વીડિયો: જ્યારે સોનમ ગુપ્તાએ બોલીવૂડ સ્ટાઇલમાં કહી પોતાની સ્ટોરી

Posted By:
Subscribe to Oneindia News

નરેન્દ્ર મોદીએ નોટરદ્દ કરવાની જાહેરાત કરી ત્યારથી જ અચાનક સોશ્યલ મીડિયા પર એક નામ વાયરલ થઇ ગયું. આ નામ છે સોનમ ગુપ્તા. 10 અને 20 રૂપિયાની નોટ બાદ જ્યારે નવી આવેલી 2000 રૂપિયાની નોટ પર પણ કોઇ લખ્યું કે સોનમ ગુપ્તા બેવફા છે ત્યારથી જ સોશ્યલ મીડિયામાં લોકો તે શોધવા બેસી ગયા છે કે આ સોનમ ગુપ્તા કોણ છે? કેમ એક મહિલાને આ રીતે બદનામ કરી તેની બેવફાનો ખિતાબ અપાઇ રહ્યો છે? વગેરે વગેરે....

Read Also: Video: 2000 રૂપિયાની નોટમાં છુપાયું છે આ સિક્રેટ ફિચર, તમે જોયું?

આ તમામ વાતોની વચ્ચે અનેક વાતો, જોક્સ સોનમ ગુપ્તાના નામ પર વોટ્સઅપ અને અન્ય સોશ્યલ મીડિયા પર ફેમસ થઇ રહ્યા છે અને લોકો તેને શેયર પણ કરી રહ્યા છે. ત્યારે કોમેડિયન જયવિજય સચાન પણ સોનમ ગુપ્તાનું કાલ્પનીક કેરેક્ટ બનાવી તેની બોલીવૂડ સાથે જોડી એક સ્ટોરી બનાવી એક વીડિયો બનાવ્યો છે. જે ખૂબ જ રમૂજી છે. અને તેના બન્ને વીડિયો જુઓ અહીં. નોંધનીય છે કે તેનો ત્રીજી વીડિયો પણ ટૂંક સમયમાં આવવાનો છે. તો હસી હસીને લોટ પોટ થવું હોય તો જુઓ આ બન્ને વીડિયો અહીં....

English summary
funny video on the untold story sonam gupta.
Please Wait while comments are loading...