For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક એવું લક્ઝરી જેટ કે જે આકાશમાં બક્ષે છે વૈભવી જીવન

By Super
|
Google Oneindia Gujarati News

એ વાતથી બધા જ માહિતગાર હશે કે એમિરાત હંમેશાથી તેના વૈભવી જીવન માટે જાણીતું છે. ત્યાંની હોટલ હોય, ઇમારતો હોય કે પછી અન્ય સ્થળો, દરેકમાં તમને વૈભવતાની ઝલક જોવા મળશે, આથી પણ વધું કાર્સની વાત કરવામાં આવે તો તેમાં પણ તેમની પહેલી પસંદ વૈભવી અને સ્પોર્ટ્સ કાર હોય છે. જો કે આ તો વાત થઇ જમીન પરની વૈભવતાની પરંતુ પોતાની વૈભવી છબીમાં એક મોરપીંછ ઉમેરતા એમિરાતે હવે આકાશમાં પણ વૈભવતાનો આંનદ માણવાની યોજના બનાવી દીધી છે.

મળતા અહેવાલો અનુસાર એમિરાતે એક અલ્ટ્રા લક્ઝરી પ્રાઇવેટ જેટ બનાવ્યું છે. આ જેટ દુબઇ સ્થિત એરલાઇન દ્વારા શરૂ કરવામાં આવી છે, જેને એટલું વૈભવી બનાવવામાં આવ્યું છે કે જેની કલ્પના પણ કરવામાં ના આવી હોય. આ જેટને લઇને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ જેટમાં મુસાફરી દરમિયાન એક વૈભવી બંગ્લો અને હોટલની અનુભૂતિ થશે. તો ચાલો તસવીરો થકી જાણીએ અને જોઇએ આ અલ્ટ્રા લક્ઝરી પ્રાઇવેટ જેટ અંગે.

લક્ઝરી પ્રાઇવેટ જેટ

લક્ઝરી પ્રાઇવેટ જેટ

નવી પ્રાઇવેટ જેટ સર્વિસ દુબઇની એરલાઇન દ્વારા શરૂ કરવામાં આવી છે, જે એમિરાતની વૈભવતાને એક નવી ઉંચાઇએ લઇ જશે.

શાવર સ્પા અને ફ્લોર હીટીંગ સિસ્ટમ

શાવર સ્પા અને ફ્લોર હીટીંગ સિસ્ટમ

આ વૈભવી જેટમાં શાવર સ્પા આપવામાં આવ્યું છે, જેમાં ફ્લોર હીટીંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ અન્ય સ્કીનકેર પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્રાઇવેટ શુટ અને લાર્જ લોંગ એરિયા

પ્રાઇવેટ શુટ અને લાર્જ લોંગ એરિયા

આ પ્રાઇવેટ વૈભવી જેટમાં પ્રાઇવેટ શુટ અને લાર્જ લોંગ એરિયા આપવામાં આવ્યો છે.

માત્ર 19 પેસેન્જરનું વહન

માત્ર 19 પેસેન્જરનું વહન

અન્ય પ્લેનમાં જે સમસ્યાઓ મુસાફરી દરમિયાન થાય છે તેમા રાહત આપવા માટે આ જેટમાં માત્ર 19 પેસેન્જરનું જ વહન કરવામાં આવશે.

બે મેઇન ઝોન

બે મેઇન ઝોન

આ જેટમાં બે મેઇન ઝોન આપવામાં આવ્યા છે. વાઇડ ડાઇનિંગ અને એક્ઝિક્યુટિવ લોંગ એરિયા જે પ્લેનની આગળની બાજુ હશે જેમાં 12 બેસેન્જર બેસી શકશે. તેમજ વર્ક એરિયા અને રેસ્ટ ઝોન એરિયા પણ છે. જ્યાં 42 ઇંચની બે ટીવી સ્ક્રિન છે.

બીજો ઝોન

બીજો ઝોન

બીજા ઝોનમાં 10 ફ્રસ્ટ ક્લાસ પ્રાઇવેટ શુટ છે. જેમાં ફુલી ફ્લેટ સીટ અને 32 ઇંચની સ્ક્રિન છે.

એક્સક્લુસિવ ટ્રાવેલ

એક્સક્લુસિવ ટ્રાવેલ

જ્યારે તમે પરિવાર કે પછી બિઝનેસ ટ્રીપમાં જઇ રહ્યાં હોવ અને તમે આ જેટમાં મુસાફરી પસંદ કરી હોય તો તેમાં તમને એક્સક્લુસિવ ટ્રાવેલની અનુભૂતિ થશે.

એક્ઝિક્યૂટીવ ફીચર્સ

એક્ઝિક્યૂટીવ ફીચર્સ

આ જેટમાં ખાસ પ્રકારના એક્ઝિક્યૂટીવ ફીચર્સ આપવામાં આવ્યાં છે. જેમાં છે સોફા અને છ લોંગ સીટ હશે. જેમાં બિઝનેસ, ડાઇનિંગ અને સિમ્પલી રિલેક્સિંગની ખાસ સુવિધા પૂરી પાડવામાં આવી છે.

પ્રાઇવેટ શુટ

પ્રાઇવેટ શુટ

દરેક પ્રાઇવેટ શુટમાં વ્યક્તિગત દરવાજો, ફુલી ફ્લેટ બેડ સીટ, વિઝિટર સીટ, વ્યક્તિગત મિનિ બાર અને 32 ઇંચની સ્ક્રિન તથા આઇસીઇ એન્ટરટેઇનિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

વર્લ્ડ બેસ્ટ રેસ્ટોરાં

વર્લ્ડ બેસ્ટ રેસ્ટોરાં

આ ઉપરાંત લોકોને ખાણી-પીણીમાં પણ વૈભવતાનો અનુભવ થાય તે અર્થે જેટની અંદર વર્લ્ડ બેસ્ટ રેસ્ટોરાં પણ બનાવવામાં આવ્યું છે.

English summary
EMIRATES has always been known for its emphasis on luxury, but now the Dubai based airline is taking extravagance to new heights with the launch of a private jet service.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X