• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગર્લ્સ! આ સંકેતોની અવગણના ન કરો, આ તમારો પ્રેમ નથી

|

એક પર્ફેક્ટ રિલેશનશિપ જેવા સ્ટેજ પર પહોંચતા પહેલા ઘણા તબક્કા આવે છે, જેમાં પહેલો તબક્કો હોય છે એક વ્યક્તિને પાર્ટનર તરીકે જોવો અને તેની સાથે સંબંધની શરૂઆત કરવી. જો તમે તમારા સંબંધની શરૂઆતને લઈ મૂંઝવણમાં છો તો અને તમને નથી સમજાઈ રહ્યું કે તમે તમારું ભવિષ્ય જેની સાથે વીતાવવાનું નક્કી કર્યું છે, તે યોગ્ય છે કે નહીં તો આ આર્ટિકલ તમારી મદદ કરી શકે છે.

જો તમે કોઈ વ્યક્તિ સાથે રિલેશનશિપમાં છો અને હજી સુધી એ નથી જાી શક્યા કે તમારા પાર્ટનર તમારા અંગે જેવું તમે સમજો છો એવું જ મહેસૂસ કરે છે, તો આ સંકેતો પર ધ્યાન આપવાની કોશિશ કરો.

1) ઓછો સમય સાથે રહેવાથી તેને ફરક ન પડે

1) ઓછો સમય સાથે રહેવાથી તેને ફરક ન પડે

જ્યારે એક વ્યક્તિને કશુંક જોઈતું હોય તો તે તેની પાછળ ભાગે છે. તે આરામથી સોફા પર બેસીને ચમત્કારની આશા ન રાખી શકે. જો તમારો પાર્ટનર તમારી સાથે સમય નથી વીતાવતો, ફરવા નથી આવતો અને તમારી ગેરહાજરીથી તેને ફરક નથી પડતો, તે તમારી નજીક રહેવાની કોશિશ નથી કરતો તો યુવતીઓએ તેને એક સંકેતની જેમ જોવું જોઈએ.

2) તમારી કહેલી વાતો તેને યાદ નથી રહેતી

2) તમારી કહેલી વાતો તેને યાદ નથી રહેતી

લાઈફમાં જે વ્યક્તિ મહત્વની હોય તેની દરેક વાત આપણને યાદ રહે છે, એ સામાન્ય છે. જો તમારો પાર્ટનર તમારી વાત ન માને અને તેને તમારી કહેલી વાતો યાદ ન રહેતી હોય તો તમારું તેની લાઈફમાં ખાસ મહત્વ નથી. ખાસ તારીખો યાદ રાખવી એ કોઈ પણ છોકરા માટે મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તેને કમ સે કમ તમારી ઓફિસ કે બાળપણની કેટલીક વાતો તો યાદ રહેવી જ જોઈએ.

3) બીજા પુરુષો સાથે તમારા સંબંધો કેવા છે તેનાથી તેને ફરક ન પડતો હોય

3) બીજા પુરુષો સાથે તમારા સંબંધો કેવા છે તેનાથી તેને ફરક ન પડતો હોય

જો તમે તમારા પાર્ટનરને કહો કે આજે તમે જૂના મિત્રો સાથે ડિનર માટે ગયા હતા અને આટલું સાંભળ્યા પછી પણ તે તમારા મિત્ર વિશે ન પૂછે તો સમજો કે તે તમારા સબંધો પ્રત્યે સિરીયસ નથી. જો તે તમને પસંદ કરતો હશે તો એવા દરેક વ્યક્તિની માહિતી રાખવાની કોસિશ કરશે, જેની સાથે તમે સંપર્કમાં છો. પુરુષો ભલે ગમે તેટલા બ્રોડ માઈન્ડેડ હોય પરંતુ તેમનામાં ઈનસિક્યોરિટી હોય જ છે.

4) તમારા અને મિત્રોમાં ફર્ક ન કરતો હોય

4) તમારા અને મિત્રોમાં ફર્ક ન કરતો હોય

જો તમારો પાર્ટનર તમારા માટે ખાસ અનુભવ કરતો હશે તો તેનું તમારી સાથેનું વર્તન પણ અલગ હશે. કોઈ પણ રોમેન્ટિક રિલેશનશિપ એવું નહીં હોય જેમાં તે તમારી સાથે ફ્રેન્ડની જેમ વર્તન કરે. તમે જ્યારે કોઈને પસંદ કરો છો, તો તેને સ્પેશિયલ ફીલ કરાવવા પ્રયત્ન કરો છો.

5) તમારા સામે બીજી મહિલાઓની વાત કરતો હોય

5) તમારા સામે બીજી મહિલાઓની વાત કરતો હોય

જો તમારો પાર્ટનર કોઈ બીજી મહિલા વિશે વાત કરે અને વાત કરતા કરતા ખૂબ જ ખુશ હોય તો તેને નોટિસ કરો. તે ફક્ત તમને હેરાન કરવા માટે વારંવાર આવું નહીં કરે. આ વાત સંકેત છે કે તેને તમારામાં કોઈ રસ નથી.

English summary
from these poings a girl can know about her partners feelings
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X