પાણીમાં ડૂબતા અટકાવી શકે છે આ પાંચ રીતો
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં રવિવારે પાણીનો પ્રવાહ વધવાથી 24 છાત્રો વ્યાસ નદીમાં તણાઇ ગયા હોવાના અહેવાલ છે, ગઇ રાતથી ચાલી રહેલા અભિયાનમાં અત્યારસુધીમાં 5 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે અન્યોની શોધખોળ ચાલી રહી છે. તમામ છાત્રો હૈદરાબાદની એક એન્જીનિયરિંગ કોલેજના હતા. અચાનક નદીમાં પાણી વધી જવાથી આ વિદ્યાર્થીઓનો સમૂહ પોતાને બચાવવામાં નિષ્ફળ રહ્યો હતો.
રખેને આવી દુર્ઘટનાનો કોઇ ભોગ ન બને, પરંતુ ક્યારેક આપણે પણ આ પ્રકારની પરિસ્થિતિમાં મુકાઇ શકીએ છીએ. જેને ધ્યાનમાં રાખીને અહી એવી કેટલીક ટીપ્સ આપવામાં આવી રહી છે, જે તમને જ્યારે તમે આવી કોઇ સમસ્યામાં મદદરૂપ સાબિત થઇ શકે છે અને તકેદારીપૂર્વકના પગલાં આપણે ભરી શકીએ છીએ. તો ચાલો તસવીરો થકી જાણીએ કે જ્યારે પાણીમાં તણાઇ રહ્યાં હોય અથવા તો ડૂબી રહ્યા હોય ત્યારે શું-શું કરવાથી આપણે આપણો જીવ બચાવી શકીએ છીએ અથવા તો રાહતકર્મીઓ ન આવે ત્યાં સુધી પોતાની જાતને સુરક્ષિત રાખી શકીએ છીએ.

શા માટે પાણીમાં ડૂબી જવાય છે?
જ્યારે પણ તમે પાણીના વહેણમાં તણાતા હોવ અથવા તો ડૂબી રહ્યાં હોવ ત્યારે હંમેશા હાથને પાણીમાં રાખો. કારણ કે મોટાભાગના લોકો એટલા માટે પાણીમાં ડૂબી જતા હોય છેકે તેઓ પોતાના હાથને હવામાં ઉંચા કરે છે અને માથાના પાણીની અંદર ડૂબાડી દે છે. આમ કરવાથી શ્વાસ લેવામાં તકલિફ પડી શકે છે અને પાણી મોઢા વાટે શરીરમાં જવાની શક્યતાઓ પણ રહે છે.

હાથને પાણીમાં રાખો
તમારા હાથને પાણીમાં જ રહેવા દો, ક્યારેય પણ તમારા હાથને હવામાં ના લાવો અને શિથિલ ના કરો.

તમારા હાથને પાણીમાં જવા દો
તમારા હાથને પાણીમાં ભારપૂર્વક જવા દો જેથી તમારું શરીર ખાસ કરીને માથાનો ભાગ પાણીની બહાર રાખી શકો અને તેમને શ્વાસ લેવામાં કોઇ સમસ્યા ના નડે.

વોકિંગ સ્ટાઇલમાં પગ હલાવો
જ્યારે તમે પાણીમાં ડૂબી રહ્યાં હોવ અથવા તણાઇ રહ્યા હોવ ત્યારે તમારા પગને તમે એ રીતે હલન-ચલન કરાવો કે જાણે તમે કોઇ જમીન પર ચાલી રહ્યાં છો, જેનાથી તમે તમારી જાતને પાણીમાં તરવામાં મદદરૂપ કરી શકશો. તેમજ તમારા હાથોને પાણીના વહેણમાં હલેસાની માફક હલાવો.

હાથ અને પગની મૂવમેન્ટ ચાલું રાખો
જ્યાં સુધી તમને કોઇપણ પ્રકારની બચાવ સામગ્રી અથવા મદદ પૂરી પાડવામાં ના આવે ત્યાં સુધી હાથ અને પગની મૂવમેન્ટને ચાલું રાખો.