For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો કેન્સરથી બચવું છે તો આનાથી બચો, આ 6 ફૂડ છે ખતરનાક

આપણે બધા જ જાણીએ છીએ કે ખાંડ, સોડિયમ, રાસાયણિક તત્વો વધુ હોય તેવા ખાદ્ય પદાર્થો ખાવાથી હ્રદય રોગ, ડાયાબિટિસ અને મોટાપા જેવી બીમારીઓ થાય છે.

|
Google Oneindia Gujarati News

આપણે બધા જ જાણીએ છીએ કે ખાંડ, સોડિયમ, રાસાયણિક તત્વો વધુ હોય તેવા ખાદ્ય પદાર્થો ખાવાથી હ્રદય રોગ, ડાયાબિટિસ અને મોટાપા જેવી બીમારીઓ થાય છે. પરંતુ શું તમને ખબર છે કે કેટલીક ચીજો ખાવાથી કેન્સરનું પણ જોખમ સર્જાય છે. જેવું તેવું ખાવાની આદત અને ધૂમ્રપાનને કારણે કેન્સર ઝડપથી ફેલાઈ રહ્યું છે.

કેન્સરનો ઈલાજ શખ્ય નથી. જો કે શરૂઆતમાં ખબર પડે તો તેની સારવાર કરાવી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે દારુ, સિગરેટના ધુમાડા અને તમાકુ સિવાય પણ કેટલીક વસ્તુઓ કેન્સરનું કારણ બની શકે છે. આજે અમે તમને કેટલીક એવી જ વસ્તુઓ વિશે જણાવીશું, જે ખાવાથી કેન્સરનો ખતરો વધે છે. તો ચાલો જાણીએ કે કયા ફૂડથી તમારે દૂર રહેવું જોઈ.

સોડા

સોડા

રોજ માત્ર એક ગ્લાસ સોફ્ટ ડ્રિંક પીવાથી તમે કેન્સરને આમંત્રણ આપો છો, રોજ સોડા પીવાથી લિવર, પ્રોસ્ટેટ, ઓવરી અને ગાલબ્લેડર જેવા કેન્સરની શક્યતા વધે છે. કેટલાક કિસ્સામાં એ સાબિત પણ થયું છે કે ડાયટ સોડા પીવાથી કેન્સરની શક્યતા વધે છે.

વેજિટેબલ ઓઈલ

વેજિટેબલ ઓઈલ

વેજિટેબલ ઓઈલ્માં જાતભાતના કેમિકલ્સ હોય છે, જે આરોગ્ય માટે નુક્સાનકારક હોય છે. વેજિટેબલ ઓઈલનો લાંબા સમય સુધી ઉપયોગ થઈ શકે તે માટે તેને હાઈડ્રોજન અન રસાયણો મિક્સ કરીને બનાવાયા છે. તેમાં રહેલું ટ્રાન્સ ફેટને કારણે ઈમ્યુન સિસ્ટમ અને કેન્સર થવાની શક્યતા વધી જાય છે.

માઈક્રોવેવ પોપકોર્ન

માઈક્રોવેવ પોપકોર્ન

આમ તો પોપકોર્ન ખાવાથી કેન્સર નથી થતું પરંતુ પોપકોર્નના બેગમાં જે રાસાયણિક તત્વો હોય છે, જે પોપકોર્ને ચોંટી જતી રોકે છે, તે કેન્સરના કારક બને છે. આ રસાયણો ગરમ કરવા દરમિયાન નિકળે છે. તેમાં રહેલું ઓઈલ, માખણ કે ચીઝ પોપકોર્ન સાથે જઈને ફેફસાને નુક્સાન પહોંચાડે છે. જેને કારણે ફેફસાનું કેન્સર થઈ શકે છે.

આલ્કોહલ

આલ્કોહલ

શું તમે જાણો છો કે ફક્ત એક ગ્લાસ આલ્કોહોલ પીવાથી સ્તન કેન્સરની શક્યતા ટકા વધઈ જાય છે. આ ઉપરાંત વધુ દારૂ પીવાથી ગળાના કેન્સરની શક્યતા વધે છે.

રિફાઈન્ડ કરેલી ખાંડ

રિફાઈન્ડ કરેલી ખાંડ

કેટલાક લોકો બ્રાઉન શુગરને આરોગ્ય માટે સારી માને છે, પરંતુ ખરેખર તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બ્રાઉન શુગર વધુ ખાવાથઈ કેન્સર સેલ્સ વધે છે.

બટાકાની વેફર

બટાકાની વેફર

બટાકાની વેફર દરેકને ભાવે છે, પરંતુ તેમાં સૌથી વધુ ફેટ અને કેલરી હોય છે. ચિપ્સ અને ફ્રેન્ચ ફ્રાઈઝમાં એફ્રિલામાઈડ નામનું તત્વ હોય છે, જે સિગરેટમાં જોવા મળે છે. એટલે બટાકાની વેફર ઓછી ખાવ.

ડબ્બામાં પેક કરેલું ખાનું

ડબ્બામાં પેક કરેલું ખાનું

ડબ્બામાં પેક કરેલું ખાવાનું આમ તો સારો ઉપાય બને છે, પરંતુ તે પણ કેન્સર કરી શકે છે. તમને સવાલ થશે કે કેવી રીતે. સૌથી વધુ ખતરનાક લાઈનિંગ મટિરિયલ છે, જે નાથી ડબ્બા બને છે, જેમ કે બિસ્ફેનોલ એ અથવા બીપીએ. સંશોધનો પ્રમાણે બીપીએ ને કારણે ડીએનએ બદલાઈ જાય છે. જેનાથઈ કેન્સર થઈ શકે છે. કેનમાં એવા પદાર્થો હોય છે તે લાઈનિંગને સમાપ્ત કરી દે છે. જેનાથી ખાદ્ય પદાર્થમાં તે સરળતાથી ભળી જાય છે. આ ખતરનાક સાબિત થઈ શકે છે. એટલે ડબ્બામાં પેક કરેલું ખાવા કરતા તાજો ખોરાક ખાવ.

English summary
Foods You Should Never Eat If You Don’t Want Cancer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X