For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુકે ખરીદી પહેલી ભારતીય કંપની લિટલ આઇ

|
Google Oneindia Gujarati News

ભારતીયોનો ડંકો આખી દુનિયામાં વાગે છે પછી એ માઇક્રોસોફ્ટ હોય કે પછી આઇબીએસ જેવી કોઇ અન્ય કંપનીઓ. ફેસબુકે પણ ભારતીયોની કાબેલિયતના પગલે બેંગલુરુ બેઝ્ડ પહેલી ભારતીય કંપની લિટલ આઇનું અધિગ્રહણ કર્યું છે. લિટલ આઇ લેબ્સ એન્ડ્રોઇડ એપ્લિકેશનને વધુ સારી બનાવવાનું કાર્ય કરે છે.

કંપનીએ પોતાની વેબસાઇટ http://www.littleeye.co/ પર આ વાતની ખરાઇ કરી છે. અને જણાવ્યું છે કે Little Eye Labs is joining Facebook. ફેસબુક તરફથી સુબ્બુ સુબ્રમણિયમનું કહેવું છે કે આવું પહેલીવાર બન્યુ છે કે જ્યારે ફેસબુકે કોઇ ભારતીય કંપનીનું અધિગ્રણહ કર્યું છે, લિટલ આઇની મદદથી ફેસબુકને પોતાની એપ્લિકેશન સુધારવામાં ખૂબ જ મદદ મળશે.

facebook
લિટલ આઇ લેબ્સના સીઇઓ ગિરધર મૂર્તિ આ ડીલને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. લિટલ આઇની ટીમ ટૂંક સમયમાં કેલિફોર્નિયાના મેનલો પાર્ક સ્થિત ફેસબુક હેડક્વાર્ટર જશે, જ્યા ફેસબુક એપ્લિકેશનને શાનદાર બનાવવાનો પ્રયત્ન કરશે.

લિટલ આઇ લેબને 2012માં બેંગલુરુના ગિરધર મૂર્તિ, કુમાર રંગરાજન, સત્યમ કુંડુલા તથા લક્ષ્મણ કાકીરાલાએ મળીને ખોલ્યું હતું. રંગરાજન અનુસાર અમારા બિઝનેસને વધારવામાં જીએસએફ અને વેંચરઇસ્ટે ઘણી મદદ કરી જેના કારણે અમને ગ્લોબલ પ્લેટફોર્મ મળ્યું જ્યાંથી અમને ફેસબુક જેવી કંપનીએ આગળ આવવાની તક આપી.

English summary
First Indian company Little Eye Labs acquired by Facebook.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X