નના ખાનાને ખાલી રાખ્યું. વિરોધીઓએ લગ્નની વાત ઘણીવાર ઉછાળી. મીડિયાની અંદર સળવળાટ શરૂ થઇ ગયો. જશોદાબેનને શોધી તેમનો ઇન્ટરવ્યું પણ કરી લીધો. પરંતુ નરેન્દ્ર મોદી ચૂપ રહ્યાં.

નરેન્દ્ર મોદીએ જશોદાબેનને પોતાના પત્નીનો દરજ્જો આપ્યો તો તેમના લગ્નના કિસ્સા ફરીથી કહેવા અને સંભળાવવા લાગ્યા. એક અંગ્રેજી સમાચાર પત્રએ આ કિસ્સો એક સાક્ષીના હવાલેથી છાપ્યો છે, તમે પણ સ્લાઇડર ફેરવો અને જાણો મોદીના સપ્તરંગી રહસ્ય-

બેંડ, બાજા અને મોદી

બેંડ, બાજા અને મોદી

1968ના રોજ એક દિવસ, ઉત્તર ગુજરાતનું વડનગર ગામ. દામોદરદાસ મોદી અને હીરાબાના ઘરમાં ચહેલપહેલ હતી. દામોદર અને હીરાના 6 સંતાનોમાંથી એક નરેન્દ્ર મોદી (18 વર્ષ)ના લગ્ન થઇ રહ્યાં હતા.

ઉજવણી કંઇક આવી હતી

ઉજવણી કંઇક આવી હતી

લગ્નના રીતરિવાજ કેટલાક દિવસોથી નિજવવામાં આવી રહી હતી, જો કે પૈસાની તંગીન લીધે બધા આયોજનો સાદગીથી થઇ રહ્યાં હતા. કુર્તો, પાયજામો અને સાફો પહેરીને નરેન્દ્ર મોદી પોતાના મિત્રો અને પરિવારજનો સાથે ઘરેથી નિકળ્યા. તે એક જીપમાં બેસ્યા, જે વરરાજા માટે નક્કી કરવામાં આવી હતી. જાન બ્રાહ્મણવાડા જઇ રહી હતી, વડનગરથી 50 કિમી દૂર જશોદાબેનના ઘરે.

જશોદાબેન સાથે લગ્ન કરવા માટે તૈયાર ન હતા

જશોદાબેન સાથે લગ્ન કરવા માટે તૈયાર ન હતા

નરેન્દ્ર મોદીના લગ્ન 1968માં બ્રાહ્મણવાડામાં ચિમનલાલ મોદીની પુત્રી જશોદાબેન સાથે થયા. ચિમનલાલ મોદી એક સ્કુલમાં શિક્ષક હતા. નરેન્દ્ર મોદીના લગ્નમાં સામેલ 75 વર્ષના પુંજા પટેલે જણાવ્યું હતું, 'જ્યારે નરેન્દ્ર મોદીના લગ્ન બ્રાહ્મણવાડા પહોંચી, તેમને ઘોડા પર બેસાડવામાં આવ્યા. ઘોડા પર બેસીને નરેન્દ્ર મોદી શોભી ઉઠતા હતા.'

એક વર્ષ પહેલાં જ થઇ હતી સગાઇ

એક વર્ષ પહેલાં જ થઇ હતી સગાઇ

પુંજા પટેલ સહીત નરેન્દ્ર મોદીના જુના મિત્રો છે, જેમના દિમાગમાં નરેન્દ્ર મોદીના લગ્ન આજે પણ તાજા છે. પુંજા પટેલ તે લગ્નને વધુ એક કારણથી યાદ કરે છે. પુંજા પટેલે જણાવ્યું હતું કે તેમણે લગ્નમાં મોદીને રાખવા માટે સુતરાઉ ચાદર આપી હતી, પરંતુ તે ચાદર તેમણે ખોઇ દિધી. નરેન્દ્ર મોદી લગ્ન માટે તૈયાર પણ ન હતા. જશોદાબેનની સાથે તેમની સગાઇ લગભગ એક વર્ષ પહેલાં થઇ હતી, પરંતુ મિત્રો સાથે તે તેના વિશે ખૂબ ઓછી વાત કરતા હતા.

સાસરીમાં મળ્યો જલેબીનો નાસ્તો

સાસરીમાં મળ્યો જલેબીનો નાસ્તો

નરેન્દ્ર મોદીના લગ્ન એકદમ સાધારણ રીતે થયા હતા. જાનૈયા જ્યારે જશોદાબેનના ઘરે પહોંચ્યા તો તેમને જલપાનમાં ચા, ગાંઠીયા અને જલેબી આપવામાં આવી હતી. નરેન્દ્ર મોદીના મિત્ર નાગજી દેસાઇએ જણાવ્યું, 'નરેન્દ્ર મોદીની જશોદાબેન સાથે એક વર્ષ પહેલાં સગાઇ થઇ ચૂકી હતી, પરંતુ તે બીજા યુવકોની જેમ પોતાની થનાર પત્ની વિશે ક્યારેય વાત કરતા નહી.

એકવાર થઇ જશોદાબેનની વિદાય, પછી ક્યારેય પરત ન ફરી

એકવાર થઇ જશોદાબેનની વિદાય, પછી ક્યારેય પરત ન ફરી

નાગજી દેસાઇએ જણાવ્યું હતું કે આખા કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી ગંભીર રહ્યાં હતા. પરંતુ તેમનાથી દોઢ વર્ષ નાની જશોદાબેન ખુશ હતી. તેમણે લાલ રંગની ગુજરાતી સાડી પહેરી હતી અને ગુજરાતી પરંપરાના ઘરેણાં પહેર્યા હતા. લગ્ન બાદ બપોરનું જમવાનું પીરસવામાં આવ્યું. નાગજી દેસાઇને હજુ પણ યાદ છે કે ખાવામાં શું પીરસવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જમવામાં મોહનથાળ (મીઠાઇ), પુરી, દાળ-ભાત અને સબ્જી પીરસવામાં આવી હતી. લગ્ન બાદ જ જશોદાબેનની મોદી સાથે વિદાઇ થઇ ગઇ. વડનગરમાં નરેન્દ્ર મોદીની માતાએ જશોદાબેનનું સ્વાગત તેમના માથા પર કંકુ લગાવીને કર્યું.

વીંટીના રિવાજમાં મોદી રહ્યાં અવલ્લ

વીંટીના રિવાજમાં મોદી રહ્યાં અવલ્લ

નાગજી દેસાઇના અનુસાર, વિદાય થઇને સાસરી આવેલી જશોદાબેન ખુશ દેખાઇ રહી હતી. એક સંબંધીએ તેમની ગાંઠ ખોલી. એક વાસણમાં દૂધ અને ફૂલોની પાંખડીથી ભરીને તેમાં એક વીંટી નાખવામાં આવી. તેમણે વીંટી શોધવા માટે કહેવામાં આવ્યું. કહેવામાં આવ્યું કે જે વીંટી શોધી લેશે, ઘરમાં તેનું ચાલશે. નરેન્દ્ર મોદી સફળ રહ્યાં, પરંતુ રમતમાં જશોદાબેનને ખૂબ મજા આવી. જો કે બીજા દિવસે સવારે હોબાળો મચી ગયો, જ્યારે ફેલાઇ ગયા કે નરેન્દ્ર મોદી ઘર છોડી દિધું છે. નરેન્દ્ર મોદી ટ્રેનથી અમદાવાદ રવાના થઇ ગયા હતા. અમદાવાદથી તે 30 દિવસે પરત ફર્યા. આ સમાચાર સાંભળીને નરેન્દ્ર મોદીના મિત્રો ચોંકી ઉઠ્યા હતા.

English summary
Do you know these secrets of Narendra Modi ? If no, have a look on Modi's hidden secrets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X